અમર અકબર એન્થનીની રિમેકમાં જોવા મળશે ત્રણે ખાન!

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જો વાત કરવામાં આવે તો, તેમાં સૌથી પહેલા ત્રણ ખાન જ યાદ આવે . શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન. ઘણા સમયથી એવી વાતો ચાલી રહી છે કે ત્રણે ખાનને લઈ કોઈ એક ફિલ્મ બનાવવામાં આવે અને એક ફિલ્મમાં જ ત્રણે ખાન સાથે જોવા મળે. આ વાત બોલીવૂડ સાથે આ ખાન ત્રિપુટીના ચાહકો પણ ઇચ્છી રહ્યા છે, ત્યારે આ વાત વિશે જાણીતા નિર્દેશક સાજિદ ખાને પણ પોતાનો રસ દાખવ્યો હતો.

સાજિદ ખાન શું કરવા માગે છે?

સાજિદ ખાન શું કરવા માગે છે?

'હે બેબી' અને 'હાઉસ્ફુલ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર સાજિદ ખાન હવે ત્રણે ખાન સાથે 'અમર,અકબર અને એન્થની ની રિમેક બનાવવા માંગે છે. વધુ માં તેમણે કહ્યુ કે જૂની રિમેકમાં માત્ર એન્થની પર વધારે ભાર અપાયો છે, જ્યારે મારા બધા કિરદારોને હું યોગ્ય ન્યાય આપવા માંગુ છુ.

કેવી હશે ફિલ્મની વાર્તા ?

કેવી હશે ફિલ્મની વાર્તા ?

જ્યારે આપણે ત્રણે ખાનને લઈને ફિલ્મ બનાવા જઈ રહ્યા છીએ ત્યારે તેનો સૌથી મોટો મુદ્દો સ્ક્રિપ્ટનો આવે છે. બધા સ્ટાર્સને બરાબરનો રોલ આપવો થોડો અઘરુ બને છે. એક એવી કથાને શોધવી અને તે ત્રણે ખાનને પસંદ આવવી એ પણ જરૂરી બને છે, જે કામ મુશ્કેલ છે.

મોટુ બજેટ

મોટુ બજેટ

એક જ ફિલ્મમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન હોય એટલે ફિલ્મના બજેટની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જો નિર્દેશક ફિલ્મ બનાવવા માંગતા જ હોય તો તેમણે 300 કરોડ જેટલુ બજેટ તો રાખવુ જ પડશે.

આ ફિલ્મમાં માટે હિરોઈન કોણ?

આ ફિલ્મમાં માટે હિરોઈન કોણ?

એક તરફ મહિલા પર આધારિત ફિલ્મો આવી રહી છે. ત્યારે માત્ર ખાન સ્ટાડમ ફિલ્મોમાં કોઈ હિરોઈન કામ શા માટે કરશે ? અને જો હિરોઈન તૈયાર થઈ જાય તો ક્યા હિરો સાથે કોને કાસ્ટ કરવી એ પણ નિર્દેશક માટે મોટો પ્રશ્ન બની જાય.

ટાઈમ મેનેજમેન્ટ

ટાઈમ મેનેજમેન્ટ

બધા સ્ટાર એક સાથે ફ્રી હોય એવુ તો બનવુ ખૂબ જ મુશકેલ છે. ત્યારે ફિલ્મના શુટિંગનુ ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવુ ? તેની તારીખો અને શૂટિંગ ક્યારે શરૂ અને ક્યારે પૂરુ થાય એની ગોઠવણી કરવી અઘરી છે. તો સાચે ત્રણે ખાનને સાજિદ મનાવી લે છે કે પછી હજુ પણ આપણે રાહ જોવાની છે ? એ તો આવનારો સમય જ બતાવશે.

English summary
I would like to remake Amar Akbar Anthony with the three Khan, says director Sajid Khan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.