For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INTERVIEW: 'જ્યારે સ્થિતિ સુધરશે, રાધેને થિયેટર્સમાં જરૂર રિલીઝ કરવામાં આવશે, વચન છે' - સલમાન ખાન

ફિલ્મની રિલીઝ પહેલા સલમાન ખાને મીડિયા સાથે ખાસ વાતચીત કરી જ્યાં તેણે ફેન્સ અને થિયેટર માલિકોને વચન આપ્યુ છે કે જ્યારે દેશ કોવિડ -19 થી બહાર નીકળી જશે તો રાધેને થિયેટર્સમાં જરૂર રિલીઝ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ 'એકબાર જો મેને કમિટમેન્ટ કર દી તો, ફિર મે અપને આપ કી ભી નહિ સુનતા'. સલમાન ખાને પોતાની ફિલ્મનો આ ડાયલૉગ અસલ જીવનમાં પણ સાચો સાબિત કરી બતાવ્યો છે. 'રાધે - યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ' સાથે સલમાન ખાન ઈદના તહેવાર પર ફેન્સ સામે આવી રહ્યા છે. આ વખતે સ્ક્રીનમાં ફરક માત્ર એટલે છે કે થિયેટરોની જગ્યા મોબાઈલ, લેપટૉપ અને ટેલીવિઝને લઈ લીધી છે પરંતુ અભિનેતાએ ફેન્સને નિરાશ નથી કર્યા. રાધે 13 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને ઝી5 પર પે-પર-વ્યુ સર્વિસ ઝી પ્લેક્સ પર જોઈ શકાશે. ઝીપ્લેક્સ ડીટીએચ પ્લેટફૉર્મ જેવી કે ડિશ, ડી2એચ, ટાટા સ્કાઈ અને એરટેલ ડિજિટલ ટીવી પર પણ ઉપલબ્ધ છે.

ફેન્સ અને થિયેટર માલિકોને વચન આપ્યુ

ફેન્સ અને થિયેટર માલિકોને વચન આપ્યુ

ફિલ્મની રિલીઝ પહેલા સલમાન ખાને મીડિયા સાથે ખાસ વાતચીત કરી જ્યાં તેણે ફેન્સ અને થિયેટર માલિકોને વચન આપ્યુ છે કે જ્યારે દેશ કોવિડ -19 થી બહાર નીકળી જશે તો રાધેને થિયેટર્સમાં જરૂર રિલીઝ કરવામાં આવશે. સાથે જ દબંગ ખાને કોવિડ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવેલ રાહત કાર્યો, બૉક્સ ઑફિસ પર થઈ રહેલ નુકશાન અને વાજિદ ખાન સાથે પોતાની યાદો વિશે પણ વાતો શેર કરી છે. અહીં વાંચો, ઈન્ટરવ્યુમાં મુખ્ય અંશો -

'રાધે' મોટી સ્ક્રીનને કેટલુ મિસ કરી રહ્યુ છે?

'રાધે' મોટી સ્ક્રીનને કેટલુ મિસ કરી રહ્યુ છે?

હું અને તમે જેટલુ બિગ સ્ક્રીનને મિસ કરી રહ્યા છે તેટલુ રાધે પણ બિગ સ્ક્રીનને મિસ કરી રહ્યુ છે. વાસ્તવમાં, આ બિગ સ્ક્રીનની ફિલ્મ છે. ફિલ્મની એક્શન, ગીતો, પ્લૉટ બધુ મોટી સ્ક્રીન માટે જ છે. હવે નિર્ણય તો લઈ લીધો હતો કે ઈદ પર આવશે પરંતુ લૉકડાઉન લાગી ગયુ. ગઈ વખતે ન આવી શક્યા તો વધુ એક વર્ષ પોસ્ટપોન કરી દીધુ. થિયેટર માલિકોએ કહ્યુ કે ઓટીટી પર ના જાવ, મોટી સ્ક્રીનની રાહ જુઓ કારણકે થિયેટરો બંધ થઈ રહ્યા હતા માટે અમે વિચાર્યુ કે આ યોગ્ય સમય છે. પરંતુ જેવી અમે ફરીથી ફિલ્મ રિલીઝની ઘોષણા કરી ફરીથી આ લૉકડાઉન લાગી ગયુ. અમને લાગ્યુ કે આ 10-15 દિવસનુ હશે અને પછી થિયેટરો ખુલી જશે, જે પણ 30-50 ટકા ઑક્યુપસી સાથે ખુલે. પરંતુ તે પણ ના થયુ. જો કે એ સારી વાત છે કારણકે લોકો થિયેટર્સમાં જાય છે અને જો એકને પણ કોરોના થઈ જતો તો ખરાબ કહેવાત.

