Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: કેટરિનાની Oops મોમેન્ટને આ રીતે સાચવી લીધી સલમાને..

આઇફા 2017ની પ્રેસ કોન્ફરન્સના સલમાન અને કેટરિનાની ગાઢ મિત્રતાનો પુરાવો આપતા બે વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.

આઇફા એવોર્ડ 2017ની પ્રેસ કોન્ફરન્સ મુંબઇમાં યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં સલમાન અને કેટરિના કઇંક એવા અંદાજમાં જોવા મળ્યા કે લોકો હજુ પણ આ પ્રેસ કોન્ફરન્સની જ વાતો કરી રહ્યાં છે.

પ્રેસ કોન્ફરન્સમાં કેટરિના ખૂબ ખુશ મિજાજમાં જોવા મળી હતી અને તેણે ઓપનલી સલમાન સાથે ફ્લર્ટ કર્યું હતું. સલમાન અને કેટની ગાઢ મિત્રતા દર્શાવતા આ પ્રેસ મીટના બે વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

સલમાનની નજર કેટ પર

સલમાનની નજર કેટ પર

સલમાન ખાન આ પ્રેસ કોન્ફરન્સમાં સતત કેટરિના સામે જોતા ઝડપાયા હતા. કેટરિના ખૂબ ખુશ મિજાજમાં હતી અને સલમાનની નજર જાણે કેટ પરથી ખસતી જ નહોતી. સલમાનને જ્યારે પૂછવામાં આવ્યું કે તોઓ આલિયા સાથે ક્યારે કામ કરશે, તો કેટરિનાએ વચ્ચે ઝંપલાવતાં કહ્યું કે, 'આલિયાને વરુણ સાથે રહેવા દો અને સલમાનને મારા માટે છોડી દીધો.' શું રણબીર સાથેના બ્રેકઅપ બાદ હવે કેટરિના અને સલમાન ફરી એકવાર સાથે થઇ ગયા છે?

કેટરિનાની Oops મોમેન્ટ

આ પ્રેસ મીટમાં કેટરિના ખૂબ નાન ડ્રેસમાં પહોંચી હતી. કદાચ આ કારણે પણ સલમાન કેટ પર પૂરી નજર રાખી રહ્યા હતા. કેટરિનાનો ડ્રેસ સહેજ આમ-તેમ થતા સલમાને તરત તેને ઇશારો કર્યો હતો. સલમાનનો ઇશારો સમજી કેટરિનાએ પણ પાછળ ફરી પોતાનો ડ્રેસ સાચવી લીધો હતો.

કેટરિના કરી રહી છે કન્ફ્યૂઝ?

જે બીજો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, એમાં કેટરિના, સલમાન અને આલિયા ભટ્ટ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપતા નજરે પડે છે. આ દરમિયાન સલમાનની બાજુમાં ઊભેલ કેટરિનાએ સલમાનને આલિયાની કમરે હાથ મુકવા જણાવ્યું હતું. સલમાન હજુ કંઇ કહે એ પહેલાં જ કેટરિનાએ આગળ જઇ સલમાનનો હાથ આલિયાની કમર પર મૂકી દીધો હતો.

રીમા લાગૂને શ્રદ્ધાંજલિ

રીમા લાગૂને શ્રદ્ધાંજલિ

આ વખતે આઇફા 2017માં સલમાન રીમા લાગૂને શ્રદ્ધાંજલિ આપવાના હોવાના પણ સમાચાર છે. 18 મેના રોજ અચાનક આવેલ હાર્ટ અટેકમાં રીમા લાગૂનું નિધન થયું હતું. રીમાએ 8 ફિલ્મોમાં સલમાનની માતાનો રોલ ભજવ્યો છે. આ અંગે વાત કરતાં સલમાને કહ્યું હતું કે, રીમાજીએ ઘણી ફિલ્મોમાં મારી માતાનું પાત્ર ભજવ્યું છે. મેંને પ્યાર કિયાથી શરૂઆત થઇ હતી, તેઓ મારા ખૂબ સારા મિત્ર હતા. મને એવું લાગે છે, જાણે મેં મારી ઓનસ્ક્રિન માતાને ગુમાવી દીધી હોય. મને ખૂબ દુઃખ છે, છેલ્લા 6 મહિનામાં મેં મારા અત્યંત ખાસ અને પ્રિય વ્યક્તિ રીમા લાગૂ, વિનોદ ખન્ના અને ઓમ પુરીને ગુમાવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X