સલમાન-શાહરુખને નજીક લાવશે નવું વર્ષ

મુંબઈ, 1 જાન્યુઆરી : નવા વર્ષે લોકો કેટલાંક નવા સંબંધોની શરુઆત કરે છે અને કેટલાંક જૂના સંબંધોમાં નવાપણું લાવવાનો પ્રયત્ન કરે છે. બૉલીવુડમાં પણ કેટલાંક નવા સંબંધોની શરુઆત થતી દેખાય છે અને કેટલાંક જૂના સંબંધોમાં સુધારો થતો પણ નજરે પડે છે. અમે વાત કરીએ છીએ બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં રહેતા બે ખાનો શાહરુખ અને સલમાન વિશે. આ બંને વચ્ચેની ખીણ ભરવી તો સાચે જ મુશ્કેલ થઈ ગઈ છે, પરંતુ આ ખીણમાં એમ લાગે છે કે 2013 મહદઅંશે પુરાણ કરશે. વર્ષ 2012 ખતમ થતાં-થતાં અનેક એવી વાતો થઈ કે જે જોઈને કંઇક એવો અનુભવ થયો કે બંને ખાનોના દિલોમાં વ્યાપ્ત ગેરસમજ થોડીક ઓછી થઈ રહી છે.

Salman-Shahrukh

તાજેતરમાં બિગ બૉસ 6ના એક એપિસોડમાં સલમાન ખાને બિગ બૉસના ઘરના સભ્ય ઇમામ સિદ્દીકી ઉપર રોષ વ્યક્ત કરતાં શાહરુખ ખાનના વખાણ કર્યાં. ઇમામે સૌની સામે કહ્યુ હતું કે તેમણે શાહરુખ અને પ્રીતિ ઝિંટાને એક એડ માટે કાસ્ટ કર્યા હતાં અને ત્યારથી જ તેઓ એટલા મોટા સ્ટાર છે, તો સલમાન ખાને ઇમામને ફટકારતાં જણાવ્યું કે શાહરુખ ખાન આજે જે પણ છે, તેઓ પોતાના બળે અને પોતાના ફૅન્સના પ્રેમના કારણે છે.

ગઈકાલે રાત્રે એટલે કે 31મી ડિસેમ્બરની રાત્રે બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ દરમિયાન જ્યારે સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગરને બેસ્ટ થ્રિલર ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો, તો શાહરુખ ખાને તાળીઓ વગાડી અને ખુશી જાહેર કરી. સાથે જ ગત વર્ષે એમ પણ સમાચાર આવ્યા હતાં કે શાહરુખે સલમાનની તાજેતરમાં રિલીઝ થયેલ દબંગ 2 ફિલ્મ પોતાના ઘરે પત્ની ગૌરી સાથે જોઈ. હવે આ ધુમાડો ઉઠ્યો છે, તો આગ તો ક્યાંકને ક્યાંક લાગી જ હશે. વગર વાતે આટલી બાબતો થતી નથી. આપણે આશા સેવીએ કે વર્ષ 2013માં શાહરુખ અને સલમાન એક સાથ ગીત ગાય ... તેરા હોને લગા હૂં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X