ના કેટરીના, ના ઉર્વશી, સલમાનની બર્થ ડે પાર્ટીમાં આ છવાઇ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાનો 51મો જન્મદિવસ પનવેલ ખાતેના ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કર્યો. આ શાનજાર પાર્ટીમાં સલમાનના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સલમાન ખાને પોતાના નાનકડા ભાણા આહિલ ખાન સાથે મળીને કેક કાપી હતી.

આ સેલિબ્રેશનમાં સલમાનની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂર પણ હાજર રહી હતી. કેક કાપતી વખતે તે સલમાનની બાજુમાં જ ઊભી હતી. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના બિપાશા બાસુ અને રેમો ડિસૂઝા જેવા ચહેરાઓ અહીં જોવા મળ્યા હતા.

આહિલ સાથે સલમાન ખાન

આહિલ સાથે સલમાન ખાન

સલમાન ખાનને બહેન અર્પિતા અને આહિલ કેટલા વ્હાલાં છે, એ સૌને ખબર છે. કેક કાપતા સલમાનની બાજુમાં જ્યારે આહિલને લાવવમાં આવ્યો તે સલમાનની નજર આહિલ પર જ હતી.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

સલમાન ખાનની મિત્રતા અને દુશ્મનીની અનેક લોકકથાઓ બોલિવૂડમાં પ્રચલિત છે. આ પાર્ટીમાં સલમાનની બોલિવૂડ ફ્રેન્ડ બિપાશા બાસુ પણ જોવા મળી હતી.

લૂલિયા વંતૂર

લૂલિયા વંતૂર

સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયા વેન્તૂર પણ આ પાર્ટીમાં હાજર રહી હતી, તે સલમાન અને તેના નજીકના ઓલ્ડ એજ મિત્રો સાથે કંઇક આ રીતે પોઝ આફતી જોવા મળી હતી.

કેક કટિંગ

કેક કટિંગ

સલમાન ખાને પોતાના ભાણા આહિલ સાથે મળીને કેક કાપી હતી. સલમાન ખાને આ વર્ષે પોતાનો 51મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે.

ના ઉર્વશી, ના કેટરીના

ના ઉર્વશી, ના કેટરીના

સલમાન ખાનના આ મિડ નાઇટ બર્થ ડે સેલિબ્રેશનમાં ક્યાંય ઉર્વશી કે કેટરીના નજરે નહોતી પડી, તમામ ફોટોઝમાં લૂલિયા જ છવાયેલી રહી છે. રણબીર સાથેના બ્રેક અપ બાદ સલમાન અને કેટરીનાની મિત્રતા ફરીથી પાકી થઇ છે તો બીજી બાજુ ઉર્વશી રૌતેલા ગયા વર્ષે સલમાનની બર્થ ડે પાર્ટીમાં તમામ ફોટોઝમાં જોવા મળી હતી. પરંતુ આ વર્ષે ભાઇજાનની બર્થ ડે પાર્ટીમાં આ બેમાંથી કોઇ જોવા ન મળ્યું.

English summary
Salman Khan celebrates his 51st birthday today at his Panvel farmhouse, see pics.
Please Wait while comments are loading...