Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાનૂ મંડલને 55 લાખનુ ઘર ગિફ્ટ કરવા અંગે છેવટે સલમાન ખાને તોડ્યુ મૌન

સમાચાર આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે બોલિવુડના ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખનુ ઘર ગિફ્ટ કર્યુ છે. આવો જાણીએ ખુદ સલમાન ખાને આના પર શું કહ્યુ છે.

ક્યારેક રેલવે સ્ટેશન પર ગીત ગઈને ગુજરાન ચલાવતી રાનૂ મંડલ આજે કોઈના પરિચયની મોહતાજ નથી. પોતાના એક ગીતના કારણે નવા સિંગિંગ સેન્સેશન બનીને ઉભરેલી રાનૂ મંડલ હવે ફિલ્મોમાં પણ એન્ટ્રી કરી લીધી છે. રાનીને સિંગર અને કમ્પોઝર હિમેશ રેશમિયાએ જ્યારથી પોતાની ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો છે ત્યારથી તેની સાથે જોડાયેલી વાતો સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા જ એક એવા સમાચાર આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે બોલિવુડના ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખનુ ઘર ગિફ્ટ કર્યુ છે. આવો જાણીએ ખુદ સલમાન ખાને આના પર શું કહ્યુ છે.

આ સમાચાર ખોટા છે, સલમાનનો જવાબ

આ સમાચાર ખોટા છે, સલમાનનો જવાબ

રાનૂ મંડલને 55 લાખ રૂપિયાનો ફ્લોટ આપવાની વાત દરેકની જીભ પર હતી. જો કે રાનૂ મંડલના મેનેજર આ સમાચારોને ફગાવી દીધા હતા. વળી, હવે સલમાન ખાને ખુદે જણાવ્યુ કે તેમણે રાનૂ મંડલને કંઈ પણ ગિફ્ટ આપ્યુ નથી. સલમાન ખાનને જ્યારે આના વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે બૉમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યુ કે, ‘આ સમાચાર ખોટા છે. મે પણ આ સમાચાર સાંભળ્યા છે. જ્યારે મે કંઈ કર્યુ જ નથી તો હું આની ક્રેડિટ ન લઈ શકુ, મે આવુ કંઈ નથી કર્યુ.' તમને જણાવી દઈએ કે સલમાન પોતાની આગામી ફિલ્મ ‘દબંગ 3'માં જોવા મળશે જેના નિર્દેશક પ્રભુ દેવા છે.

રાનૂ મંડલે પણ કર્યો હતો ઈનકાર

રાનૂ મંડલે પણ કર્યો હતો ઈનકાર

આના પહેલા ખુદ રાનૂ મંડલે સલમાન ખાન દ્વારા 55 લાખનો ફ્લોટ આપવાના સમાચારોનું ખંડન કર્યુ હતુ. રાનૂ મંડલે કહ્યુ હતુ, ‘જી ના, કારણકે જો તે મને ઘર આપતા તો બધાની સામે મને રજૂ કરતા. તે કહેતા કે હા, મે રાનૂ મંડલને ઘર આપ્યુ છે કે પછી ફ્રેન્ડ્સને ઘર આપ્યુ. એનો અર્થ કે કંઈક તો બોલીને એલાન કરતાને. જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તો ઠીક નથી ને.'

રાનૂ મંડલે નહોતી માંગી મદદ

રાનૂ મંડલે નહોતી માંગી મદદ

વળી, રાનૂ મંડલને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તેમણે ફિલ્મોમાં ગીત ગાવા માટે સલમાન ખાન પાસે કોઈ મદદ માંગી હતી? આના પર તેમણે જવાબ આપ્યો હતો, ‘જી ના, મે કોઈને નથી કહ્યુ તો તેમને (સલમાન ખાન) ને કહેવાનુ તો બહુ દૂરની વાત છે. મે હિમેશ રેશમિયાને પણ નહોતુ કહ્યુ. તેમણે મને સુપરસ્ટાર સિંગરમાં ગાતા સાંભળી, પછી મને ગાવાનો મોકો આપ્યો. હું તેમનો આભાર માનુ છુ કારણકે તે મને ભગવાન રૂપે મળ્યા.'

રાનૂ મંડલે હિમેશની ફિલ્મમાં ગીત ગાયુ

રાનૂ મંડલે હિમેશની ફિલ્મમાં ગીત ગાયુ

તમને જણાવી દઈએ કે રાનૂ મંડલની ગીત ‘તેરી મેરી કહાની' રિલીઝ થવા સાથે જ ઝડપથી વાયરલ થયુ છે. તેમનુ આ ગીત હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનુ છે જેમાં તેમની સાથે હિમેશે પણ અવાજ આપ્યો છે. ગીત રિલીઝ થવા સાથે જ યુ-ટ્યુબ પર ટૉપ ટ્રેંડિંગમાં શામેલ થઈ ગયુ. એટલુ જ નહિ આ ગીતના રિલીઝ દરમિયાન રાનૂ મંડલે ફિલ્મમાં પહેલી વાર ગીતની ઑફર મળવા પર હિમેશ રેશમિયાને અભિનંદન પાઠવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X