સલમાનની બેસ્ટ ફિલ્મ હશે દબંગ 2 - અરબાઝ
અમદાવાદ, 1 ઑક્ટોબર : વર્ષ 2010ની હિટ ફિલ્મ દબંગને લોકો હજુય ભુલ્યા નથી. પરંતુ દબંગ 2 પછી લોકો રાત-દિવસ સલમાન-સલમાન જ કહેશે.

એમ જણાવવું છે ફિલ્મ નિર્માતા અને અભિનેતા અરબાઝ ખાનનું કે જે દબંગ 2નું નિર્માણ કરી રહ્યાં છે. અરબાઝે જણાવ્યું કે સલમાનના લાઇફની બેસ્ટ ફિલ્મ હશે દબંગ 2. અરબાઝે જણાવ્યું કે આ ફિલ્મ સલમાન માટે લાર્જર ધૅન લાઇફ હશે.
દબંગ 2નુ શુટિંગ હાલ કાનપુરમાં થઈ રહ્યું છે. સલામતીના કારણોસર સલમન ઉત્તર પ્રદેશ આવી શક્યા નથી, પરંતુ અરબાઝે જણાવ્યું કે ફિલ્મ જોયા બાદ તમને લાગશે જ નહિં કે સલમાન ઉત્તર પ્રદેશ નહોતા આવ્યાં. સલમાન આવવાનાં છે એવી વાત ફેલાતાં જ લોકોને નિયંત્રિત કરવું મુશ્કેલ થઈ ગયુ હતું. તેથી જ યુપી સરકારે સલમાનને આવતાં રોક્યા હતાં.
આપને જણાવી દઇએ કે દબંગ વર્ષ 2010ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ફિલ્મમાં સલમાન અને સોનાક્ષી સિન્હાની જોડી હતી અને ફિલ્મનું ગીત ...મુન્ની બદનામ હુઈ... સૌથી વધુ લોકપ્રિય થયુ હતું.












Click it and Unblock the Notifications
