સોહેલ ખાન પૂરા 130 કરોડમાં વેચશે મેંટલ
મુંબઈ, 12 માર્ચ : સલમાન ખાન કાયમ સૌથી આગળ રહેવામાં વિશ્વાસ ધરાવે છે. આ વખતે તેમના ભાઈ એટલે કે સોહેલ ખાને પણ નક્કી કર્યું છે કે તેઓ પણ ટાઇગર સલમાન ખાન સાથે ટાઇગલ સોહેલ બનશે. માટે સોહેલે નક્કી કર્યું છે કે સલમાન સાથે બનતી પોતાની આગામી ફિલ્મ મેંટલ તેઓ પૂરા 130 કરોડ રુપિયામાં વેચશે.

મેંટલમાં સલમાન સાથે નવી અભિનેત્રી ડેઝી શાહ ઉપરાંત તબ્બુ અને નસીરુદ્દીન શાહ છે. સોહેલ વિચારી રહ્યાં છે કે તેઓ પણ 100 કરોડ ક્લબમાં જોડાઈ જાય. એક્ટર તરીકે નહીં, તો દિગ્દર્શક તરીકે જ સહી. મેંટલમાં સલમાન રાધેનો રોલ કરી રહ્યાં છે. તબ્બુ સલમાનના મોટા બહેન બન્યાં છે. સોહેલને આ ફિલ્મ પાસે ખૂબ અપેક્ષાઓ છે. સોહેલનું ફિલ્મી કૅરિયર કંઈ ખાસ સફલ નથી રહ્યું. અભિનેતા તરીકે તેમની મોટાભાગની ફિલ્મો ચાલી નથી.
મેંટલ ફિલ્મ દ્વારા સલમાન વધુ એક ઇતિહાસ સર્જવા માંગે છે, તો સોહેલ પણ તે ઇતિહાસમાં પોતાનો સમાવેશ કરવા માંગે છે. એટલે જ તો સોહેલ ખાને ફિલ્મના રાઇટ્સ વેચવા માટે અગાઉથી જ એક મોટી રકમ નક્કી કરી છે અને તે રકમ છે 130 કરોડ રુપિયા. મેંટલનું શૂટિંગ દુબઈ ખાતે શરૂ થઈ ગયું છે. ફિલ્મ અગાઉ ઈદે રિલીઝ થવાની હતી, પરંતુ શાહરુખ સાથે સંઘર્ષ ટાળવા હવે મેંટલ 2જી ઑક્ટોબરના રોજ રિલીઝ થશે. જોકે તે જ દિવસે રણબીર કપૂરની ફિલ્મ પણ રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
