સુષ્મિતાને કિસ કરતો ફોટો બૉયફ્રેન્ડ રોહમને શેર કરી કહ્યુ, ‘મને ગમે છે તારા ડિમ્પલ'
અભિનેત્રી સુષ્મિતા સેનના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સોશિયલ મીડિયા પર તેમની સાથે ઘણા ફોટા શેર કરતા રહે છે. હાલમાં જ તેણે એક એવો ફોટો શેર કર્યો.
અભિનેત્રી સુષ્મિતા સેનના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સોશિયલ મીડિયા પર તેમની સાથે ઘણા ફોટા શેર કરતા રહે છે. હાલમાં જ તેણે એક એવો ફોટો શેર કર્યો. ફોટોમાં મૉડલ રોહમન સુષ્મિતાના ગાલ પર કિસ કરી રહ્યો છે. રોહમને કેપ્શનમાં લખ્યુ છે - 'મને આના ડિમ્પલ ખૂબ જ પસંદ છે... મારી મંચકિન સુષ્મિતા સેન આઈ લવ યુ.' આના પર સુષ્મિતા સેને જે જવાબ આપ્યો તે ખૂબ પ્રેમભર્યો હતો.
|
સુષ્મિતા બોલી -બધુ તારુ છે મારી જાન
રોહમનની આ પ્રેમભરી પોસ્ટ પર જવાબ આપતા સુષ્મિતા સેને લખ્યુ - ‘બધુ તારુ છે.. ડિમ્પલ અને બધુ. મને આ ફોટો ગમે છે મારી જાન.' સુષ્મિતા આટલેથી ન અટકી તેણે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી દીધો. ફોટોના કેપ્શનમાં સુષ્મિતાએ લખ્યુ - ‘વારંવાર સ્મિત કરવાનુ વધુ એક સુંદર કારણ.. આઈ લવ યુ રોહમન શૉલ.'
|
દીકરીને જોઈને સુષ્મિતાએ કરી જલપરી જેવી સ્વિમિંગ
હાલમાં સુષ્મિતા પરિવાર સાથે રજાઓ માણી રહેલા ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. થોડા સમય પહેલા સુષ્મિતાએ પોતાના ઈનસ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો તેમાં તે દીકરી અલિસાહને પહેલા જલપરીની જેમ તરતા જુએ છે અને પછી કોશિશ કરે છે. બંને જલપરીની જેમ તરે છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. એક તરફ પાણીમાં ઉભેલા રોહમન આ બધુ જોતા રહે છે. સમગ્ર પરિવાર જાણે કે મસ્તીમાં ડૂબેલો છે. આ વીડિયોને તેમની મોટી દીકરી રેને બનાવી રહી છે.

‘મા તુ જલપરીની જેમ તરી શકે છે શું'
વીડિયોમાં રોહમન સુષ્મિતાને ખોળામાં ઉઠાવતા પણ જોવા મળે છે. સુષ્મિતા સેને આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે - ‘મા શું તુ જલપરીની જેમ તરી શકે છે? જો અલિસાહ તુ મને બતાવ કેવી રીતે હું જરૂર કોશિશ કરી શકુ છુ. શાનદાર શૉટ રેને શોના અને મને સારી રીતે ખોળામાં ઉઠાવી મારી જાન રોહમન.. મને તમારાથી પ્રેમ છે.'તમને જણાવી દઈએ કે આ વીડિયો દૂબઈનો છે.
‘આ છોકરો લીન છે અને હું મીન છુ'
થોડા સમય પહેલા સુષ્મિતા અને રોહમનના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. પરંતુ હાલમાં જ સુષ્મિતાએ રોહમન સાથે જિમનો ફોટો ઈન્સ્ટાગ્રામ શેર કર્યો હતો જેનાથી એ તો સ્પષ્ટ થઈ ગયુ કે બંને વચ્ચે બધુ બરાબર છે. સુષ્મિતાએ બંનેનો જે ફોટો શેર કર્યો અને તેની સાથે કેપ્શનમાં લખ્યુ હતુ - ‘આ છોકરો લીન છે અને હું મીન છુ, આઈ લવ યુ રોહમન શૉલ.' ફોટોમાં બંને જીમની અંદર પોઝ કરી રહ્યા છે અને ખૂબ ફિટ દેખાઈ રહ્યા છે અને કેપ્શનથી સમજાઈ રહ્યુ છે કે આ ફોટો દૂબઈનો છે જ્યાં બંને કોઈ જિમની અંદર સાથે વર્કઆઉટ કરી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
