Happy Bechelor's Day : સલમાનની આ વસ્તુઓ માટે મ્યુઝિયમ બની શકે!

મુંબઈ, 27 ડિસેમ્બર : સલમાન ખાન આ દેશની દરેક કુંવારી યુવતીનો વારસો છે. વિશ્વાસ ન થતો હોય, તો સલમાનનું સ્વયંવર રચી જુઓ. દેશમાં રમખાણો ન વકરી જાય, તો કહેજો. 27મી ડિસેમ્બરે સલમાન ખાન પોતાનો 49મો જન્મ દિવસ શું સેલિબ્રેટ કરી રહ્યા છે, એવું લાગે છે કે ટ્વિટર અને ફેસબુક ક્રૅશ થઈ જશે.

તો અમે પણ વિચાર્યું કે કેમ ના તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય અવિવાહિત દિવસ જ જાહેર કરી દેવામાં આવે. હવે ભાઈ... ભાઈનો બર્થ ડે છે... કોઈ નાની-સૂની વાત તો છે નહીં. તો અમે શોધી સલમાન સાથે જોડાયેલી તેવી વસ્તુઓ કે જેની ઉપર સલમાનનું લેબલ છે. તે વસ્તુઓ પર કોઈ બીજો હક ન જતાવી શકે, પણ એવી ચીજો એટલી બધી છે કે તેમનું આખુ મ્યુઝિયમ બનાવવું પડી શકે.

સ્લાઇડરમાં તમે પણ જોઈ લ્યો :

મૅંડોલિન

મૅંડોલિન

કંઇક યાદ આવ્યું? હા જી. મૅંડોલીન તો ભાઈ સલમાનનું જ હતું, છે અને રહેશે. શાહરુખ ઇચ્છે તો કાઊબેલથી કામ ચલાવી લે, પણ નિસા રેગા રેસા... કરતા-કરતા સલમાન જેટલા હૅન્ડસમ લાગે છે, તેટલું કોઈ ન લાગી શકે.

બ્રેસલેટ

બ્રેસલેટ

ભાઈ અને તેમનું બ્રેસલેટ. જોકે આ બ્રેસલેટ એટલુ ફૅમસ થઈ ગયું કે સલમાનના દરેક ફૅન પાસે તે મળે જ. મારકેટમાં તે દરેક કિંમતમાં મળી જશે. તો જો આપ તેને સલમાનના ફૅનનો ઠપ્પો લગાવવા માટે પહેરતા હોવ, તો ઠીક છે, પણ જો ભાઈની કૉપી કરતા હોવ, તો આપને બતાવી દઇએ કે માત્ર બ્રેસલેટ પહેરવાથી કોઈ સલમાન ખાન નથી બની જતું.

ઉલ્ટા ચશ્મા

ઉલ્ટા ચશ્મા

આ દબંગ ચશ્માને સલમાને એટલી સ્ટાઇલ સાથે ઉંધા પહેર્યા કે જે રીતે રજનીકાંત કોઇક જમાનામાં તેને ફેરવીને પહેરતા હતાં. ખેર, ઉંધા ચશ્મા પહેરવાથી પણ કોઈ દબંગ ન બની શકે.

ટૉવેલ

ટૉવેલ

સલમાનના ટૉવેલ ડાન્સ સ્ટેપ અને આ ટૉવેલ બંને જ મ્યુઝિયમમાં રાખી દેવા જોઇએ. ભાઈ, રોજેરોજ આવા સ્ટેપનું આવિષ્કાર ન થઈ શકે. રણબીર કપૂર ટૉવેલ પાડીને પણ તે ન કરી શક્યાં કે જે સલમાને ટૉવેલ સાથે કરી દીધું.

જીપ

જીપ

કોઈ પણ છોકરો કોઈ પણ હૅપ્પનિંગ હશે, તેની પાસે આવી મસ્ત જીપ તો નહીં જ હોય. જરા વિચારો પોતે સ્ટાઇલ કરેલી જીપ... છોકરી તો એમ જ ફ્લૅટ થઈ જાય આવી જીપ ઉપર.

બીઇંગ હ્યૂમન ટી શર્ટ

બીઇંગ હ્યૂમન ટી શર્ટ

જો આપ પોતાને સલમાનના ફૅન કહેતા હોવ અને આપની પાસે બીઇંગ હ્યૂમનની ઓરિજનલ ટી શર્ટ ન હોય, તો આપ ખાક ફૅન છો? આ પણ એક એવી વસ્તુ છે કે જેને સલમાનના મ્યુઝિયમમાં જગ્યા મળશે.

ઘડિયાળ

ઘડિયાળ

સલમાનને ઘડિયાળનો બહુ શોખ છે અને તેમના ઘડિયાળ કલેક્શન પર ક્યારેક ગોર કરશો, તો મોંમાં આંગળા નાંખી જશો. તેમને ઘડિયાળો એટલી બધી પસંદ છે કે તેમની ઘડિયાળોનું અલગથી મ્યુઝિયમ ખોલી શકાય તેમ છે.

ગિલોડ

ગિલોડ

કોઈ સલમાન ખાન પાસે જઈને શીખે કે ગિલોડ મારીને પણ છોકરીને ફ્લૅટ કરી શકાય છે...

પેંટિંગ

પેંટિંગ

હવે મ્યુઝિયમ બનશે, તો સલમાનનું પર્સનલ ટચ તો આપવું જ પડશે ને. તેવામાં કામે લાગશે સલમાનની પેંટિંગ્સ કે જેને તેઓ પૂરા મનથી બનાવે છે. સલમાન પેંટર છે, તે પણ જો આપને ખબર ન હોય, તો પોતાનું જીકે વધારો ભાઈ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X