SURPRISE: સલમાનની સુલતાન છે, ઘણી ખાસ

સલમાન ખાને એક પછી એક પોતાની ફિલ્મો દ્વારા લોકોને ખુશ કરવાનું મન બનાવી લીધું છે. આ વર્ષે સલમાનની બજરંગી ભાઇજાન, પ્રેમ રતન ધન પાયો, બાદ હવે આગામી વર્ષે સુલતાન આવી રહી છે. જી હા, આગામી વર્ષે ઇદના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થશે પરંતુ ફિલ્મને લઇને હાલમાં પણ ઘણી ચર્ચાઓ રોજે રોજ વિવિધ મિડીયામાં થઇ રહી છે.

આ ફિલ્મની ખાસ વાત એ છેકે આ ફિલ્મમાં આપણને સલમાનનો એવો અવતાર જોવા મળશે, જે અત્યારસુધી સલમાનની કોઇ ફિલ્મમાં નહીં જોવા મળ્યો હોય. આ ફિલ્મમાં સલમાન પહેલવાનનું પાત્ર ભજવી રહ્યાં છે, અને પહેલવાન દેખાવા માટે સલમાન ઘણી મહેનત કરી રહ્યાં છે. સલમાને કહ્યું છેકે દર્શકો આ ફિલ્મમાં સલમાનને ડબલ સાઇઝમાં જોશે.

હમમમ..દબંગ ખાન કે જેમણે ફિલ્મો માટે થઇને પોતાની બોડી સાથે ક્યારેય કોઇ રમત નથી રમી આ ફિલ્મ માટે તેઓ વજન વધારી રહ્યાં છે. એટલું જ નહીં પણ કુશ્તી માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ લઇ રહ્યાં છે.
ચાલો સ્લાઇડર દ્વારા જાણીએ કે સુલતાનમાં શું છે ખાસ...

સલમાન ખાન

સલમાન ખાન

ખાસ કરીને સલમાનના ફેન્સ માટે તો ફિલ્મમાં સલમાન ખાનનું હોવુ જ ફિલ્મને ખાસ બનાવી દે છે. બજરંગી ભાઇજાન અને પ્રેમ રતન ધન પાયોમાં શાંત પાત્રમાં જોવા મળેલ સલમાન આ ફિલ્મમાં ફરી એક વખત દબંગ સ્ટાઇલમાં જોવા મળશે. સલમાનનો આ અંદાજ દર્શકો માટે ઇદ બોનસ હશે. આ ફોટોમાં જોઇ શકાય છેકે સલમાન કેવી રીતે ટ્રેનિંગ લઇ રહ્યાં છે.

એક્શન

એક્શન

ફિલ્મમાં એક્શન ધમાકેદાર હશે. જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ ફાઇટ કોરિયોગ્રાફર Larnell Stovall ફિલ્મમાં ફાઇટ સીન્સને ટાયરેક્ટ કરશે. નિર્દેશક અલી અબ્બાસ ઝફર હાલમાં જ તેમને મળવા માટે લોસ એન્જલસ ગયા હતા.

સુલતાન માટે કઠિન મહેનત

સુલતાન માટે કઠિન મહેનત

સુલતાન માટે સલમાન ખાન ઘણી મહેનત કરી રહ્યો છે. પોતાનો બોડી શેપ અને ઉંમરને પરફેક્ટ બતાવવા માટે સલમાન ઘણું ધ્યાન આપી રહ્યાં છે. આ ફિલ્મ માટે સલમાન ખાનને ક્યારેક વજન ઉતારવુ પડી રહ્યું છે તો ક્યારેક વજન ઓછું કરવુ પડી રહ્યું છે.

ફિલ્મનું શુટીંગ

ફિલ્મનું શુટીંગ

આ ફિલ્મની શુટીંગ માટે પણ ઘણી મહેનત કરવામાં આવી રહી છે. ફિલ્મ ઓરીજનલ અને લોકેશન સારા દેખાય તે માટે દેશના વિવિધ સ્થળે ફિલ્મનું શુટીંગ કરવામાં આવી રહ્યું છે.

ઇદ રિલીઝ

ઇદ રિલીઝ

જી હા, દરેક વર્ષની ઇદ તો સલમાન ખાનને નામ જ હોય છે. આ વર્ષે બજરંગી ભાઇજાન તો આગામી વર્ષે સુલતાન. પરંતુ આગામી વર્ષે બે ખાન આમને સામને ટકરાશે એટલે ઇદ વધુ ખાસ થવાની છે. જી હા, સલમાનની સુલતાન અને શાહરૂખની રઇઝ બંને ઇદમાં જ રિલીઝ થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X