Acharya- સાઉથની આ ફિલ્મમાં જોવા મલશે સલમાન ખાન? ચિરંજીવી સાથે તગડો ધમાકો
Acharya- સાઉથની આ ફિલ્મમાં જોવા મલશે સલમાન ખાન? ચિરંજીવી સાથે તગડો ધમાકો
સુપરસ્ટાર સલમાન ખાન હાલ સતત ડોનેશન આપી રહ્યા છે અને એક બાદ એક તેમના વીડિયો સામે આવી રહ્યા છે. પરંતુ હાલ જે સમાચાર વાયરલ થઈ રહ્યા છે તે સાંભળી સલમાન ભાઈના ફેન્સને ખુશી થવાની સાથે જ ઝાટકો પણ લાગી શકે છે. અહેવાલો મુજબ સુપરસ્ટાર એક સાઉથની ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યા છે જેના લીડ રોલમાં ચિરંજીવી જોવા મળનાર છે. આ ફિલ્મનું નામ આચાર્ય હશે.
જણાવી દઈએ કે સલમાન કાન આ ફિલ્મમાં એક સ્પેશિયલ રોલ નિભાવવા જઈ રહ્યા છે જેનું નામ પૃથ્વીરાજ હશે, આ અહેવાલ સાચા છેતો નિશ્ચિત જ એક મોટો ધમાકો આ તેલુગૂ ફિલ્મ સાથે થનાર છે. જો કે આ ફિલ્મને લઈ હજી કોઈપણ પ્રકારનું સત્તાવાર એલાન થયું નથી.

દોસ્ત છે
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન.. ચિરંજીવીના ઘણા સારા મિત્ર ચે અને તેના પરિવારની નજીક પણ છે. કોઈને કોઈ અવસર પર બંને સાથે જોવા મળતા હોય છે.

રોલ ઓછો કરતા હોય છે
ઘણીવાર જોવામાં આવ્યું કે સલમાન ખાન કોઈપણ ફિલ્મના સ્પેશિયલ રોલ કેમના નિભાવે પરંતુ તેઓ દોસ્તી માટે કંઈપણ કરી દે છે.

મલયાલમ ફિલ્મની રીમેક
આચાર્ય એક મલયાલમ ફિલ્મ છે જેની રીમેક તેલુગૂમાં બનાવવામાં આવી રહી છે. સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે લૉકડાઉન શરૂ થતા પહેલા ફિલ્મ રાધેને લઈ ઘણા ચર્ચામાં આવ્યા હતા.

રિલીઝ નહિ થાય રાધે?
રાધે યોર મોસ્ટ વોંટેડ ભાઈ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવાની હતી પરંતુ હવે કદાચ જ શક્ય થઈ શકશે. ફેન્સ માટે આ ખરાબ સમાચાર છે.

ઘણી વધુ મહેનત
આ ફિલ્મ માટે સલમાન ખાને ઘણી મહેનત કરી ચે અને ફિલ્મને ધમાકેદાર બનાવી છે. આ ફિલ્મને પ્રભુદેવાએ નિર્દેશિત કરી છે.

બકરી ઈદ પર રિલીઝ
થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે આ ફિલ્મને પ્રોત્સાહન આપી સલમાન ખાન બકરી ઈદ પર રિલીઝ કરી શકે છે. આવું થશે તો તગડો ધમાકો થશે.

લીડ સ્ટાર્સ
આ ફિલ્મમાં તેમની સાથે લીડ રોલમાં અભિનેત્રી દિશા પટાની, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા જેવા કલાકાર જોવા મળનાર છે.












Click it and Unblock the Notifications