થિયેટરમાં રિલીઝ કરીશુ ફિલ્મ, વચન છે મારુ

થિયેટરમાં રિલીઝ કરીશુ ફિલ્મ, વચન છે મારુ

સલમાને આગળ કહ્યુ - જ્યારે આ બધુ ખતમ થઈ જશે, એ વખતે અમે આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરીશુ. આ થિયેટર ઑનર્સને વચન છે અમારુ. હવે આમાં શું થાય છે કે જ્યારે નુકશાન થાય ત્યારે કોઈ નિભાવતુ નથી. ઝી અને અને અનોખા છીએ. અમારુ નુકશાન થવાનુ છે કારણકે તમને પણ ખબર છે કે થિયેટરમાં રિલીઝ નહિ થાય ફિલ્મ.. તો ઝીને અમે અમને આનુ કેટલુ નુકશાન ઉઠાવવુ પડશે. હવે અમે આ નુકશાનના પાર્ટનર છીએ. આનુ માત્ર એક જ કારણ છે કે અમારે આ ફિલ્મ લાવવી હતી જેથી લોકોને મનોરંજન મળે અને નેગેટિવિટીથી ધ્યાન હટે. હવે આ ફિલ્મને ડિજિટલ પ્લેટફૉર્મ પર જોવાશે. ઓવરસીઝમાં તો થિયેટરમાં આવી રહી છે. ભારતમાં બહુ ઓછી થિયેટર છે કદાચ 25-30 જ જ્યાં ફિલ્મ રિલીઝ થશે પરંતુ ત્યાંથી કલેક્શન આવવાનુ નથી. અમે લોકો અત્યાર સુધી 250 કરોડ, 300 કરોડ, 150 કરોડ વાત કરીએ છીએ, આ વખતે આવી કોઈ વાત નથી. નુકશાનથી વધુ કમિટમેન્ટ છે. ભલે અમારુ નુકશાન થાય પરંતુ કમસે કમ ફેન્સનો થોડુ એન્ટરટેઈનમેન્ટ તો મળશે. આ સારુ છે કે તે ઘરમાં પોતાના પરિવાર સાથે સુરક્ષિત રહીને આ ફિલ્મ જોશે. અમારી નિયત સારી છે, ફિલ્મ સારી બની છે, તમે લોકોએ ફિલ્મોના ગીતો પણ જોયા છે. અમને આ વખતે બિલકુલ સમય નથી મળ્યો ગીતોને પ્રમોટ કરવાનો પરંતુ બધુ જાતે જ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. મે સાંભળ્યુ છે કે સીટીમારે 100 મિલિયન પાર કરી લીધા છે. જો કે મને ખબર નથી કે આ કેટલુ સારુ છે, કેટલુ ખરાબ છે. હવે ફિલ્મ તમારા ફોન, લેપટૉપ, ટેલીવિઝનમાં આવવા માટે તૈયાર છે. જ્યારે માહોલ રિલેક્સ થઈ જશે ત્યારે અમે તેને થિયેટરમાં પણ જરૂર લઈને આવીશુ કારણકે આ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીનની ફિલ્મ છે. લોકો જઈને એન્જૉય કરશે. તેને ફેન્સ અને ઑડિયન્સ સાથે બેસીને જોવાની મઝા જ કંઈક અલગ હશે પરંતુ હાલમાં બધા પોતાના ફેમિલી સાથે જોઈ શકો છો.

