Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાનના પ્રેમ અને ખતરનાક ગુસ્સાના 9 જાણીતા કિસ્સા

બોલિવુડના દબંગ સલમાનના ગુસ્સા અને નારાજગીના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે. હાલમાં જ સલમાનની નજર વધુ એક બોલિવુડ એક્ટર પર પડતી જોવા મળી રહી છે.

બોલિવુડના દબંગ સલમાનના ગુસ્સા અને નારાજગીના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે. જ્યાં એક તરફ તે બોલિવુડની કેટલાયની કિસ્મત ચમકાવી દે છે તો બીજી તરફ તે જેના પર નારાજ થાય તેના કેરિયર પર જોખમ તોળાવા લાગે છે. હાલમાં જ સલમાનની નજર વધુ એક બોલિવુડ એક્ટર પર પડતી જોવા મળી રહી છે. જો કે આ એક્ટર સાથે સલમાનની નારાજગી પહેલા પણ જોવા મળી ચૂકી છે પરંતુ મામલો હવે સીરિયસ થતો દેખાઈ રહ્યો છે.

સલમાન તેનાથી નારાજ

સલમાન તેનાથી નારાજ

વાયરલ થઈ રહેલા સમાચારોની માનીએ તો આ એક્ટર બીજુ કોઈ નહિ અર્જૂન કપૂર છે. હા, અર્જૂન કપૂર પોતે માને છે કે તે સલમાનના કારણે બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી શક્યા નહિ. સલમાનને પોતાનો રોલ મોડેલ માનનાર અર્જૂન કપૂરે એવુ શું કરી દીધુ છે કે સલમાન તેનાથી નારાજ થઈ ગયા છે.

વાસ્તવમાં અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા અંગે વિવિધ પ્રકારના સમાચારો આવતા રહે છે. મીડિયામાં આ સમાચારોને જોઈને સલમાન ઘણો નારાજ છે. આ પહેલી વાર નથી જ્યારે સલમાન કોઈ સ્ટાર પર આ રીતે નારાજ હોય. આગળ જાણો સલમાનના ગુસ્સાના કેટલાક કિસ્સાઓ -

અરિજિત સિંહ

અરિજિત સિંહ

અરિજિત સિંહ આજના સમયમાં સિંગિંગમાં બહુ મોટુ નામ છે. એક એવોર્ડ શો દરમિયાન અરિજિત સિંહ અને સલમાન ખાન વચ્ચે કોઈ વાત માટે ચર્ચા થઈ ગઈ હતી. ત્યારબાદ સલમાન બસ નારાજ જ છે. જ્યારે અરિજિત સિંહને ખબર પડી કે સલમાન પોતાના ગુસ્સાના કારણે તેની સાથે આવુ કરી રહ્યો છે તો તેણે સલમાન ખાનની માફી માંગી અને ગીત ના હટાવવાની વિનંતી કરી.

વિવેકને માફ ન કરવાની જીદ

વિવેકને માફ ન કરવાની જીદ

ઐશ્વર્યા રાય માટે સલમાન ખાન અને વિવેક ઓબેરોયમાં ઝઘડો તો થયો પરંતુ આના માટે વિવેક ઓબેરોય ઘણી વાર સલમાનની પબ્લિકલી માફી માંગી ચૂક્યા છે. તે સમયે વિવેક ઘણા સારા ન્યૂ કમરમાં ગણાતો હતો પરંતુ સલમાનની જિદના કારણે વિવેકનું કેરિયર બરબાદ થઈ ગયુ.

જિદમાં તૂટી દોસ્તી

જિદમાં તૂટી દોસ્તી

સલમાન ખાનની જિદ તો કોઈ સમજી શકે નહિ. તે સતત સંજય દત્તને વણજોયા કરી રહ્યો છે. તેના જેલમાંથી પાછા આવ્યા બાદ તે મળવા પણ નથી ગયો. રિપોર્ટ્સની માનીએ તો સલમાનની જિદ હતી કે સંજય દત્તની બાયોપિકમાં રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા ના નિભાવે. હવે આ કેવી જિદ...

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

એશની બાબતમાં પણ સલમાન ખાનની જિદ જ સામે આવી હતી અને એ હતી એશને ના ખોવાની જિદ. જેના કારણે તે સેટ અને એશના ઘર સુધી પહોંચી ગયો હતો.

સલમાન ખાન-શાહરુખ ખાન

સલમાન ખાન-શાહરુખ ખાન

સલમાન ખાન અને શાહરુખ ખાનની દુશ્મની દાયકાથી ચાલી આવી રહી છે. સલમાન પોતાની જિદ પર અડેલો રહ્યો પરંતુ શાહરુખની પહેલ પર બંનેમમાં ફરીથી દોસ્તી થઈ ગઈ.

સોરી... એ શું હોય છે

સોરી... એ શું હોય છે

સલમાન ખાનથી ભૂલ થઈ જાય કે ગુનો, સોરી શબ્દ તેની ડિક્શનરીમાં નથી હોતો. હવે આને તેની જિદ કહો કે ઈગો પરંતુ તેમાં સચ્ચાઈ છે.

આટલો ગુસ્સો

આટલો ગુસ્સો

આ કિસ્સો એ વખતનો છે જ્યારે સલમાન ખાન પોતાના ગુસ્સા પર કાબુ નહોતો રાખી શકતો. એક રિપોર્ટર જે સલમાન ખાનના કામને પસંદ નહોતી કરતી અને તેના વિશે નેગેટીવ લખતી હતી તે જ્યારે સલમાનનો ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી તો તેને તડકામાં રાહ જોવાનું કહેવામાં આવ્યુ. બાદમાં કહેવામાં આવે છે કે સલમાને તેમને કહ્યુ કે હું જરા હલ્કો થઈને આવુ છુ અને બાજુમાં જ એક ઝાડ પાસે પીઠ કરીને ટોયલેટ કરવા લાગ્યો. ત્યારબાદ તે રિપોર્ટર તરત જ ઉઠીને ચાલવા લાગી અને આના માટે મીડિયામાં પણ ખૂબ હોબાળો થયો હતો.

ખોટી વાતો ના ફેલાવો

ખોટી વાતો ના ફેલાવો

બજરંગી ભાઈજાનની જ એક ઈવેન્ટ દરમિયાન સલમાનને એક રિપોર્ટરે સવાલ કર્યો કે ફિલ્મના નામ અંગે વિવાદ ચાલી રહ્યો છે તેના પર તમે શું કહેશો. આના પર સલમાન રિપોર્ટર પર જ ભડકી ઉઠ્યા. તેણે કહ્યુ કે આવી ખોટી વાતો ના ફેલાવો... આવુ કોઈ નથી કરી રહ્યુ... આ સૂચના જ ખોટી છે.

છોકરીઓ પટતી નથી

છોકરીઓ પટતી નથી

બજરંગી ભાઈજાનની એક ઈવેન્ટ દરમિયાન સલમાનને એક રિપોર્ટરે સવાલ કર્યો કે શું કારણ છે કે બોલિવુડની મોટી મોટી છોકરીઓ તમારાથી પટતી નથી.... જે સાંભળીને ફરીથી સલમાનને ગુસ્સો આવી ગયો. તેણે રિપોર્ટરને કહ્યુ કે સીધુ સીધુ નામ લઈને બોલો ને!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X