For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દબંગ 3: ફિલ્મનું શૂટિંગ થયું પૂર્ણ, સલમાન ખાને શેર કરી વધુ એક તસવીર

દબંગ 3: ફિલ્મનું શૂટિંગ થયું પૂર્ણ, સલમાન ખાને શેર કરી વધુ એક તસવીર

By Staff
|
Google Oneindia Gujarati News

સલમાન ખાનની દબંગ 3નું શૂટિંગ મધ્ય પ્રદેશના માહેશ્વરમાં નર્મદા ઘાટના કિનારે શરૂ થઈ ગયું હતું. હવે ફિલ્મના શૂટિંગનું પહેલું શેડ્યૂઅલ પૂરું થઈ ગયું છે. પહેલું શિડ્યૂઅલ પૂર્ણ થતા જ સલમાન ખાને પોતાની વધુ એક ચુલબુલ તસવીર સાથે ફેન્સને ઉત્સાહિત કરી દીધા છે. ફિલ્મનું આગલું શેડ્યૂઅલ જલદી જ શરૂ થશે.

પહેલા શિડ્યૂઅલનું શૂટિંગ પૂર્ણ

પહેલા શિડ્યૂઅલનું શૂટિંગ પૂર્ણ

માહેશ્વરમાં ફિલ્મના ટાઈટલ ટ્રેક ઉપરાંત કેટલાક જરૂરી સીન શૂટ કરવામાં આવ્યા છે. સલમાન ખાન સાથે સોનાક્ષીએ પણ માહેશ્વરમાં શૂટિંગ કર્યું છે. સોનાક્ષીએ સાથે જ એમ પણ કન્ફર્મ કરી દીધું છે કે ફિલ્મમાં બે હીરોઈન છે પરંતુ બીજી હીરોઈન કોણ છે, તે વાત પરથી હજુ પડદો ઉઠ્યો નથી.

કિચ્ચા સુદીપનો પાવર

કિચ્ચા સુદીપનો પાવર

ફિલ્મમાં કિચ્ચા સુદીપ પૈરલલ ભૂમિકામાં જોવા મળશે. કિચ્ચા સુદીપની સાથે સલમાન ખાનને સાઉથના ફેન્સ પણ પોતાની ફિલ્મ તરફ વધુ ઝુકતા જોવા મળશે અને તેનો ફાયદો દબંગ 3ની બૉક્સ ઑફિસને જરૂર થશે.

મૌની રૉય?

મૌની રૉય?

અહેવાલ હતા કે ફિલ્મમાં મૌની રૉય પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે પરંતુ હાલ તો આ અહેવાલ માત્ર એક અફવા છે. જો કે સલમાન ખાન અને મૌનીનું નજીકપણું જોતા આ અહેવાલ સાચા પડતાં વધુ સમય નહિ લાગે.

વારંવાર કર્યું આ કામ

વારંવાર કર્યું આ કામ

ઉલ્લેખનીય છે કે દબંગ 3ની સ્ક્રિપ્ટ અરબાઝ ખાને લાંબા સમય પહેલા જ તૈયાર કરી લીધી હતી પરંતુ સલમાન ખાને આના પર વારંવાર કામ કરાવ્યું છે કેમ કે તેઓ કોઈપણ પ્રકારની ભૂલ નહોતા કરવા માંગતા.

સ્ટારકાસ્ટ ફાઈનલ

સ્ટારકાસ્ટ ફાઈનલ

અહેવાલ છે કે ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઈનલ થઈ ચૂકી છે. કિચ્ચા સુદીપ ઉપરાંત ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી અશ્વતિ માંજરેકર પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે.

2017થી રિલીઝ

2017થી રિલીઝ

ઉલ્લેખનીય છે કે ફિલ્મ દબંગ 3 2017ની ઈદથી રિલીઝ થવા જઈ રહી છે પરંતુ હજુ સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ પણ નથી થઈ શક્યું. હવે માનવામાં આવી રહ્યું છે કે 2019 ડિસેમ્બરમાં ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવશે.

કાજલને ઑફર

કાજલને ઑફર

અફવાઓનું માનીએ તો ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા નિભાવવા માટે અરબાઝ ખાને કાજલનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે પોતાનું કેરેક્ટર સલમાન ખાન સામે ઓછા વજનવાળું લાગી રહ્યું હતું એટલે વાત ન બની.

પ્રભુદેવાની વાપસી

પ્રભુદેવાની વાપસી

વોન્ટેડ ફિલ્મના ડાયરેક્ટર પ્રભૂદેવા જ આ ફિલ્મને પણ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ વિશે વાત કરતા પ્રભુદેવાએ કહ્યું કે ફિલ્મની ઑફર મને આવી અને સલમાનને કેવી રીતે ના કહી શકું.

વોન્ટેડે બદલ્યું હતું કરિયર

વોન્ટેડે બદલ્યું હતું કરિયર

દિલચસ્પ વાત છે કે સલમાન ખાનના કરિયરની દિશા પલટી હતી પ્રભુદેવાની ફિલ્મ વોન્ટેડે. ત્યારે સલમાન ખાનને આ સમયે ફરીથી પોતાના કરિયરમાં એક મસીહાની જરૂરત છે. કેમ કે તેની ફિલ્મો ચલવાની ગેરેન્ટી હવે ખતમ થઈ ગઈ છે.

મલાઈકા આઉટ

મલાઈકા આઉટ

આ ફિલ્મમાં હવે મુન્નીને કોઈ જગ્યા નહિ મળે તેમાં કોઈ બીજો મંતવ્ય નથી. દબંગમાં મુન્ની બદનામ બાદ મલાઈ અરોરા દબંગ 2માં પણ જોવા મળી હતી.

કરીના પણ આઉટ

કરીના પણ આઉટ

અહેવાલ મુજબ ફિલ્મના મ્યૂઝિકને અલગ રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે માટે કરીનાને પણ ફિલ્મમાં જગ્યા નથી મળી.

સલમાન ખાનીની ફિલ્મ દબંગ 3 પર સંકટના વાદળો મંડરાયા, ASI અટકાવી શકે શૂટિંગસલમાન ખાનીની ફિલ્મ દબંગ 3 પર સંકટના વાદળો મંડરાયા, ASI અટકાવી શકે શૂટિંગ

English summary
Salman Khan has completed the first schedule of Dabangg 3's shooting annd shared another glimpse of his Chulbul avatar from the film. The project is being helmed by Prabhudeva.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X