"સલમાનને ભૂખ લાગી, તેઓ મારા હાથમાંથી રોટલી ઝૂંટવી ખાઇ ગયા"

Posted By:
Subscribe to Oneindia News

વરુણ ધવન ટૂંક સમયમાં જ એક નવા સેલિબ્રિટી ચેટ શોમાં પોતાની લાઇફ, રિલેશનલશિપ અને ફિલ્મો વિશે વાત કરતાં જોવા મળશે. આ ચેટ શોમાં વરુણે પોતાની અને સલમાન ખાનની કેટલીક જૂની યાદો પણ તાજી કરી હતી. વરુણ ધવન અને સલમાન ખાન ખૂબ ક્લોઝ છે, એ વાત સૌ જાણે છે, પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે, સલમાન વરુણની માતાને લાલી માં કહીને બોલાવતા હતા.

વરુણ ધવન-સલમાન ખાન

વરુણ ધવન-સલમાન ખાન

વરુણ ધવને આ ચેટ શોમાં જણાવ્યું હતું કે, સલમાન ખાન વરુણની માતાને લાલી માં કહીને બોલાવતા હતા. સલમાનને તેમના હાથનું બનેલ ભોજન ખૂબ પસંદ હતું. વરુણે સલમાન સાથેનો એક મજેદાર કિસ્સો શેર કરતાં કહ્યું કે, એક વાર સલમાનને ખૂબ ભૂખ લાગી હતી, ત્યારે તેઓ મારા હાથમાંથી રોટલી ઝૂંટવીને ખાઇ ગયા હતા.

જુડવા 2

જુડવા 2

વરુણ ધવન હાલ પોતાની આગામી ફિલ્મ જુડવા 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. 1997માં આવેલ સલમાન, કરિશ્મા અને રંભા સ્ટારર ફિલ્મ જુડવાની આ રિમેક છે. આ ફિલ્મમાં વરુણ ધવન ડબલ રોલમાં જોવા મળશે, સાથે જેકલિન અને તાપસી પન્નુ પણ જોવા મળશે.

સલમાન પણ ડબલ રોલમાં!

સલમાન પણ ડબલ રોલમાં!

જી હા, રિમેકમાં સલમાન ખાન પણ જોવા મળનાર છે અને તે પણ ડબલ રોલમાં. જુડવા 2 ફિલ્મના ક્લાઇમેક્સ સિનમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે અને સાથે કરિશ્મા કપૂર પણ દેખા દેશે. જુડવા 2 ફિલ્મ 29 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થનાર છે.

ટ્યૂબલાઇટ પ્રમોશન

ટ્યૂબલાઇટ પ્રમોશન

સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ટ્યૂબલાઇટના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇદના રોજ રિલીઝ થઇ રહી છે. બોક્સઓફિસ પર ઇદની ડેટ પર પહેલેથી જ સલમાનનો કબજો રહ્યો છે અને તેમને ઇદ ફળે પણ છે. થોડા દિવસો પહેલાં જ સલમાનની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે લોકોને ખૂબ પસંદ પડ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતાં નજરે પડશે.

English summary
Salman Khan once snatched a roti from my hand when he was hungry Says Varun Dhawan.
Please Wait while comments are loading...