દીકરાના જન્મ પછી વજનના લીધે ડિપ્રેશનમાં જતી રહી સમીરા રેડ્ડીદીકરાના જન્મ પછી વજનના લીધે ડિપ્રેશનમાં જતી રહી સમીરા રેડ્ડી

એવા સમાચાર આવ્યા છે કે અમુક સીન બદલવામાં આવ્યા છે ઓટીટીને ધ્યાનમાં રાખીને

એવા સમાચાર આવ્યા છે કે અમુક સીન બદલવામાં આવ્યા છે ઓટીટીને ધ્યાનમાં રાખીને

ના, ના એ સાચુ નથી. અમારો જે કટ છે, એ થિયેટર્સ માટે કટ હતો. જ્યારે એક ફિલ્મ અમે શૂટ કરતા હોય તો તેમાં ક્યારેક એવુ લાગે છે કે આ સીન બહુ સારો છે પરંતુ જ્યારે આખી ફિલ્મ એડિટ કરવા બેસીએ ત્યારે કોઈ નાના-મોટા સીન નીકળી જાય છે. એવુ નથી કે અમે ઓટીટીનુ વિચારીને અમુક કાઢી નાખ્યુ છે. જો કે ઓટીટી માટે આપણે બદલવુ ના જોઈએ. આજકાલ જેવી સીરિઝ ચાલે છે, અમે રાધેને પણ અઢી-ત્રણ કલાકની ફિલ્મ બનાવી શકતા હતા, જે ઘરે બેઠા લોકો જોઈ પણ લેતા. પરંતુ હું મારી ફિલ્મોને સામાન્ય રીતે 2 કલાકથી 20 મિનિટ સુધીની રાખુ છે ક્યારેક આનાથી ઓછી પણ. બજરંગી ભાઈજામ જેવી ફિલ્મ લાંબી જાય છે પરંતુ એક્શન ફિલ્મો નાની જ હોય છે. આ કેરેક્ટર વિશે છે, જેટલુ કેરેક્ટર હોલ્ડ કરીને રાખી શકીએ, એટલુ જ અમે તેને રાખીએ છીએ.

દેશમાં જ્યારે પણ સ્થિતિ ગંભીર હોય છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશા સાથ આપે છે. આ વખતે પણ ઈન્ડસ્ટ્રી દરેક સંભવ મદદ કરી રહી છે. આના પર તમે શું વિચારો છો?

દેશમાં જ્યારે પણ સ્થિતિ ગંભીર હોય છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશા સાથ આપે છે. આ વખતે પણ ઈન્ડસ્ટ્રી દરેક સંભવ મદદ કરી રહી છે. આના પર તમે શું વિચારો છો?

આ હંમેશાથી થતુ આવ્યુ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી દરેક મુસીબતમાં મદદ આપવા માટે, સપોર્ટ કરવા માટે આગળ આવે છે અને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ સાઉથની પણ અને બીજી ભાષાઓની પણ. આ એટલા માટે કારણકે તે લોકોને જાગૃત કરી શકે, તેમની વાત લોકો સુધી પહોંચે છે અને ફેન્સ અમા્રી વાત સાંભળે છે.

દેશની હાલત જોઈને પણ અમુક લોકો હજુ પણ કોવિડની ગંભીરતાને નથી સમજી રહ્યા, તેમને તમને શું કહેવા માંગશો?

દેશની હાલત જોઈને પણ અમુક લોકો હજુ પણ કોવિડની ગંભીરતાને નથી સમજી રહ્યા, તેમને તમને શું કહેવા માંગશો?

