For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિટ એન્ડ રન કેસમાં સુનવણી ટળી, સલમાન ખુશ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 ઑગસ્ટ : હાલ સિને અભિનેતા સલમાન ખાન અને તેમના ફૅન્સ માટે રાહતના સમાચાર છે, કારણ કે હિટ એન્ડ રન કેસની સુનવણી 5મી સપ્ટેમ્બર સુધી ટળી ગઈ છે. ગત સુનવણીમાં અદાલતે સલમાનને આજની હાજરીમાંથી છૂટ આપી હતી. તેથી સલમાન ખાન આજે કોર્ટમાં હાજર ન થયાં. આ અગાઉ જ જે જજ સલમાન ખાનના કેસની સુનવણી કરતા હતાં, તેમનું ટ્રાંસફર થઈ ગયુ હતું. તેથી સલમાનના કેસની સુનવણી હવે નવા મજિસ્ટ્રેટના હાથમાં છે કે જેમણે સુનવણી 5મી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે.

salman

નોંધનીય છે કે ગત 25મી જૂને કોર્ટે સલમાનને આ કેસમાં અદાલત સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો અને સલમાનની અરજી ફગાવી દીધી હતી. હવે સલમાન ખાન સામે બિનઇરાદાપૂર્વક હત્યાનો કેસ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે કે જેમાં જો તેઓ દોષી ઠેરવાયાં, તો તેમને પૂરા દસ વરસની સજા થઈ શકે છે.

હિટ એન્ડ રન કેસ વર્ષ 2002નો છે. 1લી ફેબ્રુઆરી, 2013ના રોજ કોર્ટે સરકારની પેલી અપીલ સ્વીકારી લીધી હતી કે જેમાં સરકાર તરફથી કહેવાયુ હતું કે સલમાને બેદરકારીપૂર્વક ગાડી ચલાવી હતી. તેથી ફુટપાથ પર સૂતાં લોકો મોતનો ભોગ બન્યા હતાં.

English summary
A Mumbai court on Monday fixed September 5 as the next date of hearing in actor Salman Khan 2002 hit-and-run case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X