શાહરુખ નહિં, હવે સલમાનનું રટણ કરવા લાગ્યાં કરણ જૌહર
મુંબઈ, 28 સપ્ટેમ્બર : શાહરુખના બેસ્ટ ફ્રેન્ડ કરણ જૌહરને હવે કિંગ ખાન સાથે નહિં, પણ સલમાન ખાન સાથે ફાવે છે. એટલે જ તો તેમણે પોતાની આવનાર ફિલ્મમાં શાહરુખના સ્થાને સલમાનને લેવાની વાત કરી છે.

આપને જણાવી દઇએ કે સલમાને ધર્મા પ્રોડક્શન્સની 1998માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કામ કર્યુ હતું.
હવે 13 વર્ષ બાદ સલમાનને ધર્મા પ્રોડક્શન સાથે ફરી વાર કામ કરવાની તક મળી રહી છે. એવા સમાચારો છે કે કરણે સલમાનને પોતાની ફિલ્મ માટે સાઇન કર્યો છે, કારણ કે તેમને લાગે છે કે આજના સમયે સલમાન જ તેવા માણસ છે જે બૉક્સ ઑફિસે ફિલ્મો હિટ કરાવ શકે છે.
શાહરુખની તાજેતરની છેલ્લી ફિલ્મો દર્શાવે છે કે તેમનું માર્કેટ હવે ડાઉન થઈ ચુક્યું છે. હવે કરણ તો નિર્માતા છે, જ્યાં ફાયદો થશે, ત્યાં જ પૈસા રોકશે. તેમને પણ ખબર છે કે સલમાન ઉપર 100 કરોડ ખર્ચશે અને 1000 કરોડ કમાવશે. તેથી કદાચ તેઓ આજકાલ શાહરુખ-શાહરુખ નહિં, પણ સલમાન-સલમાનનું રટણ કરી રહ્યાં છે.
જો સલમાન ખાન સાચે જ કરણની ફિલ્મોમાં આવી જાય, તો તેમાં કોઈ શંકા નહિં રહે કે બૉલીવુડમાં બે જિસ્મ અને એક જાન નામે ઓળખાતા શાહરુખ-કરણ હવે કદાચ વીતેલા દિવસોની વાત થઈ જાય, કારણ કે સલમાન તેવા લોકો સાથે મૈત્રી નથી રાખતાં, જેઓની મૈત્રી શાહરુખ સાથે હોય.
આપને જણાવી દઇએ કે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, કલ હો ના હો, કભી અલવિદા ના કહના અને માય નેમ ઇઝ ખાન એવી ફિલ્મો છે, જેનાથી કિંગ ખાને નંબર વન પૉઝિશન હાસલ કરી છે, પરંતુ આ બધી ફિલ્મો કરણ જૌહરે બનાવી હતી.












Click it and Unblock the Notifications
