For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુલથી સલમાન ખાને લિક કરી દીધી ફિલ્મ ભારતની કહાની

ભુલથી સલમાન ખાને લિક કરી દીધી ફિલ્મ ભારતની કહાની

By Staff
|
Google Oneindia Gujarati News

સલમાન ખાન ગત શનિવારે ધી કપિલ શર્મા શોના સેટ પર પહોંચ્યા. અહીં પર સલમાન ખાન પોતાની કોઈ ફિલ્મ નહિ બલકે પોતાના ટીવી શો કપિલ શર્માનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા. કપિલના નવા શોના નિર્માતા સલમાન ખાન છે. પરંતુ અજાણતા સલમાન ખાને શોમાં એન્ટ્રી લેતાની સાથે જ ભારત ફિલ્મની કહાની અને પોતાના કેરેક્ટરનો ખુલાસો કરી દીધો.

જો કે સલમાને આ ખુલાસો ભૂલથી કર્યો. જો કે આ અંગેનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં સલમાન ફિલ્મમાં પોતાના કેરેક્ટરનું એક મોટું સિક્રેટ જાહેર કરતા જોવા મળી રહ્યા છે. થયું એવું કે કપિલે સલમાન ખાનને કહ્યું કે ભાઈ દીપિકા સાથે લગ્ન કરશો. પ્રિયંકાના લગ્ન થઈ ગયાં છે. તમે ભારત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે. જવાબમાં સલમાન ખાને કહ્યું કે ભારતમાં મારું કેરેક્ટર છે તેના લગ્ન પણ 72 વર્ષ સુધી નથી થતાં. હું પણ તેને જ ફોલો કરી રહ્યો છું. જેના પર કપિલ કહે છે કે ભાઈ સ્ક્રિપ્ટ તો થોડા સમય પહેલા જ લખવામાં આવી છે. તેની પહેલા તમે કોને ફોલો કરતા હતા.

ફિલ્મ ભારતની માહિતી લીક

ફિલ્મ ભારતની માહિતી લીક

ઈચ્છતો ન હોવા છતાં સલમાન ખાને ભારતની એક મહત્વની જાણકારી લીક કરી દીધી. સલમાનની ફિલ્મ ભારત સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઈ ફાધર પર આધારિત છે. સલમાનની અપોઝિટ કેટરિના કેફ જોવા મળશે. જણાવી દઈએ કે આ સાત કારણોસર સલાન ખાનની ફિલ્મ ભારત સૌથી મોટી ફિલ્મ બની શકે છે..

18 વર્ષથી 70 વર્ષ

18 વર્ષથી 70 વર્ષ

સલમાન ખાન 18 વર્ષના છોકરાથી લઈ 70 વર્ષના વૃદ્ધની ભૂમિકામાં જોવા મળશે. સલમાનના ખુલાસાથી એટલું તો નક્કી છે કે કેટરીનાની સાથેના તેમના સંબંધની જવાનીથી ગઢપણ સુધી ફિલ્માવવામાં આવશે.

ભાગલાની સ્ટોરી

ભાગલાની સ્ટોરી

ફિલ્મની સ્ટોરી 1947 ભારત-પાકિસ્તાન ભાગલા સાથે જોડાયેલ છે જ્યાં એક યુવક પોતાના પિતાને અમુક વાયદા કરે છે.

ઈમોશન અને દેશભક્તિ

ઈમોશન અને દેશભક્તિ

ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે હીરો વિયતનામ યુદ્ધમાં પોતાના બંને પગ ગુમાવી દે છે. જોવામાં આવે તો ઈમોશન અને દેશભક્તિનું મિશ્રણ દર્શકો માટે દિલચસ્પ સાબિત થઈ શકે છે.

મોતના કુવામાં

મોતના કુવામાં

સલમાન હોય અને એક્શન ન હોય તેવું કંઈ બને ખરું! સલમાન ખાન સ્ટન્ટ રાઈડર સાથે મોતના કુવામાં બાઈક પર ચક્કર લગાવશે. તેમનો આ સીન પણ લીક થઈ ગયો હતો.

સલમાન અને કેટરીના

સલમાન અને કેટરીના

સલમાન અને કેટરીનાને ફરી એકવાર ટાઈગર જિંદા હૈ બાદ ફેન્સ માટે જોવું મસ્ટ વોચ થનાર છે. બંને વચ્ચે રોમાંસ ફિલ્મનો હાઈલાઈટ હશે.

ઈદ પર સુપરહિટ રિલીઝ

ઈદ પર સુપરહિટ રિલીઝ

ફિલ્મ ભારતનું અંતિમ શૂટિંગ શેડ્યૂઅલ આજથી શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ઈદ પર રિલીઝ થનાર છે. ઈદ પર સલમાનની ફિલ્મ હંમેશા સુપરહિટ કેટેગરીમાં આવી જ જાય છે.

દમદાર કાસ્ટિંગ

દમદાર કાસ્ટિંગ

સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત તબ્બૂ, જેકી શ્રોફ, દિયા પટાની અને સુનીલ ગ્રોવર આ ફિલ્મની કાસ્ટિંગને દમદાર બનાવે છે.

અજય દેવગનથી સલમાન ખાન સુધી, કૉપી કરીને બન્યા બ્લૉક બસ્ટર, હવે વધુ એક 200 કરોડી ફિલ્મઅજય દેવગનથી સલમાન ખાન સુધી, કૉપી કરીને બન્યા બ્લૉક બસ્ટર, હવે વધુ એક 200 કરોડી ફિલ્મ

English summary
Salman Khan reveal Bharat role and Story The Kapil sharma Show,read here full news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X