Jai Ho Trailer : પર્સનલ સવાલો પર ભડક્યો દબંગ!
મુંબઈ, 13 ડિસેમ્બર : સલમાન ખાનની પ્રેસ કૉન્ફરંસ હોય અને તે દરમિયાન સલમાનને મીડિયાના ફાલતૂ સવાલોનો સામનો ન કરવો પડે, એવુ કેમ બની શકે? સલમાન ખાન ભલે કેટલીય કોશિશ કરે, પણ મીડિયાના સવાલો તેમને હેરાન કરી જ નાંખે છે.
ગઈકાલે રાત્રે જ્યારે સલમાને પોતાની ફિલ્મ જય હોનું થિયેટરિકલ ટ્રેલર લૉન્ચ કર્યું, તો મીડિયા સાથે જ સલમાનના ફૅન્સ પણ ચંદન સિનેમા હૉલમાં હાજર હતાં. સૌની હાજરીમાં જ સલમાને પોતાની ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું અને સાથે જ મીડિયાના સવાલોના જવાબો પણ આપ્યાં, પરંતુ સલમાન ખાનને ફરી એવા કેટલાક પ્રશ્નો કરી લેવાયા કે જેથી સલમાનનું મૂડ ઑફ થઈ ગયું. સલમાને તમામ સવાલોના જવાબ ખૂબ જ સરળતાપૂર્વક અને ડીટેલમાં આપ્યાં.
સલમાને શાહરુખ ખાન અને આમિર ખાનની ફિલ્મો સાથે તેમની ફિલ્મની સરખામણીના સવાલના જવાબ આપ્યાં અને જણાવ્યું કે તેઓ કોઈના રેકૉર્ડ્સ તોડવા ફિલ્મો નથી બનાવતાં. તેઓ માત્ર પોતાના ફૅન્સને દિલોને સ્પર્શવા ફિલ્મો બનાવે છે. પછી સલમાન ખાનને વારાફરતી સવાલો કરાયાં, પણ આવા સવાલો જેમ પર્સનલ થતા ગયા અને સલમાન ખાન સીરિયસ થતા ગયાં.
સલમાને પહેલા તો કેટલાંક સવાલોના જવાબ હસીને આપ્યાં, પણ આખરે તેમણે મીડિયાને જણાવી દીધું કે તેમનો એટલે કે મીડિયાનો ઉછેર જ એવો હોય છે. આ જ સાચા જર્નલિસ્ટની નિશાની છે. સલમાનના ગુસ્સાથી સૌ વાકેફ છે. તેથી સલમાનને પ્રશ્ન કરતા પહેલા લોકો દસ વાર વિચારે છે, પણ તાજેતરમાં કરણ જૌહરના કૉફી વિથ કરણ શો દરમિયાન સલમાન ખાન જેટલું ખુલીને બોલ્યાં, તેથી મીડિયાને લાગ્યું કે તેઓ પણ સલમાનને કેટલાંક આવા સવાલો કરી શકે છે, પણ સલમાન ખાન તો નારાજ થઈ ગયાં.

ચંદન થિયેટરમાં જય હોનું ટ્રેલર લૉન્ચ
મુંબઈના ચંદન સિનેમા હૉલમાં પોતાના ફૅન્સ સાથે સલમાન ખાને જય હો ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું. સલમાન ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે પોતાના ફૅન્સના અભિપ્રાય જાણવા માંગતા હતાં. ફૅન્સ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં.

આંખોમાં આંસૂ
સલમાનને મહિલા સુરક્ષા અંગે સવાલો કરાયાં. તેમને નિર્ભયા અંગે અભિપ્રાય પૂછાયો. સલમાને કોઈ જવાબ નહીં આપ્યો, પણ એક મીડિયા પર્સને જણાવ્યું કે સલમાનની આંખોમાં તેમણે આંસૂ જોયાં. સલમાને કૉમેંટ કરતાં જણાવ્યું કે આપને એટલી દૂરથી મારા આંસૂ કેવી રીતે દેખાયાં.

લગ્ન અંગે ફ્લૅટ રિએક્શન
રિપોર્ટર્સે સલમાનને એ જ ચીલાચાલુ પ્રશ્ન કર્યો કે તેઓ લગ્ન અંગે ક્યારે વિચારશે? સલમાને સ્મિત સાથે જણાવ્યું કે આ આંટી એક નવો પ્રશ્ન લઈ આવ્યાં છે. આ ખૂબ જ અનોખો અને લીક સે હટકે પ્રશ્ન છે. તેનો જવાબ કોણ આપશે?

સલમાનની પણ સિસ્ટર ઇન લૉ
સલમાનને વધુ એક પ્રશ્ન કરાયો કે કૉફી વિથ કરણ શોના બીજા એપિસોડમાં કરીના કપૂર અને રણબીર કપૂર આવ્યા અને કરીનાએ કૅટરીના કૈફને પોતાના સિસ્ટર ઇન લૉ કહ્યાં, તો સલમાને જવાબ આપ્યો કે જો તે કરીનાની સિસ્ટર ઇન લૉ છે, તો મારી પણ તો થઈ.

આ જ જર્નલિસ્ટનો ઉછેર છે
પછી સલમાને ફરી પૂછાયું, તો તેમણે જણાવ્યું - આ આપનો ઉછેર છે. આપ ટિપિકલ મીડિય પર્સન છો. સલમાને એમ પણ જણાવ્યું કે આપ સૌની અંદર કોઈ શરમ કે સંસ્કાર નથી.
જય હોનું ટ્રેલર
માણો જય હો ફિલ્મનું ટ્રેલર.












Click it and Unblock the Notifications
