વધુ એક સ્ટાર કિડને લોન્ચ કરવા જઇ રહ્યાં છે સલમાન...

Posted By:
Subscribe to Oneindia News

દબંગ સલમાન ખાન ઘણાને બોલિવૂડમાં પોતાનો પગ જમાવવામાં મદદ કરી ચૂક્યાં છે. નવા ટેલેન્ટને લોન્ચ કરવાની વાત હોય, ફિઝિકલ ટ્રેનિંગની વાત હોય કે કોઇ સ્ટારના કરિયરને કિક સ્ટાર્ટ આપવાનું હોય, સલમાન હંમેશા તેમની મદદ માટે તૈયાર રહે છે. જો ખબરો સાચી હોય તો, સલમાને લોન્ચ કરેલ સ્ટાર્સમાં જલ્દી જ એક વધુ સ્ટાર કિડનું નામ ઉમેરાવા જઇ રહ્યું છે.

અનન્યા પાંડે

અનન્યા પાંડે

એક બાજુ શ્રીદેવીની પુત્રી જ્હાનવી અને સૈફની પુત્રી સારા અલી ખાન પોતાના ડેબ્યૂ માટે આતુર છે ત્યાં આ લિસ્ટમાં બીજું એક નામ ઉમેરાયું છે, અનન્યા પાંડે. સૂત્રો અનુસાર ચંકી પાંડીની પુત્રી અનન્યા પાંડે બોલિવૂડમાં ડેબ્યુ કરવા માંગે છે અને સલમાન ખાન તેના મેન્ટર બનવા રેડી થઇ ગયાં છે.

ક્યૂટ છે અનન્યા

ક્યૂટ છે અનન્યા

ચંકી પાંડેની આ પુત્રી ખૂબ ક્યુટ છે, તેણે થોડા સમય પહેલાં જ પોતાનું ગ્રેજ્યૂએશન પૂરું કર્યું છે અને આની ખુશીમાં તેની મમ્મી ભાવનાએ આ સુંદર ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો. ગ્રેજ્યૂએશન બાદ હવે તે બોલિવૂડમાં નસીબ અજમાવવા માંગે છે.

ગ્રૂમિંગ સેશન્સ

ગ્રૂમિંગ સેશન્સ

બોલિવૂડ એક એવી જગ્યા છે જ્યાં સ્ટાયલ, ફેશન, લુક્સ વગેરે ખૂબ મહત્વના છે. આથી ડેબ્યૂ પહેલાં હાલ અનન્યા પોતાની ફિટનેસ અને હેલ્થ પર ધ્યાન આપી રહી છે. સેલિબ્રિટી ફિટનેસ કોચ યાસ્મિન કરાચીવાલા પાસે તેની ટ્રેનિંગ ચાલી રહી છે, સાથે જ એક ફેમસ ન્યૂટ્રિશનિસ્ટનું સેશન પણ તે લઇ રહી છે. વળી તે પોતાના અભ્યાસની સાથે સાથે જ્યારે પણ ટાઇમ મળે ત્યારે ડાન્સ ક્લાસ અને એક્ટિંગ ક્લાસ પણ કરી ચૂકી છે.

અનન્યાનું બોલિવૂડ ડ્રીમ

અનન્યાનું બોલિવૂડ ડ્રીમ

મુંબઇ મિરરના રિપોર્ટ અનુસાર, અનન્યા હાલ ગોવામાં પોતાના ફ્રેન્ડ્સ સાથે વેકેશનની મજા માણી રહી છે. ત્યાંથી પાછા આવ્યા બાદ તે પોતાના બોલિવૂડ ડ્રીમ પર કામ શરૂ કરશે. અનન્યાનો કઝિન અને ચંકી પાંડેના ભાઇ ચીકીનો પુત્ર અહાન પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માંગે છે.

ચંકી પાંડેનું શું કહેવું છે?

ચંકી પાંડેનું શું કહેવું છે?

જ્યારે અહાન અને અનન્યાના ડેબ્યૂ વિશે પૂછવામાં આવ્યું તો ચંકી પાંડેએ મુંબઇ મિરરને જણાવ્યું કે, હા અનન્યા એક્ટ્રેસ બનવા માંગે છે અને તેણે થોડા સમય પહેલાં જ મને તેનો આ નિર્ણય જણાવ્યો છે. અનન્યા હોય કે અહાન, હું ઇચ્છું છું કે બંન્ને બાળકો બોલિવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવે.

સલમાન કરશે અનન્યાને લોન્ચ?

સલમાન કરશે અનન્યાને લોન્ચ?

ખબરો તો એવી પણ છે કે, સલમાન જલ્દી જ એક ફિલ્મમાં અનન્યાને લોન્ચ કરવા જઇ રહ્યાં છે. બની શકે કે, આ અંગે જલ્દી જ એનાઉન્સમેન્ટ સાંભળવા મળે. આ પહેલાં સલમાન પોતાની દબંગ ફિલ્મમાં શત્રૂઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હાને લોન્ચ કરી ચૂક્યાં છે. ત્યાર બાદ પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મમાં તેમણે સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને આદિત્ય પંચોળીના પુત્ર સૂરજ પંચોળીને લોન્ચ કર્યા હતા.

English summary
Reportedly Chunky Pandeys daughter Ananya is all set to make her Bollywood debut soon.
Please Wait while comments are loading...