For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરહાન અખ્તરના બર્થડે પર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે શેર કરી રોમાંટિક ફોટો

ફરહાન અખ્તરના બર્થડે પર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે શેર કરી રોમાંટિક ફોટો

By Staff
|
Google Oneindia Gujarati News

બૉલીવુડ એક્ટર, ડાયરેક્ટર અને રાઈટર ફરહાન અખ્તર આજે પોતાનો 47મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ફરહાન અખ્તરના જન્મદિવસ પર તેમની ગર્લફ્રેન્ડ શિવાની દાંડેકરે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટમાં શિબાનીએ ફરહાન સાથેની એક સેલ્ફી શેર કરી છે. આ ફોટોમાં તે કોઈ પુલમાં જોવા મળી રહી છે. બંનેની આ રોમાંટિક ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સનું દિલ જીતી રહી છે.

પોતાની તરફ ફરહાનની આ ફોટોમાં તેમણે રોમાંટિક કેપ્શન લખ્યું, 'મારા પ્રિય, બેસ્ટ ફ્રેન્ડ, લૂડો પાર્ટનરને હેપ્પી બર્થડે. તારા વિના મારી જર્ની કેવી રહી હોત મને નથી ખબર. હું ભાગ્યશાળી છું કે તેં મારો હાથ પકડ્યો અને હંમેશા મારો સાથ આપ્યો. તમે ટેલેન્ટેડ અને જીનિયસ આર્ટિસ્ટ છો, મારા થવા માટે થેંક્યૂ.' શિવાનીની પોસ્ટ પર ફરહાને રિપ્લાઈમાં આઈ લવ યૂ લખ્યું છે. શિવાની દાંડેકરની આ પોસ્ટ પર ફેન્સ અને ફ્રેંડ જોરદાર રિએક્ટ કરી રહ્યા છે.

અનુષા દાંડેકરનો પણ આજે જ બર્થડે

અનુષા દાંડેકરનો પણ આજે જ બર્થડે

ફરહાન અખ્તરની સાથે આજના દિવસે જ શિવાની દાંડેકરની બહેન અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષા દાંડેકરનો પણ જન્મદિવસ છે. અનુષાને પણ બર્થડે વિશ કરતાં શિવાનીએ ફોટો શેર કરી છે. આ ફોટોમાં તેમણે પોતાની બહેન માટે કેપ્શન લખ્યું છે.

ફરહાન અને શિવાનીની જોડી

ફરહાન અને શિવાનીની જોડી

શિવાની દાંડેકર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફરહાન અખ્તર અને પોતાની ફોટો શેર કરતી રહે છે. ફરહાન અને શિવાની બંને બૉલીવુડના રોમાંટિક કપલ્સમાંથી એક છે. બંને હંમેશા રજા પર ફોટો શેર કરતા રહે છે.

ફોર મૉ શૉટ્સમાં જોવા મળી હતી શિવાની

ફોર મૉ શૉટ્સમાં જોવા મળી હતી શિવાની

વર્કફ્રન્ટની વાત કરીએ તો શિવાની દાંડેકર કેટલાક મહિના પહેલાં ફોર મોર શૉટ્સ પ્લીઝની બીજી સીઝનમાં જોવા મળી હતી. શિવાનીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો તે જલદી જ ક્વીન ઈન ફ્લીપીન્સના તેલુગૂ અને મલયાલમના રીમેકમાં જોવા મળશે, જેનું નામ તેલુગૂમાં મહાલક્ષ્મી અને મલયાલમમાં જમ જમ હશે.

તોફાન સાથે તોફાન મચાવશે ફરહાન અખ્તર

તોફાન સાથે તોફાન મચાવશે ફરહાન અખ્તર

ફરહાન અખ્તરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની અંતિમ ફિલ્મ ધી સ્કાઈ ઈઝ પિંક હતી. આ ફિલ્મ નેટફ્લિક્સમાં રિલીઝ થઈ હતી. ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ તોફાન હશે. આ ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા છે.

અનન્યા પાંડેના હૉટ યોગા પોઝે ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics

English summary
Romantic photo shared by girlfriend Shivani Dandekar on Farhan Akhtar's birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X