For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મેંટલ’ પહેલાં સારવારાર્થે અમેરિકા જશે સલમાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ફેબ્રુઆરી : લાખો દિલોનો ધબકાર સલમાન ખાન આજકાલ ફરીથી ચર્ચાનો વિષય બન્યાં છે. ખબર છે કે સલમાન ખાન પુન એક વાર તેમની જૂની બીમારી ટ્રિગમિનલ ન્યુરાલ્જિયાથી ઘેરાયાં છે.

salman

એમ તો સલમાન ખાન આ બીમારીની સારવાર કરાવી ચુક્યાં છે, પરંતુ ગત વર્ષે એક થા ટાઇગર ફિલ્મના શુટિંગ દરમિયાન સલમાનને ફરીથી આ બીમારીએ હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. સલમાને ગત વર્ષના અંતે જ સર્જરી માટે અમેરિકા જવુ હતું, પરંતુ પોતાની ફિલ્મના શુટિંગ તેમજ કાળિયાર શિકાર કેસના પગલે સલમાનને સમય ન મળી શક્યો. હવે સલમાન પાસે થોડોક સમય છે અને તેઓ ફાઇનલી પોતાની સર્જરી માટે અમેરિકા જવાનો નિર્ણય કરી ચુક્યાં છે.

તાજેતરમાં જ કેરળ ખાતે એક ઇવેન્ટ દરમિયાન સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં ટ્રીટમેંટ માટે પોતાના વિદેશ જવાના પ્લાન અંગે સૌને વાકેફ કર્યાં. સલમાન ખાને જણાવ્યું - મેં પોતાની ફિલ્મોનુ શુટિંગ તેમજ કોર્ટ કેસના પગલે પોતાના વિદેશ જવાનો પ્લાન લંબાવી દીધો હતો, પરંતુ હવે હું જઇશ.

ગત વર્ષ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે સલમાન આ વર્ષે ટ્રીટમેંટ માટે જશે, પરંતુ ડેટ હજી ફિક્સ નથી. તેમણે જણાવ્યુ હતું કે સલમાન ફેબ્રુઆરી કે માર્ચમાં જશે. હકીકતમાં સલમાનની આ વર્ષે એક ફિલ્મ રિલીઝ થવાની છે કે જે દક્ષિણ ભારતીય ફિલ્મ સ્ટાલિનની રીમેક હશે. આ ફિલ્મનું નામ મેંટલ કે રાધેમાંથી કોઈ એક હશે. ફિલ્મના દિગ્દર્શક સોહેલ જ છે. મેંટલ આ વર્ષે ઈદે રિલીઝ થશે. એટલે જ કદાચ સલમાન મેંટલ રિલીઝ થતા અગાઉ ટ્રીટમેંટ અમેરિકા જઈ આવવા માંગે છે.

English summary
Salman Khan says that he is ready to go to US for treatment. He said that during his acting schedule and court case hearing he was not able to go for the treatment but now he has time. Recently in Kerala, he spoke to media and told about his treatment visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X