Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Salman Khan Net Worth: 3000 કરોડની સંપત્તિના માલિક છે સલમાન ખાન, જાણો વાર્ષિક કમાણી

સલમાન ખાન છેલ્લા ત્રણ દશક કરતા વધુ સમયથી બૉલિવુડમાં કામ કરી રહ્યા છે. તે આજે એક મોટી બ્રાન્ડ બની ચૂક્યા છે. આજે અમે તમને જણાવીએ કે સલમાન ખાન કેટલા કરોડની સંપત્તિના માલિક છે.

salman khan

Salman Khan Net Worth: લૉરેન્સ બિશ્નોઈએ થોડા દિવસો પહેલા જેલમાંથી એક વીડિયો બનાવીને મોકલ્યો હતો જેમાં તેણે કહ્યુ હતુ કે તે સલમાન ખાનને મારીને અસલી ગુંડો બનશે. 18 માર્ચના રોજ મળેલા ધમકીભર્યા ઈમેલ બાદ સલમાન ખાનની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે અને તેને ઈવેન્ટ માટે બહાર જવાથી પણ રોકવામાં આવ્યા છે.

સલમાનખાનના ઘરની બહાર સિક્યોરિટી ગાર્ડસ ઉપરાંત 4 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે સલમાન ખાનને પોતાના શિડ્યુલમાં ફેરફાર કરવા જણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન છેલ્લા ત્રણ દશક કરતા વધુ સમયથી બૉલિવુડમાં કામ કરી રહ્યા છે. તે આજે એક મોટી બ્રાન્ડ બની ચૂક્યા છે. આજે અમે તમને જણાવીએ કે સલમાન ખાન કેટલા કરોડની સંપત્તિના માલિક છે.

3000 કરોડની કુલ સંપત્તિ

3000 કરોડની કુલ સંપત્તિ

મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાન કુલ 3000 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. સલમાન ખાન માત્ર ફિલ્મોમાં હીરો તરીકે જ નહિ પરંતુ તે ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બૉસની ઘણી સીઝન હોસ્ટ કરતો જોવા મળે છે. સલમાન ખાન ઘણી બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ દેખાય છે. સલમાન ખાને ભારત અને દુબઈમાં ઘણી સુંદર જગ્યાઓ પર લક્ઝરી પ્રોપર્ટી પણ ખરીદી છે.

મહિનાની આવક 16 કરોડ રુપિયા

મહિનાની આવક 16 કરોડ રુપિયા

સલમાન ખાન એક મહિનામાં લગભગ 16 કરોડ રૂપિયાની કમાણી કરે છે. એક વર્ષમાં લગભગ 192 કરોડ રૂપિયા કમાય છે. સલમાન ખાન તેની ફિલ્મો, પ્રોડક્શન હાઉસ અને ઘણાં રોકાણોમાંથી જંગી કમાણી કરવા ઉપરાંત તેની પ્રોપર્ટી, વેકેશન, મોંઘી કાર અને ચેરિટી પર ઘણો ખર્ચ કરે છે.

100 કરોડનુ છે સલમાન ખાનનુ અપાર્ટમેન્ટ

100 કરોડનુ છે સલમાન ખાનનુ અપાર્ટમેન્ટ

તમને જણાવી દઈએ કે સલમાન ખાન મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના આખા પરિવાર સાથે રહે છે. આ ત્રણ માળના સી-ફેસિંગ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એપાર્ટમેન્ટ સિવાય સલમાન ખાનની મુંબઈમાં પણ ઘણી પ્રોપર્ટી છે જેની કિંમત કરોડો રૂપિયા છે. સલમાન ખાને પોતાના ઘરમાં ઘણી એન્ટિક વસ્તુઓ રાખી છે જેની કિંમત કરોડોમાં છે.

પનવેલમાં ફાર્મહાઉસ

પનવેલમાં ફાર્મહાઉસ

સલમાન ખાનનુ મહારાષ્ટ્રના પનવેલમાં 150 એકરમાં ફેલાયેલુ આલીશાન ફાર્મહાઉસ છે. આ લક્ઝરી ફાર્મહાઉસમાં સ્વિમિંગ પૂલથી લઈને જિમ અને બીજી ઘણી બધી વૈભવી સુવિધાઓ છે. સલમાન ખાન ઘણીવાર આ ફાર્મહાઉસમાં પોતાના નજીકના લોકો સાથે પાર્ટી કરતો જોવા મળે છે. આ ફાર્મહાઉસના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય સલમાન ખાને દુબઈમાં બુર્જ ખલીફા પાસે ધ એડ્રેસ ડાઉનટાઉનમાં એક વૈભવી પ્રોપર્ટી ખરીદી છે.

લક્ઝરી કાર અને બાઈક્સનુ કલેક્શન

લક્ઝરી કાર અને બાઈક્સનુ કલેક્શન

સલમાન ખાન પાસે રેન્જ રોવર, બીએમડબલ્યુ સીરીઝથી લઈને ઓડી સુધીના ઘણા લક્ઝરી વાહનો છે. તેની પાસે 3 બીએમડબ્લ્યુ સીરિઝની કાર છે. બીએમડબ્લ્યુ એક્સ6, બીએમડબ્લ્યુ એમ3 અને બીએમડબ્લ્યુ એમ5. આ સિવાય સલમાન ખાન પાસે ઑડી ક્યુ7, ઑડી એ8, ઑડી આરએસ7, રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ, ટોયોટા લેન્ડ ક્રૂઝર અને લેક્સસ પણ છે. સલમાન ખાન પાસે ઘણી લક્ઝુરિયસ બાઇક પણ છે, જેમાં લિમિટેડ એડિશનસુઝુકી ઈન્ટ્રૂડર એમ1800 આરઝેડ, સુઝુકી જીએસએક્સ-આર 1000ઝેડ, સુઝુકી હાયાબુઝા અને યામાહા આર1નો સમાવેશ થાય છે. સલમાન ખાનને પણ સાઈકલ ચલાવવાનો શોખ છે. તે ઘણીવાર મુંબઈની સડકો પર સાઈકલ ચલાવતો જોવા મળે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X