Saif Ali Khan Attack : સૈફ પર હુમલો થયો ત્યારે કરીના ક્યાં હતી? જાણો કેમ ઉઠી રહ્યાં છે ગંભીર સવાલ?
Saif Ali Khan : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને હુમલાખોરે સૈફ અલી ખાનને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. કેસમાં ઘણા સવાલના પોલીસ સવાલ શોધી રહી છે.
ઘણા સવાલોના જવાબો હજુ નથી મળ્યા ત્યારે સૈફ અલી ખાનની પત્ની અને અભિનેત્રી કરીના કપૂરની હાજરીને લઈને ગંભીર સવાલ ઉઠ્યા છે.

ઘટના દરમિયાન સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાનની ઘરમાં હાજરી અંગે આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કરીના કપૂરની ટીમે જણાવ્યું છે કે જ્યારે સૈફ અલી ખાન સાથે આ અકસ્માત થયો ત્યારે તેની પત્ની કરીના કપૂર ઘરે નહોતી.
બીજી તરફ સૈફ અલી ખાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે હુમલા સમયે કરીના ઘરે હતી. હુમલો થયો ત્યારે પત્ની કરીના કપૂર અને બંને બાળકો ઘરે હતા. તે બધા ડરી ગયા હતા.
આ ઘટનાક્રમ વચ્ચે સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસનું કહેવું છે કે જ્યારે હુમલાખોરે સૈફ પર હુમલો કર્યો ત્યારે તેની પત્ની કરીના કપૂર ઘરે હાજર નહોતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનને તેના સ્ટાફ અને ડ્રાઇવર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાદમાં કરીના તેની બહેન કરિશ્મા કપૂર સાથે હોસ્પિટલ પહોંચી હતી.
મુંબઈ પોલીસ અનુસાર, કરીના કપૂર તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરી રહી હતી. તેને પતિ સૈફ અલી ખાન પર હુમલાની ખબર પડી ત્યારે તે તેની બહેન કરિશ્મા સાથે પાર્ટીમાંથી સીધી લીલાવતી હોસ્પિટલ ગઈ હતી. અહીં તે ડોક્ટરો સાથે વાત કર્યા પછી સીધી તેના ઘરે પાછી ફરી હતી.
આ ઉપરાંત કરીના કપૂરે 15 જાન્યુઆરી, 2025 ની રાત્રે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે રિયા કપૂર અને સોનમ કપૂર સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદે ઘુસેલા હુમલાખોરે સૈફ પર ચાકુના 6 વાર કર્યા છે. આમાં કેટલાક ઘા ગંભીર છે. હાલ સૈફ ખતરાથી બહાર છે અને સારવાર ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
