મુંબઈ, 15 નેવમ્બર : બૉલીવુડ અભિનેતા સલમાન ખાન આજકાલ પોતાની બહેન અર્પિતાના લગ્ન અંગે વ્યસ્ત છે, પરંતુ લગ્નની તૈયારીઓ વચ્ચે તેમને આજે જોધપુરની અદાલતમાં જોવામાં આવ્યા. હકીકતમાં ચિંકારા શિકાર કેસમાં આજે સુનાવણી હતી કે જેના માટે સલમાન ખાન અહીં કોર્ટમાં હાજર થયાં.
સલમાન ખાન સામે 1998માં બે કાળિયાર હરણના શિકારના સિલસિલામાં કેસ ચાલી રહ્યો છે. એટલે સલમાન ખાન પોતાની બહેન અલવીરા સાથે આજે જોધપુર પહોંચ્યા અને સીધા અદાલતમાં હાજર થયાં. સમગ્ર સુનાવણી દરમિયાન તેઓ અદાલતમાં રહ્યા. તે દરમિયાન બચાવ પક્ષે એક સાક્ષીની પૂછપરછ કરી. લગભગ એક કલાક બાદ સલમાન ખાન ઍરપોર્ટ રવાના થઈ ગયાં.
સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જણાવ્યું કે અદાલતે શુક્રવારે તેમને સમન નહોતુ કર્યં, પણ કારણ કે તેઓ કોઇક કામે શહેરમાં હતા, તેથી જવાબદારી અને કાનૂન પ્રત્યે સન્માનના સંદર્ભે તેઓ હાજર થઈ ગયાં.