રીયા ચક્રવર્તીને રહેવું પડશે જેલમાં, 6 ઓક્ટોમ્બર સુધી ન્યાયીક કસ્ટડીમાં રહેશે
સુશાંતસિંહ રાજપૂતની મોત મામલે રિયા અને શોવિક સહિત છ આરોપીઓ આજે એનડીપીએસ કોર્ટમાં હાજર થયા હતા. એનડીપીએસ કોર્ટે તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. એટલે કે, રિયા હવે 6 ઓક્ટોબર સુધી
સુશાંતસિંહ રાજપૂતની મોત મામલે રિયા અને શોવિક સહિત છ આરોપીઓ આજે એનડીપીએસ કોર્ટમાં હાજર થયા હતા. એનડીપીએસ કોર્ટે તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. એટલે કે, રિયા હવે 6 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે. જોકે રિયા ચક્રવર્તીએ પણ બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે, પરંતુ અરજીની હજી સુનાવણી થઈ નથી, ન તો જામીન અરજી પર સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે. વિશેષ વાત એ છે કે ડ્રગ્સ એંગલથી સુશાંત કેસની તપાસ કરી રહેલ એનસીબીએ રિયા અને શૌવિકને રિમાન્ડ પર લેવાની અદાલતમાં અપીલ કરી નથી.

સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુ સંબંધિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા 6 આરોપીઓને આજે રિયા, શોવિક, સેમ્યુઅલ મીરાંડા, દિપેશ સાવંત, ઝૈદ વિલત્રા અને બસીત પરિહારની ન્યાયિક કસ્ટડીનો અંત આવ્યો હતો. જોકે, આ આરોપીઓમાંથી કેટલાકની સુનાવણી 29 સપ્ટેમ્બરે જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં થવાની છે. તમને જણાવી દઈએ કે, રિયાને એનસીબીએ 8 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસ પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.
તબીબી તપાસ બાદ રિયાને વીડિયો કડી દ્વારા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પહેલાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે રિયાની જામીન અરજી નામંજૂર કરી અને તેને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો.
આ પણ વાંચો: એઈમ્સની ટીમને સુશાંતસિંહ રાજપૂતના વિસરામાં મળ્યા કેમિકલ ટ્રેસ
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
