દબંગ ખાનના ઠુમકાંની કિંમત 3.5 કરોડ રુપિયા
મુંબઈ, 17 ફેબ્રુઆરી : બૉલીવુડના દબંગ ખાનના લગ્ન ભલે ન થયા હોય, પરંતુ બીજાઓના લગ્નમાં હાજરી આપવા માટે સલમાન ખાન ઉંચી કિંમત વસૂલે છે. તાજેતરમાં જ ચુલબુલ પાન્ડેએ મુંબઈમાં એક લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે 3.5 કરોડ રુપિયા લીધાં છે. હકીકતમાં આજકાલ બૉલીવુડ સ્ટાર્સને પોતાના શાહી સમારંભમાં નચાવવાની પ્રથા શરૂ થઈ છે. લગ્ન સમારંભને જાજરમાન બનાવવા માટે લોકો ફિલ્મી સ્ટાર્સને બોલાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દબંગ સલમાન ખાનને પણ દિલ્હીમાં એક લગ્ન સમારંભમમાં ભાગ લેવા માટે સાડા ત્રણ કરોડ રુપિયાની ઑફર કરાઈ છે. જોકે સૂત્રોએ આ અંગેની વિગતો આપવાનો ઇનકાર કર્યો. સૂત્રો મુજબ સમારંભભવ્ય હશે. તેમાં મોટી રકમો આપી બૉલીવુડ સ્ટાર્સને બોલાવાશે. પણ સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી સલમાન ખાને આ ઑફર સ્વીકારી નથી.
આ અગાઉ પણ કિંગ ખાન શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર જેવા કલાકારો ઉદ્યોગપતિઓના લગ્ન સમારંભમોમાં કરોડો રુપિયામાં ઠુમકાં લગાવતાં રહ્યાં છે, પરંતુ દબંગના સિતારાઓ બુલંદીએ છે, કારણ કે તેમની ફિલ્મો સતત સફળ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
