Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સચિન તેંડુલકરની લાડલી સારાની મોડલિંગની દુનિયામાં એન્ટ્રી, ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ!

ભારતીય ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હવે મોટી થઈ ગઈ છે. ખૂબ જ સુંદર દેખાતી સારાએ હવે મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે.

મુંબઈ, 07 ડિસેમ્બર : ભારતીય ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હવે મોટી થઈ ગઈ છે. ખૂબ જ સુંદર દેખાતી સારાએ હવે મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક કપડાની કંપની માટે મોડલિંગ કરતી જોવા મળી રહી છે. સારા સાથે વધુ બે મોડલ બનિતા સંધુ અને તાન્યા શ્રાપ પણ વીડિયોમાં જોવા મળી રહી છે, જ્યારે કંપનીએ સારા તેંડુલકરને લોન્ચ કરતા ફોટો પણ પોસ્ટ કર્યા છે.

મોડલિંગની દુનિયામાં સારાની એન્ટ્રી

મોડલિંગની દુનિયામાં સારાની એન્ટ્રી

આ વીડિયો શેર થતા જ વાયરલ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને 69,610 લાઈક્સ મળી ચૂક્યા છે. શોર્ટ બોડીકોન ડ્રેસમાં સજ્જ સારા વીડિયોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સચિન-અંજલિની મોટી દીકરી સારા અલી ખાન સોશિયલ મીડિયાની લોકપ્રિય સેલિબ્રિટીઓમાંની એક છે.

લોકોએ શુભકામનાઓ આપી

લોકોએ શુભકામનાઓ આપી

સારાએ વધુ સમય લંડનમાં વિતાવ્યો છે અને હાલમાં જ તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. સારાના વીડિયોને જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો તેને ખોબે ખોબે શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

સારાની બેસ્ટ ફ્રેન્ડ તેની માં અંજલિ છે

સારાની બેસ્ટ ફ્રેન્ડ તેની માં અંજલિ છે

સારા પોતાની માતા અંજલિને પોતાની બેસ્ટ ફ્રેન્ડ માને છે. ઘણા સમયથી સારાની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે, જો કે તેંડુલકર પરિવાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. સામાન્ય રીતે પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખનાર સચિને થોડા સમય પહેલા કહ્યું હતું કે તેના બાળકો સારા-અર્જુન તેને જે પણ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે તે બનાવવા દેશે, તે તેને પૂરો સાથ આપશે.

અર્જુન તેંડુલકર ક્રિકેટમાં સક્રિય છે

અર્જુન તેંડુલકર ક્રિકેટમાં સક્રિય છે

સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર ક્રિકેટમાં સક્રિય છે, સારા હજુ અભ્યાસમાં વ્યસ્ત હતી, તેથી એક મોડેલ તરીકે તેના દેખાવે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

ઈન્સ્ટા પર સારાના 1.2 મિલિયન ફોલોઅર્સ

સારા તેંડુલકરના ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સારા બેબાકીથી જવાબો આપવા માટે પણ જાણીતી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુઝરે સારાને કહ્યું હતું કે તું એક અમીર પિતાની પુત્રી છે અને તેના પૈસાથી તું નસીબ કમાઈ રહી છે, જેના પર સારાએ તેને એવો જવાબ આપ્યો, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

સારાનો તીખો જવાબ

સારાનો તીખો જવાબ

સારાએ લખ્યું કે, હું કહું છું કે કેફીન પર જે પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે તે પૈસાનો ઘણો ઉપયોગ છે. તેને પૈસાની બગાડ બિલકુલ નહીં કહીએ. સારાનો આ જવાબ ઘણા સમય સુધી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X