Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હે ભગવાન! : સલમાનને બાળકો જોઇએ, પણ લગ્નની ઝંઝટ વગર...

મુંબઈ, 3 જાન્યુઆરી : દેશના મોસ્ટ એલિજિબલ બૅચલર સલમાન ખાન પિતા તો બનવા માંગે છે, પણ લગ્નની ઝંઝટ વગર.

હા જી, તાજેતરમાં જ એક ઇંટરવ્યૂમાં બૉલીવુડ અભિનેતા સલમાને પોતે આમ કહ્યું છે. સલમાનને બાળકો કેટલા પસંદ છે, તે તો આપણે સૌ જાણીએ જ થીએ, પરંતુ હવે સૌ તેમના લગ્નની પાછળ પડ્યા છે. હવે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે, તેની ભવિષ્યવાણી તો બેજાન દારૂવાળા પણ નથી કરી શકતાં, પણ સલમાનના બાળકો ક્યારે થશે, તે વિશે અટકળો ચોક્કસ લગાવી શકાય.

હકીકતમાં સલમાન ખાને તાજેતરમાં જ જણાવ્યુ છે કે તેમને બાળકો બહુ ગમે છે, પરંતુ ઘરવાળી જેવી ઝંઝટ વગર. એટલે કે સલમાનને ખાજા ખાવું પણ છે અને રાખવું પણ છે. સલમાનની માનીએ તો તેમને લગ્નના ચક્કરમાં નથી પડવું, પણ તેમને બાળકો જોઇએ. એટલે કે તેમને પત્ની નથી જોઇતી, પરંતુ પોતાના બાળકોની માતા જોઇએ છે. ઉફ્ફ... આ સલમાન ખાન પણ આપણને કન્ફ્યુઝ કરી નાંખે છે.

નોંધનીય છે કે સલમાન ખાનને બાળકો હંમેશાથી પસંદ છે અન તેઓ હંમેશા તેમના માટે કંઇકને કંઇક અનોખું કરતા રહે છે. તેમના ઘરના બાળકો માટે પણ તેઓ ફૅવરિટ છે અને સેટ પર જો તેમને બાળકો મળી જાયે, તો પૂછો જ નહીં. તાજેતરમાં જ તેઓ પ્રેમ રતન ધન પાયો ફિલ્મના સેટ ઉપર પણ બાળકો સાથે ક્રિકેટ રમતા દેખાયા હતાં.

ચાલો આપને બતાવીએ કુંવારા સલમાનનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને તેમનો ફાધર ફિગર લુક :

બાળકોના ફૅવરિટ સલમાન

બાળકોના ફૅવરિટ સલમાન

સલમાન ખાન બાળકોને કેટલો પ્રેમ કરે છે. જો તમે એ વિશે ન જાણતા હોવ, તો આ સ્લાઇડરમાં આગળ જતા જાઓ.

ભત્રીજાઓ સાથે સલમાન

ભત્રીજાઓ સાથે સલમાન

સલમાન ખાન પોતાના ભત્રીજાઓ સાથે ખૂબ ખુશખુશાલ નજરે પડે છે. આ તસવીર જોઈ કોણ કહી શકે કે સલમાન પ્રેમને નથી માનતાં અને દબંગ છે?

નિર્વાન સાથે સલમાન

નિર્વાન સાથે સલમાન

સલમાન ખાન પોતાના નાનાભાઈ સોહૈલ ખાનના મોટા પુત્ર નિર્વાન ખાન સાથે. એમ કહેવું ખોટું નથી કે બંને ખૂબ ક્યૂટ લાગે છે. નક્કી કરવું મુશ્કેલ છે કે બંનેમાંથી કોણ વધુ સારો લાગે છે?

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન પોતાના બંને ભાઇયો અને તેમના બાળકો સાથે. ફોટો જોઈ આપ અનુમાન કરી શકો છો કે સલ્લુ બાળકો સાથે ખૂબ પ્રેમ કરે છે.

બાળકો સાથે મસ્તી

બાળકો સાથે મસ્તી

બાળકો સાથે મસ્તી કરતાં સલમાન ખાન પોતે કોઈ બાળક કરતાં ઓછા નથી લાગતાં. સાચે જ આ બચ્ચા પાર્ટી છે.

યોહાન સાથે સલમાન

યોહાન સાથે સલમાન

ખૂબ સુંદર તસવીર... સલમાનના ખોળામાં નાનકડો યોહાન કે જે સોહૈલનો નાનો પુત્ર છે. સલમાન તેને ખભે ઉંચકી પ્રેમ કરતાં દેખાય છે.

બાળકો સાથે ખુશ

બાળકો સાથે ખુશ

બાળકો સાથે વહાલ વરસાવતાં સલમાન ખાન કે જે જોઈને લાગે છે તેમના કરતાં વધુ ખુશ દુનિયામાં કોઈ નથી.

ભાણી સાથે સલમાન

ભાણી સાથે સલમાન

મામા સલમાન પોતાની ભાણી એલીઝા અગ્નિહોત્રી સાથે. સલમાન ટુંકમાં જ અતુલ અગ્નિહોત્રીની ફિલ્મમાં દેખા દેશે. સલમાનના બહેન અલવીરા ખાને અતુલ સાથે લગ્ન કર્યા હતાં.

આરહન સાથે સલમાન

આરહન સાથે સલમાન

અરબાઝ ખાનના પુત્ર આરહન તથા માતા હેલન સાથે ડાંસ કરતાં સલમાન ખાન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X