દોસ્તાના 2માં લેસ્બિયન બનશે જાહ્નવી કપૂર? સોનમ પાસેથી લીધી આ પ્રેરણા
દોસ્તાના 2માં લેસ્બિયન બનશે જાહ્નવી કપૂર? સોનમ પાસેથી લીધી આ પ્રેરણા
જાહ્નવી કપૂર, કાર્તિક આર્યન સાથે દોસ્તાના 2 કરી રહી છે એ તો બધાને ખબર જ છે પરંતુ હવે જે માહિતી મળી રહી છે તે બહુ દિલચસ્પ બની ગઈ છે. સૂત્રો મુજબ સોનમ કપૂરે જ્યારથી એક છોકરીએ 'જબસે એક લડકી દેખા તો ઐસા લગા'માં એક લેસ્બિયન છોકરીનો રોલ નિભાવ્યો છે, બૉલીવુડની અંદરથી ભય અને શરમીલાપણું બંને જતું રહ્યું છે અને હવે દોસ્તાના 2માં જાહ્નવી કપૂર એક લેસ્બિયન છોકરીનો રોલ નિભાવશે.
જો કે થોડા દિવસ પહેલા જ અહેવાલ મળ્યા હતા કે જાહ્નવી કપૂર અને કાર્તિક સિવાય ફિલ્મમાં વિંદૂ દારા સિંહ અને ફરાહના દીકરા ફતેહ રંધાવા પણ હશે. પરંતુ હવે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે ફિલ્મ આ વખતે ગે કપલ પર નહિ બલકે લેસ્બિયન કપલ પર બનશે. અને જાહ્નવી કપૂર લેસ્બિયનનો રોલ નિભાવશે.

ફિલ્મ દોસ્તાના 2
દોસ્તાના 2 ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહ્યું છે અને આને સંજૂ ફેમ કૉન ડીકન્હા ડિરેક્ટ કરી રહ્યા છે. જાહ્નવી કપૂર પોતાની આગામી ફિલ્મ ગુંજન સક્સેના બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મને ધર્મા પ્રોડક્શનના આસિસ્ટેન્ટ ડિરેક્ટર શરણ શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે તેઓ રાજકુમાર રાવ સાથે રૂહીઅફજાનું શૂટિંગ પણ શરૂ કરી ચૂક્યા છે.

ધડકથી ડેબ્યૂ
જાહ્નવી કપૂરે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથો પાતનું ફિલ્મ ડેબ્યૂ કર્યું હતું. બદરીનાથ કી દુલહનિયા ફેમ શશાંક ખેતાને ધડકને ડિરેક્ટ કરી હતી.

જોડીને ખુબ પસંદ કરવામાં આવ
જાહ્નવી કપૂર અને ઈશાનની જોડીને ભારે પસંદ કરવામાં આવી. જો કે ફિલ્મને સારા રિવ્યૂ ન મળ્યા. ફિલ્મની સરખમણી સૈરાટ સાથે કરવામાં આવી. ધડક મરાઠ ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક હતી.

ભારે તૈયારી
ગુંજન સક્સેના બાયોપિક માટે જાહ્નવી કપૂર ભારે તૈયારી કરી રહી છે. તેણે ફિલ્મ માટે ફ્લાઈંગ ક્લાસિસ પણ લીધા છે. ગુંજન સક્સેનાના રૂપમાં તેની આ તસવીર હાલમાં જ વાયરલ થઈ હતી.

પહેલા જ મળી ચૂકી છે
ફિલ્મની તૈયારી દરમિયાન જાહ્નવી પહેલા જ ગુંજનને મળી ચૂકી છે. બંનેની આ તસવીર ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ હતી.

વજન વધાર્યો
ફિલ્મ માટે જાહ્નવી કપૂરે પોતાનો વજન વધારવો પણ શરૂ કરી દીધો છે. હાલમાં જ તેને વધેલા વજન સાથે જોવામાં આવી હતી.

તખ્તની પણ તૈયારી
સાથે જ જાહ્નવી કપૂર કરણ જોહરના ડ્રીમ પ્રોજેક્ટ તખ્તની પણ તૈયારીમાં લાગી ગઈ છે. ફિલ્મમાં તે વિકી કૌશલ સાથે રોમાંસ કરતી જોવા મળશે.

વરૂ ધવન સાથે જોડી
શાંક ખેતાનની આગામી એક્શન ફિલ્મમાં જાહ્નવી કપૂર અને વરુણ ધવન સાથે જોવા મળશે. આ ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે.

કેટલાય અવોર્ડ્સ
પોતાની ડેબ્યૂ ફિલ્મની સાથે જ જાહ્નવી કપૂરને ફેશનથી લઈ સ્ટાઈલ સુધીના અવોર્ડ્સ મળતા શરૂ થઈ ગયા છે.

શૂટિંગ સ્ટાર
ગત વર્ષે જર્મની કન્સૂલેટે જાહ્નવી કપૂરને વર્ષના ચમકતા સ્ટાર્સનો અવોર્ડ આપ્યો. આ અવોર્ડ લેવા જાહ્નવી કપૂર, બોની કપૂર સાથે પહોંચી હતી.

માતાની જવાબદારી
શ્રીદેવીના મૃત્યુ બાદ તેમનો નેશનલ અવોર્ડ જાહ્નવી કપૂરે રાષ્ટ્રપતિના હાથેથી લીધો હતો. આ દરમિયાન જાહ્નવી પોતાની મા શ્રીદેવીની સાડીમાં જોવા મળી હતી અને તેના ફેન્સનું દિલ જીતી લીધું હતું.












Click it and Unblock the Notifications