શું કહીએ તેમને અત્યારે? દોઢ વર્ષ થઈ ગયુ છે અને આ વખતની લહેર તો પહેલાવાળીથી પણ વધુ ખતરનાક છે. પહેલી લહેરમાં સાંભળવા મળતુ હતુ કે આને કોવિડ થઈ ગયો, તેને કોવિડ થઈ ગયો, પોતાના ઘરોમાં નહોતો થયો... દૂર દૂરથી સાંભળવા મળતુ હતુ. પરંતુ હવે આપણા બધા ઘરોમાં કેસ સામે આવી રહ્યા છે. મને લાગે છે કે બધાએ સુરક્ષિત રહેવુ જોઈએ. ખાસ કરીને આ વેક્સીન તો લેવી જ જોઈએ. પહેલો ડોઝ અને બીજો ડોઝ લેવાનો અર્થ એ નથી કે તમને કોરોના નહિ થાય, થઈ શકે છે તમને પરંતુ કદાચ તમે વેંટિલેટર સ્ટેજ સુધી નહી પહોંચો વેક્સીન લીધા પછી. હું એક ડોઝ લગાવી ચૂક્યો છુ. કાલે જ મારા માતાપિતાએ બીજો ડોઝ લીધો છે. પોતાની સુરક્ષા સર્વપ્રથમ છે અત્યારે. ચલો તમને થઈ ગયો, તમે બચી ગયા પરંતુ જોતમારા પરિવારમાં કોઈને થઈ ગયો અને તે ગંભીર થઈ ગયો તો. આ કેટલી ખરાબ સ્થિતિ હશે. કદાચ તમે આના માટે ક્યારેય પોતાનો માફ નહિ કરી શકો. તો ગિલ્ટમાં રહેવા કરતા સારુ છે કે સાવચેતી રાખો. જો તમારો ટેસ્ટ નેગેટીવ આવ્યો અને પછી તમે ફરવા નીકળી ગયા તો એનો અર્થ એ નહિ કે તમે પૉઝિટીવ નહિ થાવ. પરંતુ એટલી વારમાં તમે બીજા કોઈને તો આપી દીધોને કોરોના વાયરસ. તમારે સાવધાન રહેવાનુ છે. મુશ્કેલી એ છે કે એકસાથે આટલા લોકોને થઈ રહ્યો છે અને અમારી પાસે મેડિકલ સુવિધાઓ નથી. હજુ હોસ્પિટલો ભરેલી છે. આપણી સરકારે ઘણા બધા સેન્ટર્સ ખોલ્યા છે અને બધા ભરાઈ ચૂક્યા છે. ના આપણી પાસે ઑક્સિજન છે અત્યારે અને ના સુવિધાઓ. કેટલા લોકો રોજ મરી રહ્યા છે કારણકે તેમને હોસ્પિટલોમાં જગ્યા નથી મળી રહી. હું ઘણા લોકોને જાણુ છુ જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. માટે આપણે હાલમાં પોતાના તરફથી પૂરી સાવધાની રાખવાની જરુર છે.

સલમાન, આમિરથી લઈને શાહરુખ ખાનની ઈદ પાર્ટી, જુઓ Picsસલમાન, આમિરથી લઈને શાહરુખ ખાનની ઈદ પાર્ટી, જુઓ Pics

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી તમે બધાએ જે કર્યુ છે પોત-પોતાની રીતે લોકો માટે અને તમે જે કરી રહ્યા છો, એવામાં સમાચાર આવી રહ્યા છે કે રાધેની કમાણી પણ કોવિડ રાહત કાર્યમાં જ જશે? આ સમાચાર કેટલા સાચા છે?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી તમે બધાએ જે કર્યુ છે પોત-પોતાની રીતે લોકો માટે અને તમે જે કરી રહ્યા છો, એવામાં સમાચાર આવી રહ્યા છે કે રાધેની કમાણી પણ કોવિડ રાહત કાર્યમાં જ જશે? આ સમાચાર કેટલા સાચા છે?

