Saif ali khan attack : સૈફ અલી ખાનના ઘરમાં કેમ ઘુસ્યો હતો ચોર? પોલીસ તપાસમાં ઘણા ચૌકાવનારા ખુલાસા

Saif ali khan attack Case : એક્ટર સૈફ અલી ખાન પર હુમલા કેસમાં મુંબઈ પોલીસ સતત એક્શનમાં છે. આ કેસમાં ઘણા ખુલાસા થયા છે.

અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે.

Saif ali khan

પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ઘણા ખુલાસા કર્યા છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપીનું મુખ્ય નામ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ છે અને તેની ઉંમર 30 વર્ષ છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી પાસે કોઈ ભારતીય દસ્તાવેજ નથી અને તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે. આરોપી 5-6 મહિના પહેલા જ મુંબઈ આવ્યો હતો અને હાઉસકીપિંગ એજન્સીમાં કામ કરતો હતો.

સૈફ અલી ખાન પર છરીથી હુમલા બાદ ઘરમાં ઘૂસવા પાછળનો આરોપીનો હેતુ શું હતો તે નક્કી કરવું મુશ્કેલ હતું. તે ચોરી કરવા ગયો હતો કે કોઈની હત્યા કરવા ગયો હતો તે અંગેની માહિતી હવે સામે આવી છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદાથી ઘુસ્યો હતો, તેને ખબર ન હતી કે તે જે ઘરમાં ચોરી કરવા જઈ રહ્યો છે તે બૉલીવુડ અભિનેતાનું ઘર છે.

જણાવી દઈએ કે, મુંબઈ પોલીસની 30 થી વધુ ટીમો સતત આરોપીને શોધી રહી હતી, ઘટનાના 72 કલાક બાદ આરોપીની ધરપકડ કરાઈ છે. હુમલાખોરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ધરપકડ બાદ પોલીસ હાલમાં હોસ્પિટલમાં દાખલ સૈફ અલી ખાનનું નિવેદન રેકોર્ડ કરશે.

જણાવી દઈએ કે, 15 જાન્યુઆરીએ 2 વાગે એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. અવાજ સાંભળીને જ્યારે સૈફ અને કરીના ત્યાં પહોંચ્યા તો આરોપીએ સૈફ અલી ખાન પર ચાકુથી છ વાર કર્યા. સૈફ હાલ લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને ખતરાથી બહાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X