સૈફીનાના લગ્નમાં પ્રણવ દાને પણ આમંત્રણ

મુંબઈ, 8 ઑક્ટોબર : સાંભળો... સાંભળો... સાંભળો... એક મોટા સમાચાર આવી રહ્યાં છે. સાંભળવામાં આવ્યું છે કે બૉલીવુડના મોસ્ટ અવેટેડ મૅરેજ સૈફ-કરીનાના લગ્નનું આમંત્રણ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ આપવામાં આવ્યું છે. ટેલીવિઝન ચૅનલોની માનીએ તો પ્રણવ દાને મળવા સૈફ અલી ખાનના મમ્મી શર્મિલા ટાગોર ગયા હતાં. તેમણે રાષ્ટ્રપતિને પોતાના પુત્રના લગ્ન માટેનું આમંત્રણ આપ્યું.

Pranav Saif Kareena

આપને જણાવી દઇએ કે શર્મિલા કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડના પ્રમુખ છે અને આ હોદ્દાની રુએ જ તેમણે મહામહીમ રાષ્ટ્રપતિને પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું છે. એમ તો પ્રણવ દાએ શર્મિલાનું આમંત્રણ સ્વીકારી લીધું છે, પરંતુ તેઓ લગ્ન સમારંભમાં આવશે કે કેમ, આ અંગે અત્યારે કઈં કહી શકાય એમ નથી.

નોંધનીય છે કે સૈફ અને કરીના કપૂરના લગ્ન 16મી ઑક્ટોબરે થવાનાં છે. લગ્ન બાદ પટૌડી પૅલેસ ખાતે તેમના લગ્નની ઉજવણી કરવામાં આવશે કે જેમાં ફિલ્મ જગત, રમત-જગત અને રાજકારણની હસ્તીઓ પહોંચવાની છે. પરંતુ કપૂર ખાનદાન અને પટૌડી ખાનદાન બંનેમાંથી કોઈએ પણ આ અંગે સ્પષ્ટ રીતે મીડિયાને કઈં જણાવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X