તરસ્યા લોકોની તરસ બુઝાવતાં સલમાન ખાન
મુંબઈ, 8 મે : સલમાન ખાન ભલે બૉલીવુડના દબંગ અને સાથે-સાથે બૅડ બૉય પણ ગણાતાં હોય, પરંતુ તેમના વ્યક્તિત્વનું એક પાસું એ પણ છે કે તેઓ જરૂરિયાતમંદો માટે કોઇક મસીહાથી ઓછાં નથી.

તેનો તાજો દાખલો છે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત મરાઠવાડા વિસ્તારમાં પાણી પહોંચાડવું. સલમાન ખાનના એનજીઓ બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશને આ પાણી મોકલાવ્યું છે. આ વાતની પુષ્ટિ જિલ્લા કમિશ્નર બી. એમ. કામ્બલેએ પણ કરી છે કે સલમાન ખાનના એનજીઓ તરફથી મરાઠવાડા વિસ્તારમાં પાણીના 2500 ટૅંક પહોંચાડવામાં આવ્યાં છે. પ્રત્યેક ટૅંકની ક્ષમતા 2000 લીટર પાણીની છે.
નોંધનીય છે કે અગાઉ સલમાને જણાવ્યુ હતું કે તેઓ હવે રેસ્ટોરંટ તથા હૉસ્પિટલ ખોલવાનાં છે કે જે જરૂરિયાતમંદ લોકો માટે હશે. થોડાક દિવસ અગાઉ ઔરંગાબાદ સંભાગીય કમિશ્નરને બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશન તરફથી એક મેલ મોકલી જણાવાયું હતું કે બીઇંગ હ્યૂમન 6ઠીથી 31મી મે સુધી મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના 2500 ટૅંકો ઉપલબ્ધ કરાવશે.












Click it and Unblock the Notifications
