Video: એક વાર ફરીથી સલમાને ફેન્સને ચોંકાવ્યા, મોડી રાતે ઘોડા સાથે લગાવી રેસ
સલમાનનો લેટેસ્ટ વીડિયો તો વધુ ચોંકાવનારો છે. આમાં તે એક ઘોડા સાથે રેસ કરતા દેખાઈ રહ્યા છે.
છેલ્લા અમુક દિવસોથી અભિનેતા સલમાન ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના અમુક પર્સનલ વીડિયો શેર કરીને પોતાના ફેન્સને ચોંકાવી રહ્યા છે. આ બધા વીડિયોમાં સલમાન કંઈક એવુ કરતા જોવા મળી રહ્યા છે જે 53ની ઉંમરમાં કરવુ સરળ નથી. ક્યારેક તે પાણીમાં બેક ફ્લિપ કરે છે તો ક્યારેક જિમની અંદર કોઈ ખતરનાક એક્સરસાઈઝ કરતા જોવા મળે છે. તેમનો વર્તમાન વીડિયો તો વધુ ચોંકાવનારો છે. આમાં તે એક ઘોડા સાથે રેસ કરતા દેખાઈ રહ્યા છે.

ઘોડા સાથે રેસ કરતા દેખાયા ભાઈ
વીડિયો મોડી રાતનો કોઈ તબેલાનો છે જ્યાં સલમાન એક ઘોડા સાથે રેસ કરી રહ્યા છે. વળી, ઘોડા પર સલમાન ખાન નિર્મિત ફિલ્મ નોટબુકના અભિનેતા જહીર ઈકબાલ બેઠા છે. સલમાને વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે - ઓવર પાવર હોર્સ પાવર... ફન રન વિથ જહીર ઈકબાલ. સલમાનના આ વીડિયોમાં શાનદાર લાઈટનિંગ છે.
|
સલમાને કરી હતી ખતરનાક કસરત
થોડા સમય પહેલા સલમાને એક અન્ય વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સલમાન આ વીડિયોમાં વાસ્તવમાં લેગ પ્રેસના મશીન પર કસરત કરી રહ્યા છે પરંતુ તેમણે મશીન પર હલ્કા વેઈટની સાથે ભારે વજનના પોતાના બે બૉડીગાર્ડ્ઝને બેસાડ્યા છે અને મશીનને પગથી ઉપર નીચે કરી રહ્યા છે. આ જોવામાં જેટલુ ખતરનાક છે તેટલુ આને કરવા માટે એટલી જ વધુ હિંમત જોઈએ.
|
53ની ઉંમરમાં પુલમાં બેક ફ્લિપ
સલમાન ખાને આ ઉપરાંત પણ એક વીડિયો શેર કર્યો હતો કે જે ચર્ચાનો વિષય બની ગયો. આ વીડિયોમાં લોકો સલમાનને જોઈને ચોંકી રહ્યા છે. લોકો સલમાનને જોઈને એટલા માટે ચોંકી રહ્યા છે કારણકે તે ચટ્ટાન પર ચઢીને પુલમાં ફ્લિપ જંપ કરી રહ્યા છે કે જે બિલકુલ સરળ નથી. વળી, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે સલમાન જંપ માટે આગળ વધી રહ્યા હતો તો તેમનો એક આસિસટન્ટ તેમના આ નિર્ણય પર પોતાના વાળ ખેંચીને જમીન પર બેસી જાય છે. જાણે કે તે સલમાનના આ નિર્ણયથી ગભરાઈ રહ્યો હોય.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
