Saif Ali Khan Attack : શું છે હેક્સા બ્લેડ? જેનાથી સૈફ અલી ખાન પર હુમલો થયો

Saif Ali Khan Attack : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બ્લેડથી હુમલો કરાયા બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સૈફ અલી ખાન પર હેક્સા બ્લેડથી હુમલો થયો છે. આ હુમલામાં સૈફ અલી ખાનને કરોડરજ્જુમાં ઇજા થઈ છે.

Saif Ali Khan Attack

સામાન્ય રીતે અન્ય ચાકુ હોય તેનાથી હેક્સા બ્લેડ એક અલગ પ્રકારનુ હોય છે. આ એક તીક્ષ્ણ હથિયાર છે. જેમાં 6 બ્લેડ હોય છે. તે ખૂબ જ ઝડપી અને ઘાતક છે. તેનો ઉપયોગ સ્વ-બચાવ અથવા હુમલા માટે થાય છે. તેની ડિઝાઇન થોડી અલગ છે. આનાથી થયેલો હુમલો ગંભીર ઈજા પહોંચાડે છે.

આમાં ઘણી ધાર હોય છે. એકવાર હુમલો કર્યા બાદ ઘણી જગ્યાએ કાપ અને ઘા છોડી શકે છે. હુમલાખોરે સૈફ અલી ખાન પર હુમલો કર્યો ત્યારે તેનો કેટલોક ભાગ સૈફ અલી ખાનની પીઠ પર રહી ગયો. જે સર્જરી દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, સૈફ અલી ખાન ગઈકાલે રાત્રે હંમેશની જેમ પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ સૂઈ ગયો હતો. તેના રૂમની બહાર કંઈક ખડખડાટનો અવાજ સાંભળ્યો. જ્યારે તે બહાર ગયો ત્યારે તેણે જોયું કે એક હુમલાખોર તેના ઘરના નોકર પર હુમલો કરી રહ્યો હતો.

સૈફ અલી ખાન દરમિયાનગીરી કરવા આગળ આવ્યો ત્યારે હુમલાખોરે તેના પર હુમલો કરી દીધો. હુમલાખોરે સૈફ અલી ખાનના શરીર પર હેક્સા બ્લેડથી હુમલો કર્યો. જેમાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને લોહીથી લથપથ હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તે ખતરામાંથી બહાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X