લતા મંગેશકરની જેમ ગાતી રાનૂ હવે નહિ રહે રેલવે સ્ટેશન પર, સલમાન આપશે 50 લાખનું ઘર!
પોતાના સુંદર સૂરીલા અવાજમાં ગીત ગઈને રાતોરાત સોશિયલ મીડિયા પર ફેમસ બનેલી રાનૂ મંડલને સલમાન ખાને એક ખાસ ગિફ્ટ આપી છે.
પોતાના સુંદર સૂરીલા અવાજમાં ગીત ગઈને રાતોરાત સોશિયલ મીડિયા પર ફેમસ બનેલી રાનૂ મંડલને સલમાન ખાને એક ખાસ ગિફ્ટ આપી છે. સમાચાર છે કે સલમાન ખાન રાનૂને એક ઘર આપ્યુ છે જેની કિંમત લગભગ 50 લાખ છે. એટલુ જ નહિ સલમાન દબંગ-3માં રાનૂના અવાજમાં એક ગીત પણ ગવડાવવા ઈચ્છે છે. આ સમાચારોની કોઈ અધિકૃત પુષ્ટિ તો નથી થઈ શકી પરંતુ સોશિયલ મીડિયામાંથી લઈને ફિલ્મી ગલીઓ સુધી આની ચર્ચા જરૂર છે.

રેલવે સ્ટેશન પર રહેતી હતી રાનૂ
રાનૂ મંડલ એક રેલવે સ્ટેશન પર ગીત ગઈને પોતાનુ પેટ ભરતી હતી. તેનો ગીત ગાતો 2 મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેમસ થયો તો ફિલ્મો સાથે જોડાયેલા લોકોનું ધ્યાન તેના પર ગયુ. આમાં એ ચર્ચા છે કે હવે તેમને સ્ટેશન પર નહિ રહેવુ પડે કારણકે સલમાન ખાન તેમને ઘર આપવાના છે.

હિમેશ રેશમિયાએ રેકોર્ડ કર્યુ ગીત
લતા મંગેશકરના ફેમસ ગીત ‘એક પ્યાર કા નગમા હે' ગઈને ઈન્ટરનેટ સેન્સેશન બનેલી રાનૂ મંડલ અમુક ટીવી શોમાં પણ દેખાઈ ચૂકી છે. રાનૂએ હાલમાં જ મ્યૂઝિક કંપોઝર અને સિંગર હિમેશ રેશમિયાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર' માટે તેરી મેરી કહાની ગીત ગાયુ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

વાયરલ વીડિયોએ બદલી જિંદગી
રાનૂ પશ્ચિમ બંગાળના રાણાઘાટની રહેવાસી છે. વળી, રેલવે સ્ટેશન ગીત ગઈને તે પેટ ભરતી હતી. ગીત સાંભળીને લોકો પાંચ-દસ રૂપિયા તેમને આપતા હતા જેનાથી જમવાનુ લેતી હતી. અતીન્દ્ર નામના વ્યક્તિએ ગીત ગાતો તેનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. વીડિયો વાયરલ થયો તો તેની જીંદગી બદલાઈ ગઈ અને આજે તે ફિલ્મ માટે ગીત ગઈ રહી છે.












Click it and Unblock the Notifications