હું તમને જણાવુ કે રાધેથી અમે કમાઈશુ નહિ, આમાં અમે ગુમાવીશુ જ ગુમાવીશુ. જે પણ જશે એ અમારા તરફથી જશે, ઝી તરફથી જશે. તમને એવુ લાગતુ હોય કે અમે આ ફિલ્મ રિલીઝ કરી છે જેથી અમે કમાણી કરીશુ પરંતુ એવુ નથી કારણકે અમારી થિયેટ્રિકલ રિલીઝ નથી થઈ રહી. મદદદની વાત કરીએ તો અમે કરી જ રહ્યા છે. ગઈ વખતે પણ અમે 3000 અને 1500 આપ્યા હતા, આ વખતે પણ અમે એ કરીશુ, એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મને લાગે છે કે 45 હજારથી 50 હજાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વર્કર્સ છે જેને આ પૈસા જશે જેથી તેમને કંઈ રાહત મળી શકે. અમે concentratorsની સુવિધા અરેન્જ કરી રહ્યા છે. એક વાત મને 4-5 દિવસ પહેલા ખબર પડી કે જે અમારા ફેન ક્લબ્ઝ છે એ એટલુ સારુ કામ કરી રહ્યા છે, મને બહુ નવાઈ લાગી અને ખુશી થઈ. હું એમનો આભાર માનુ છે કે પોતાના પૈસાથી પોતાના હાથે તેમણે આટલુ કામ કર્યુ. તેમણે પોતાના કામ વિશે ટ્વિટ કર્યુ હતુ.

તમારી જોડી પ્રભુદેવા સાથે બહુ હિટ રહી હંમેશાથી, તમને બંનેને એક વેવલેન્થ પર શું સાથે લઈને આવે છે?

તમારી જોડી પ્રભુદેવા સાથે બહુ હિટ રહી હંમેશાથી, તમને બંનેને એક વેવલેન્થ પર શું સાથે લઈને આવે છે?

મને લાગે છે કે તે એક બહુ જ ટેલેન્ટેડ એક્ટર, ડાયરેક્ટર, ડાંસર અને કોરિયોગ્રાફર છે. તે પોતાના હીરોને જાણે છે અને તે ઑડિયન્સની પલ્સને ઓળખે છે. અમારી જોડી ઘણી સારી રહી છે. વૉન્ટેડ આવી અને એક મોટી હિટ રહી. ત્યારબાદ ગઈ ફિલ્મ જે આવી ત્યારે તો આખુ ઉત્તર ભારત બંધ થઈ ગયુ, બધા થિયેટર્સ બંધ થઈ ગયા જેની અસર દબંગ પર પણ દેખાઈ. અને હવે રાધે.. જે ગઈ ઈદથી આ ઈદ સુધી પહોંચી ગઈ, મિસ્ટર કોરોના વાયરસના કારણે. અમે હવે બસ આશા રાખી રહ્યા છે કે માત્ર મારા, તેમના કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જ નહિ પરંતુ બધા લોકો માટે સ્થિતિ સારી થઈ જાય.

સલમાન ખાનનુ કમિટમેન્ટ કેટલુ મોટુ છે કે તેમણે પોતાના નુકશાનને નજરઅંદાજ કરી દીધુ અને ઈદ પર આવી ગયા?

સલમાન ખાનનુ કમિટમેન્ટ કેટલુ મોટુ છે કે તેમણે પોતાના નુકશાનને નજરઅંદાજ કરી દીધુ અને ઈદ પર આવી ગયા?

આ વાસ્તવમાં આ સાચુ છે. તમને યાદ હશે કે એક લેટર આવ્યો હતો. અમારી પાસે, જ્યારે થિયેટર માલિકોએ કહ્યુ હતુ કે થિયેટર્સ બંધ થઈ રહ્યા છે. તો અમારો ઈરાદો હતો કે આને થિયેટર્સમાં જ લાવવી છે. પરંતુ તે ન થઈ શક્યુ. અમે વિચાર્યુ હતુ કે રાધે આવશે અને લોકો થિયેટર્સ તરફ વાપસી કરશે. પરંતુ ફરીથી લૉકડાઉન લાગી ગયુ. હવે આ સ્થિતિમાં સારુ છે કે લોકો ઘરની અંદર બેસીને જ ફિલ્મ જુએ. ના પોપકૉર્નનો ખર્ચો, ના સમોસાનો, ના ટેક્સીનો, ના રિક્ષાનો, ના પેટ્રોલનો, ના મલ્ટીપ્લેક્સનો અને સિંગલ સ્ક્રીનની ટિકિટનો ખર્ચો. બધો ખર્ચ બચાવીને તમે ઘરે બેઠા ફિલ્મ જોઈ લેશો. તમારો ફાયદો છે, અમે નુકશાન સહન કરી લઈશુ.

