બૉલીવુડના ટાઇગર છે સલમાન, ટોળામાં નથી રહેતાં
મુંબઈ, 8 જાન્યુઆરી : એક કહેવત તો આપે સાંભળી જ હશે કે શિયાળો કાયમ ટોળામાં જ ચાલે છે, પરંતુ સિંહ કાયમ એકલા જ શિકાર કરે છે. કંઈક એવો જ હાલ છે આપણાં બૉલીવુડના ટાઇગર એટલે કે સલમાન ખાનનો.

તાજેતરમાં સલમાન ખાનનું એક નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું કે બૉલીવુડમાં જૂથબંધી નથી હોતી. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ કાયમ પોતાના કામ સાથે નિસ્બત રાખે છે. કોઈ પણ પ્રકારના જૂથવાદમાં શામેલ થતા નથી. પછી સલમાને એમ પણ જણાવ્યું કે શાહરુખ ખાન અને તેમના વચ્ચે કોઈ પણ પ્રકારની કોઈ દુશ્મની નથી અને શાહરુખના નજીકના લોકો સાથે તેઓ કોઈ પણ પ્રકારની નિકટતા નથી વધારી રહ્યાં.
શાહરુખ ખાન અને તેમના મિત્ર અર્જુન રામપાલ વચ્ચે વધેલા અંતર અંગે તો સૌને ખબર જ હશે, પરંતુ સલમાને ફરી પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમને નથી લાગતું કે અર્જન રામપાલ તેમના નજીકના છે. સલમાને જણાવ્યું કે જે કોઈ તેમની પાસે આવે, તેમની સાથે તેઓ સારી રીતે વાત કરે છે અને મળે છે. પોતાના કામ સાથે મતલબ રાખે છે અને કોઈ પણ પ્રકારનું જૂથવાદ નથી કરતાં.
એમ પણ સલમાન સાથે કામ કરનારાઓનું કહેવું છે કે સલમાન જેટલું જૉલી નેચરના સ્ક્રીન ઉપર દેખાય છે. હકીકતમાં તેઓ એવા છે નહીં. સેટ પર પોતાનું કામ ખતમ કર્યા બાદ તેઓ ચુપચાપ જતાં રહે છે. કોઈની સાથે વધારે વાત નથી કરતાં. હવે સલમાન ખાન છે પણ આપણાં ટાઇગર. તેઓ ભલા ટોળામાં કઈ રીતે ચાલી શકે? તેઓ તો પોતાનો શિકાર એકલાં જ કરે છે. તેમને કોઈના સહારાની કોઈ જરૂર નથી અને અમને લાગે છે કે તેમની આ વાતથી સૌ કોઈ સંમત પણ હશે.












Click it and Unblock the Notifications
