નજીક આવી રહ્યાં છે સલમાન અને પ્રિયંકા

Priyanka-Salman
મુંબઈ, 17 સપ્ટેમ્બર : જ્યારથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ આલબમ ઇન માય સિટી રિલીઝ થયો છે ત્યારથી તે સૌની નજરોમાં આવી ગઈ છે અને પછી બર્ફી રિલીઝ થયા બાદ તો બૉક્સ ઑફિસ ઉપર પ્રિયંકા ચોપરા જ છવાઈ ગઈ છે.

બૉલીવુડના બંને બિગ ખાન પણ હવે જંગલી બિલ્લીના ફેન થઈ ગયે છે અને એક-એક કરીને પ્રિયંકા ચોપરા સુધી પોતાની શુભેચ્છાઓ અને પ્રશંસાઓ પહોંચાડી રહ્યાં છે.

પ્રથમ તો શાહરુખ ખાને ટ્વિટ વડે પ્રિયંકાને પોતાની શુભેચ્છાઓ આપી અને સાથે જ એ પણ જણાવ્યું કે તેમને પ્રિયંકા ઉપર ગર્વ છે. શાહરુખ ખાન પછી હવે સલમાન ખાને પણ ટ્વિટ વડે પ્રિયંકાના આલબમના વખાણ કર્યાં છે અને જણાવ્યું કે તેમણે પ્રિયંકાના આલબમના ગીતો સાંભળ્યા અને તે ઘણા મસ્ત છે.

સલમાને જણાવ્યું હતું, ‘ઓહ માય ગૉડ અત્યારે મેં પ્રિયંકા ચોપરાના આલબમ ઇન માય સટીના ત્રણ ઇંગ્લિશ ટ્રેક એક પછી એક સાંભળ્યા અને તે બધા બહેતરીન છે. સલામ મિસ ચોપરા.'

પ્રિયંકાએ પણ સલમાન ખાન દ્વારા કરાયેલ વખાણના જવાબમાં લખ્યુ, ‘થેંક યૂ મિસ્ટર ખાન આપના પ્રોત્સાહન માટે, સાચ્ચે જ મને બહુ સારું લાગ્યું. રિગાર્ડ્સ પીસી.'

થોડાંક દિવસ પહેલા સલમાન ખાનના બંગલામાંથી પ્રિયંકા ચોપરાને વહેલી સવારે લગભગ 5 વાગ્યે બહાર નિકળતી જોવામાં આવી હતી અને અટકળો વહેતી થઈ હતી કે સલમાન સાથે પ્રિયંકાની મિત્રતા વધી રહ છે, કારણ કે તેની પાસે હાલ કોઈ ફિલ્મ નથી અને તે સલમાનને એમ જણાવવા ગઈ હતી કે તે પોતાની આગામી ફિલ્મમાં પ્રિયંકાનું નામ સજેસ્ટ કરે.

ખેર, જે કઈં હોય, પણ હાલ સલમાન ખાન જ બૉલીવુડનો ટાઇગર છે અને તેની સાથે મિત્રતા પ્રિયંકા માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X