સલમાન ખાન B'Day: મીડિયા સાથે ભાઈજાને કાપી કેક, પાર્ટીમાં કેટરીના પણ શામેલ

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન આજે 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. સલમાન પોતાના પનવેલ ફાર્મ હાઉસમાં જન્મદિવસ મનાવી રહ્યા છે.

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન આજે 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. સલમાન પોતાના પનવેલ ફાર્મ હાઉસમાં જન્મદિવસ મનાવી રહ્યા છે જ્યાં મોડી રાતે મીડિયા તેમને શુભેચ્છા પાઠવવા પહોંચી ગયુ. ભાઈજાને પણ પોતાના ચાહકોને નિરાશ ન કર્યા અને મીડિયા સામે જ જન્મદિવસની કેક કાપી. બોલિવુડ સ્ટાર્સ પણ સલમાન ખાનનો જન્મદિવસ મનાવવા પનવેલ પહોંચી ગયા. સલમાન ખાન બોલિવુડના એ સુપરસ્ટાર્સમાંના એક છે જેમની ફેન ફોલોઈંગ ખૂબ તગડી છે. માત્ર છોકરીઓ જ નહિ પરંતુ છોકરાઓ પણ ભાઈજાન માટે ક્રેઝી છે. બધા સલમાનના જન્મદિવસની આતુરતાથી રાહ જોઈ રહે છે. સલમાન દર વર્ષે પોતાનો જન્મદિવસ પનવેલ ફાર્મહાઉસ પર જ મનાવે છે.

સલમાન ખાનની પાર્ટીમાં ખૂબ ધમાલ

સલમાન ખાનની પાર્ટીમાં ખૂબ ધમાલ

કેટરીના કૈફ, અનિલ કપૂર, સોનાક્ષી સિન્હા, જહીર ઈકબાલ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ રાતે જ સલમાન ખાનને શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા હતા. એમાં કોઈ શક નથી કે આજે સલમાન ખાનની પાર્ટીમાં ખૂબ ધમાલ થવાની છે. નીચે જુઓ ફોટા -

કેટરીના કૈફ

કેટરીના કૈફ

સલમાન ખાનના ફાર્મહાઉસ પર જતી કેટરીના કૈફ. સલમાન-કેટરીના વર્ષોથી સારા દોસ્ત છે. વળી, કેટરીના ખાન પરિવારથી પણ ઘણી નજીક માનવામાં આવે છે.

કૃતિ સેનન

કૃતિ સેનન

અભિનેત્રી કૃતિ સેનન પણ સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ પહોંચી ગઈ.

મૌની રૉય

મૌની રૉય

ગોલ્ડ એક્ટ્રેસ મૌની રૉય પણ સલમાન ખાનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા પનવેલ પહોંચી.

અનિલ કપૂર

અનિલ કપૂર

સલમાન ખાનના દોસ્ત સુપરસ્ટાર અનિલ કપૂર પણ રાતે પનવેલ પહોંચી ગયા. તમને જણાવી દઈએ કે 24 ડિસેમ્બરે અનિલ કપૂરે પણ ધામધૂમથી પોતાનો 62મો જન્મદિવસ મનાવ્યો હતો.

સોહેલ ખાન

સોહેલ ખાન

સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન પણ જન્મદિવસના સેલિબ્રેશમાં શામેલ થવા પહોંચી ગયા હતા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પણ ભાઈજાનના જન્મદિવસની પાર્ટીમાં શામેલ થઈ.

સલમાન ખાન

સલમાન ખાન

અમારા તરફથી પણ બોલિવુડની જાન... સલમાન ખાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X