ફિલ્મમાં તમારા ડાંસ મૂવ્ઝની પણ ઘણી ચર્ચા છે. લોકોને ગમી રહ્યા છે. સીટીમાર ગીતમાં તમને અલ્લુ અર્જૂન સાથે જોડવામાં આવી રહ્યો હતો?

ફિલ્મમાં તમારા ડાંસ મૂવ્ઝની પણ ઘણી ચર્ચા છે. લોકોને ગમી રહ્યા છે. સીટીમાર ગીતમાં તમને અલ્લુ અર્જૂન સાથે જોડવામાં આવી રહ્યો હતો?

એ ફેન્સનો પ્રેમ છે. અલ્લૂ અર્જૂન બેસ્ટ ડાંસર્સમાંનો એક છે જેને મે જોયો છે. જો એ તુલના કરી રહ્યા હોય તો સારી વાત છે પરંતુ હું મારી ડાંસિંગ કેપેસિટીથી વાકેફ છું. જેટલુ મારામાં ટેલેન્ટ છે ડાંસિંગનુ એ મને ખબર છે. જો હું મહેનત કરુ તો તેમાં થોડીઘણી તો કરી શકુ છુ. એમ ન કહી શકુ કે નહિ કરી શકુ પરંતુ ધીમે ધીમે.. હજુ તો શરૂ કર્યુ છે, તેને ધીમે ધીમે વધારીશુ આપણે. છેલ્લે છેલ્લે માઈકલ જેક્સન અને પ્રભુદેવાથી સારો ડાંસર બનીશ. હજુ એમાં ટાઈમ છે 30-40 વર્ષ કદાચ.

શહેનાઝ ગિલના ગ્લેમરસ અવતારથી ફિદા થયા ફેન્સ, જુઓ Pics

આ ફિલ્મ તમારા માટે ઘણી સ્પેશિયલ પણ રહી હશે કારણકે વાજિદ સાથે તમારો સંબંધ ઘણા લાંબો રહ્યો છે. આ ફિલ્મના ગીતોને વાજિદના છેલ્લા ગીતો માનવામાં આવી રહ્યા છે!

આ ફિલ્મ તમારા માટે ઘણી સ્પેશિયલ પણ રહી હશે કારણકે વાજિદ સાથે તમારો સંબંધ ઘણા લાંબો રહ્યો છે. આ ફિલ્મના ગીતોને વાજિદના છેલ્લા ગીતો માનવામાં આવી રહ્યા છે!

હા, સાજિદે માત્ર પોતાનો ભાઈ જ નહિ પરંતુ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ, બિઝનેસ પાર્ટનર, સાથી ગુમાવ્યો છે. તે સાથે કામ કરતા હતા. સવારથી લઈને રાત સુધી સાથે જ રહેતા હતા અને અચાનક જ કોરોનાના કારણે આપણે વાજિદને ગુમાવી દીધો. આ સાજિદ માટે એક મોટો ઝટકો હતો પરંતુ તેણે ખુદને સંભાળ્યો અને કામ કરવાનુ શરૂ કર્યુ. રાધેના જે ગીતો છે એ તો છે જ.. પરંતુ મારી પાસે વાજિદના ઘણા ગીતો પડ્યા છે. વાજિદ હંમેશા આપણી વચ્ચે રહેશે. ઘણી બધી ટ્યુન્સ છે, મુખડા છે, જે સાજિદ-વાજિદ મારી પાસે રાખે છે. લગભગ 100 ગીતો. એવુ થતુ તે એ લોકો મારી પાસે આવતા અને મને કોઈ ગીત સંભળાવતા, અમે એ ગીતોને સાઈડમાં રાખી લેતા, એ બધા છે મારી પાસે. હવે જ્યારે એવી ફિલ્મ આવશે જેમાં એ ગીતો ફિટ થઈ શકે તો અમે તેને એમાં નાખી દઈશુ. અમુક ગીતોમાં તો વાજિદનો અવાજ પણ છે. જ્યાં સુધી અમે જીવતા છે, વાજિદનો અવાજ પણ જીવતો રહેશે. આવનારી પેઢી સંગીત દ્વારા તેને યાદ રાખશે. હું માનુ છુ કે તે ઈન્ડસ્ટ્રીના અમુક એ બહુ ટેલેન્ટેડ લોકોમાંનો હતો જેને એ ઓળખ ન મળી જેનો તે હકદાર હતો.

