કેમ નીલે સલમાનને કેમ બનાવી દિધો 'બડે ભૈય્યા'

Posted By:
Subscribe to Oneindia News

ગત કેટલાક વર્ષોમાં ઘણી બધી ફિલ્મો કર્યા બાદ પણ અભિનેતા નીલ નીતિન મુકેશને સફળતા મળી નથી. એટલા માટે સલમાન ખાનનું છેડો પકડી લીધો છે અને સૂરજ બડજાત્યાની ફિલ્મ સાઇન કરી લીધી છે.

કહેવામાં આવે છે કે ફિલ્મમાં નીલ નીતિન મુકેશ સલમાન ખાનના સોતેલા ભાઇ બનશે. આ રોલ માટે પહેલાં વિદ્યુત જામવલને એપ્રોચ કરવામાં આવ્યો હતો પરંતુ ડેટ્સની સમસ્યાના લીધે વિદ્યુતે ના પાડી દિધી.

આમ તો સલમાનની ફિલ્મમાં સલમાન ખાનની આગળ બીજા કોઇનું આગળ નિકળવું મુશ્કેલ હોય છે અને આ ઉપરાંત બડે ભૈય્યા...માં સલમાન ખાન ડબલ રોલમાં છે. એવામાં નીલ માટે ફિલ્મમાં શું સ્કોપ છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. બડે ભૈય્યા ફિલ્મ 2015માં રિલીજ થશે. ફિલ્મની અભિનેત્રી કોણ હશે તેના પર હજુ સૂરજ બડજાત્યાની શોધ ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૂરજ બડજાત્યાએ સલમાન ખાનની સાથે 'મૈને પ્યાર કીયા' અને 'હમ આપકે હૈ કૌન' જેવી સફળ ફિલ્મો આપી છે. સૂરજ બડજાત્યાએ સૌથી પહેલાં 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રીની સાથે 'મૈને પ્યાર કીયા' રજૂ કરી હતી.

neil-nitin-mukesh

આ ફિલ્મ ત્રણેય માતે જ એકદમ સફળ સાબિત થઇ હતી. ત્યારબાદ 1994માં સલમાન ખાન અને બડજાત્યાએ ફરી સાથે કામ કર્યું અને 'હમ આપકે હૈ કૌન'ની સાથે સફળતાનું પુનરાવર્તન કર્યું. આ ફિલ્મમાં અભિનેત્રી માધુરી દીક્ષિતે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

જો કે ત્યારબાદ તેમની ત્રીજી ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ને પહેલાંના ફિલ્મો જેવી સફળતા ન મળી. પરંતુ તેમછતાં સૂરજ બડજાત્યાએ 'બડે ભૈય્યા' પાસે ઘણી આશાઓ છે.

Did You Know: બડજાત્યાની ફિલ્મોમાં હિરોનું નામ હંમેશા 'પ્રેમ' હોય છે. એવું કહેવામાં આવે છે કે બડજાત્યા પ્રોડક્શનના ફાઉન્ડર તારાજંત બડજાત્યાના લકી ચાર્મ 'પ્રેમ' નામનો કોઇ વ્યક્તિ હતો જેના લીધે જ બડજાત્યાએ પોતાની ફિલ્મના દરેક હિરોનું નામ 'પ્રેમ' રાખી દિધું, જો કે બડજાત્યા પ્રોડક્શનની ખાસિયત અને પરંપરા બની ચૂકી છે.

English summary
Salman Khan to play Neil Nitin Mukesh's 'Bade Bhaiyya'. This Film is directed by Sooraj Barjatya.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.