Photos: છોટે નવાબ તૈમૂર અલી ખાનનો રોયલ હોલિડે!

સૈફ અલી ખાન અને કરીના કપૂર હાલ પોતાના પુત્ર તૈમૂર સાથે હોલિડે પર છે. આ હોલિડેના તૈમૂરના કેટલાક સુંદર ફોટોઝ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન પોતાના જન્મ પહેલાંથી જ સ્ટાર છે. તે સતત ચર્ચામાં રહે છે અને તેનો કોઇ પણ ફોટો ઇન્ટરનેટ પર આવતાં તુરંત જ વાયરલ થઇ જાય છે. હાલ સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂર સ્વિટઝર્લેન્ડમાં હોલિડેની મજા માણી રહ્યાં છે. આ સૈફના ફેમિલી હોલિડેના કેટલાક સુંદર ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થયાં છે અને એમાં નાનકડો તૈમૂર અત્યંત સુંદર લાગી રહ્યો છે.

છોટે નવાબનો રોયલ લૂક

છોટે નવાબનો રોયલ લૂક

આ ફેમિલી ફોટોમાં તૈમૂર અલી ખાનના સુંદર સ્મિતે તમામ ફેન્સનું મન જીતી લીધું છે. આ ફોટોમાં તૈમૂરને જોઇને લાગે છે, જાણે એને ખબર ના હોય કે તેનો આ ફોટો તમામ જગ્યાએ વાયરલ થનાર છે! 6 મહિનાનો નાનકડો તૈમૂર અત્યારથી જ સ્ટાર છે.

રોયલ હોલિડે

રોયલ હોલિડે

સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂર હાલ રોયલ હોલિડે પર છે. સ્વિસ એલ્પ્સ ખાતેના જીસ્તાદ રિસોર્ટમાં મજા માણી રહી રહ્યાં છે. આ ત્યાંના સૌથી રોયલ અને પ્રેસ્ટિજિયસ રિસોર્ટમાંનો એક છે.

તૈમૂરનો હોલિડે લૂક

તૈમૂરનો હોલિડે લૂક

તૈમૂર અલી ખાન જ્યાં પણ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. પિંકવિલા અનુસાર, આ અંગે કરીના કપૂરે ગર્વ પૂર્વક હસતાં હસતાં કહ્યું હતું કે, આ મારા અને સૈફના પુત્ર હોવાનો ફાયદો છે. હું તૈમૂરને હંમેશા લોકોથી છુપાવી તો ન જ શકું. તેણે આ જ વાતાવરણમાં મોટા થવાનું છે.

તૈમૂર અલી ખાન

તૈમૂર અલી ખાન

સૈફ અને કરીના તૈમૂર સાથે જ્યારે હોલિડે પર નીકળી રહ્યાં હતા ત્યારે પણ મુંબઇ એરપોર્ટ પરની તૈમૂરની તસવીરો લેવા માટે પડાપડી થઇ હતી. સૈફના ખોળામાં સૂતેલા તૈમૂરના અનેક ફોટા ચોતરફ વાયરલ થયા હતા.

એરપોર્ટ લૂક

એરપોર્ટ લૂક

છેલ્લા ઘણા સમયથી સેલિબ્રિટીઝનો એરપોર્ટ લૂક ચર્ચામાં રહે છે, પરંતુ અહીં તો સૈફ અને કરીના કરતાં તૈમૂરના એરપોર્ટ લૂક પર મીડિયાનું વધારે ધ્યાન હતું. કરીના કપૂરની પણ ફર્સ્ટ પ્રાયોરિટી હાલ તૈમૂર છે અને આ કારણે જ તે કોઇપણ ફિલ્મ સાઇન કરવાથી ડરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X