હાલની પરિસ્થિતિમાં તમે ક્યાંથી પ્રેરણા લો છો? સકારાત્મક અને આશાવાદી બની રહેવા માટે તમે ફેન્સને શું સંદેશ આપવા માંગશો?

હાલની પરિસ્થિતિમાં તમે ક્યાંથી પ્રેરણા લો છો? સકારાત્મક અને આશાવાદી બની રહેવા માટે તમે ફેન્સને શું સંદેશ આપવા માંગશો?

આ બહુ મુશ્કેલ સમય છે, તો હું માત્ર એટલુ કહેવા માંગીશ કે 'મજબૂત રહો, સુરક્ષિત રહો અને ઘરમાં રહો' જે વાતો તમે હજારો વખત સાંભળી હશે. આજે ઘરમાં કોઈને કોઈ કોરોનાથી સંક્રમિત છે. લોકો સ્વજનોને ગુમાવી રહ્યા છે. જમવા માટે પૈસા નથી, દવાઓ માટે ક્યાંથી લાવશે? હું માત્ર એટલુ વિચારુ છુ કે આ લૉકડાઉનને ગંભીરતાથી ફૉલો કરો જેથી આ જલ્દી ખુલે, કેસ ઘટે. મારા પણ ઘણા સ્વજનો કોરોનાથી સંક્રમિત થયા, મને બહુ કૉલ આવે છે ઈંજેક્શન માટે, આઈસીયુમાં બેડ, ઑક્સિજન માટે... પરંતુ ઘણા વાર હું કંઈ નથી કરી શક્યો. જો તમે કોઈને રેકમેન્ટ કર્યા એનો અર્થ એ કે તમે કોઈ બીજા એ બેડમાંથી કાઢ્યા, તો તમે જવાબદાર છો. કોઈ પોતાનાની મદદ માટે તમે બીજાના માતા, પિતા, ભાઈ, બહેનને બહાર કરી દો.. આ મારાથી ના થઈ શકે. જ્યારે હું આ મુશ્કેલીઓ અને દુવિધાાંથી પસાર થઈ રહ્યો છુ ત્યારે વિચારો કે સામાન્ય માનવીના શું હાલ હશે અત્યારે. હું ફાર્મ પર હતો, ત્યાં ખુલ્લી જગ્યા છે. આ ફાર્મ કોરોના વાયરસ માટે તો લેવામાં નહોતુ આવ્યુ. 30 વર્ષ પહેલા લેવામાં આવ્યુ હતુ પરંતુ હવે કામમાં લાગી રહ્યુ છે. વિચારો જે એક રૂમના ઘરમાં 4-5 લોકો રહે છે તેમની શું હાલત હશે. આપણે કોઈને મજબૂત રહેવા માટે કહી શકીએ પરંતુ જે ઘરમાં લોકો ગુજરી રહ્યા છે એ જ જાણે છે કે આ કેટલુ મુશ્કેલ છે. બધાને તેમની હાલત ખબર છે. અમારાથી જે થઈ શકે છે એ અમે કરી રહ્યા છે અને જેટલા લોકોથી થઈ રહ્યુ છે એ કરી રહ્યા છે. પરંતુ મને એવા લોકોથી નફરત છે જે આવી સ્થિતિનો ઉપયોગ પૈસા કમાવા માટે કરી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે. દવાઓ, ઑક્સિજન બ્લેકમાં વેચાઈ રહી છે. કેવા લોકો છે? જ્યારે તમે કોઈ જિંદગી બચાવી શકતા હોય ત્યારે તમે પૈસા કમાઈ રહ્યા હોય.. આ કર્મોની સજા તેમને જરૂર મળશે.

English summary
Salman Khan interview: We will release Radhe in theatres when covid 19 pandemic ends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X