શાહરૂખ અને સલમાનના આ વર્તનથી સૌને લાગી નવાઇ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનની મિત્રતા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ 'ટ્યૂબલાઇટ'માં આ બંન્ને લગભગ 10 વર્ષ બાદ ફિલ્મી પડદે સાથે જોવા મળ્યા હતા. હવે શાહરૂખ-આનંદ એલ. રાયની આગામી ફિલ્મમાં સલમાન ખાન એક કેમિયો રોલ કરવા જઇ રહ્યાં છે. નોંધનીય છે કે, સલમાન જ્યારે આ રોલના શૂટિંગ માટે સેટ પર પહોંચ્યા તો શહારૂખ ખાને તેમને એક મોંઘીદાટ કાર ભેટમાં આપી હતી. આના બદલામાં હવે સલમાને પણ શાહરૂખ ખાન અને તેના બાળકોને સુંદર ભેટ આપી છે.

શાહરૂખે આપી જાણકારી

શાહરૂખે આપી જાણકારી

સલમાન ખાને શાહરૂખ અને તેના બાળકો આર્યન અને સુહાનાને પોતાની ઇ-સાયકલ ગિફ્ટ કરી છે. પીટીઆઇ સાથે વાત કરતાં શાહરૂખે જણાવ્યું કે, અમે બધા મારા ઘરે હતા, આનંદ પણ આવ્યા હતા અને ત્યાં અચાનક સલમાન ખાન અમને મળવા આવી પહોંચ્યો. તે સાથે મારે માટે અને આર્યન તથા સુહાના માટે પોતાની ઇ-સાયકલ લઇને આવ્યો હતો.

કેમિયો રોલ માટે સલમાનને કઇ રીતે મનાવ્યા?

કેમિયો રોલ માટે સલમાનને કઇ રીતે મનાવ્યા?

જ્યારે શાહરૂખને પૂછવામાં આવ્યું કે, કેમિયો રોલ માટે સલમાનને મનાવવામાં કોઇ મુશ્કેલી પડી? તો તેમણે કહ્યું કે, બિલકુલ નહીં. મને આનંદે કહ્યું હતું કે, મારે આ કેમિયો માટે સલમાનને પૂછવું જોઇએ. મેં જ્યારે સલમાનને કહ્યું કે, તારા માટે એક રોલ છે, તો તે તરત જ તૈયાર થઇ ગયો હતો. એની પાસે બે દિવસનો સમય હતો અને અમને સેટ રેડી કરવા માટે 10 દિવસનો સમય જોઇતો હતો. બધું તરત નક્કી થઇ ગયું.

આ ફિલ્મ માટે પહેલી પસંદ હતા સલમાન

આ ફિલ્મ માટે પહેલી પસંદ હતા સલમાન

શાહરૂખે આગળ જણાવ્યું કે, આ ફિલ્મ માટે પહેલી પસંદ સલમાન ખાન જ હતા. ફિલ્મના પ્રથમ નેરેશનથી આ રોલ સલમાન માટે લખાયો હતો, સલમાને સ્ક્રિપ્ટ પણ સાંભળી હતી. મને લાગે છે કે, તે સમયે આનંદની ઇચ્છા સલમાન સાથે જ ફિલ્મ બનાવવાની હતી, પરંતુ વાત બની નહીં. બંન્ને પાસે સમય ઓછો હતો અને વીએફએક્સ પણ તૈયાર નહોતું.

આ ફિલ્મ છે અલગ

આ ફિલ્મ છે અલગ

આનંદ એલ. રાય સાથેની ફિલ્મ અંગે વધુ વાત કરતાં શાહરૂખે જણાવ્યું હતું કે, આ ખરેખર રસપ્રદ ફિલ્મ બની રહેશે. હું માત્ર એટલા માટે નથી કહેતો કારણ કે, આ મારી ફિલ્મ છે, પરંતુ એટલા માટે કહું છું કે, આ ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે, એનાથી હું ઘણો ખુશ છું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ જોવા મળશે.

લોસ એન્જલસમાં SRK

લોસ એન્જલસમાં SRK

હાલમાં જ શાહરૂખ ખાને લોસ એન્જલેસમાં લીધેલ એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સેલ્ફીમાં શાહરૂખ ખાનની પાછળ સ્મોકિંગ એરિયાનું સાઇન બોર્ડ જોવા મળે છે, પરંતુ સ્મોકિંગ એરિયામાં જઇને પણ શાહરૂખે સ્મોક ન કરતાં લોકોને નવાઇ લાગી છે. તેણે આ તસવીર સાથે લખ્યું છે, "And I refrained from smoking even though the area sanctioned it! For a break in LA."

ચેઇન સ્મોકર છે શાહરૂખ

ચેઇન સ્મોકર છે શાહરૂખ

શાહરૂખના ફેન્સ આ જાણીને ચોક્કસ ખુશ થયા હશે કે, શાહરૂખ ફરી એકવાર સ્મોકિંગની આદતથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સૌ જાણે છે કે, શાહરૂખ ખાન ચેઇન સ્મોકર છે. તે જ્યારે પણ કેમેરા સામે ન હોય ત્યારે તેમના હાથમાં સિગરેટ હોય છે. શાહરૂખે જણાવ્યું હતું કે, તે પહેલાં પણ સ્મોકિંગ છોડવાનો પ્રયત્ન કરી ચૂક્યાં છે, પરંતુ ત્યારે એ શક્ય નહોતું બન્યું. આશા રાખીએ કે, હવે શાહરૂખ તેમના આ પ્રયત્નમાં સફળ થાય.

English summary
Salman Khan gives an unexpected gift to SRK and his children Aryan and Suhana.
Please Wait while comments are loading...