ફૅરનેસ ક્રીમની જાહેરાતમાં સલમાન ખાન, પણ કેમ?

મુંબઈ, 2 માર્ચ : અત્યાર સુધી ટેલીવિઝન જાહેરાતોમાં ગોરા બનવા માટે શાહરુખ ખાન જ કહેતાં દેખાતાં હતાં. હાય હૅંડસમ... હેલ્લો હૅંડસમ..., પણ હવે આપણાં દબંગ સલમાન ખાન પણ પુરુષોના ગોરા બનાવવાર ક્રીમની જાહેરાત કરતાં દેખાશે. હા જી. શાહરુખને પોતાના કટ્ટર શત્રુ ગણનાર સલમાન ખાન તેમના જ પગલે ચાલતાં ફૅરનેસ ક્રીમની જાહેરાતમાં નજરે પડનાર છે.

Salman Khan

અત્યાર સુધી ફિટનેસ આઇકૉન રહેલાં સલમાન ખાન માટે આ પ્રથમ પ્રસંગ હશે કે જ્યારે તેઓ કોઈ બ્યૂટી ટ્રીટમેંટના પ્રચારમાં નજરે પડનાર છે. જોકે સલમાન અગાઉ કિંગ ખાન શાહરુખ ખાન અને જ્હૉન અબ્રાહમ બ્યૂટી ક્રીમની જાહેરાતમાં કામ કરી ચુક્યાં છે.

એમ તો પૈસાના ઢગલે બેસેલા સલમાન ખાનને આવી જાહેરાતમાં કામ કરવાની જરૂર કેમ પડી, તે સમજાતું નથી. જોકે કહેનારા કહી રહ્યાં છે કે સલમાન ખાને શાહરુખનું માર્કેટ ડાઉન કરવા આ જાહેરાત કરવાનું સ્વીકાર્યું છે. સલમાન ખાન બતાવવા માંગે છે કે તેઓ કિંગ ખાન કરતાં વધુ લોકપ્રિય અને હૅન્ડસમ છે. ખેર તેમની જાહેરાત કેટલી અસરકારક રહે છે, તે તો ક્રીમનું વેચાણ જ નક્કી કરશે. જોકે આપને જણાવી દઇએ કે સલમાન ખાન હાલ વૉશિંગ પાવડર, બિસ્કિટ, હૅલ્થ કૅપ્સ્યૂલ જેવી જાહેરાતોમાં પણ નજરે પડે છે અને તેના માટે કરોડો રુપિયા વસૂલે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X