For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સલમાન ખાન ફોર્બ્ઝની સૌથી અમીર સેલિબ્રિટી લિસ્ટમાં પ્રથમ નંબર પર છે. સલમાન સતત ત્રીજા વર્ષે ફોર્બ્ઝની સેલિબ્રિટી લિસ્ટમાં ટોપ પર છે.

|
Google Oneindia Gujarati News

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સલમાન ખાન ફોર્બ્ઝની સૌથી અમીર સેલિબ્રિટી લિસ્ટમાં પ્રથમ નંબર પર છે. સલમાન સતત ત્રીજા વર્ષે ફોર્બ્ઝની સેલિબ્રિટી લિસ્ટમાં ટોપ પર છે. વિરાટ કોહલી બીજા અને અક્ષય કુમાર ત્રીજા સ્થાન પર છે. દીપિકા ટોપ-5માં આવનારી પહેલી મહિલા છે. ફોર્બ્ઝ ઈન્ડિયાએ વર્ષ 2018ની 100 સૌથી અમીર સેલિબ્રિટીઝની લિસ્ટ જાહેર કરી છે. સલમાન પહેલા નંબરે છે. જ્યારે બોલિવુડના મોટા નામ શાહરૂખ ખાન ટોપ 10માંથી બહાર થઈ ગયા છે. આમાં 1 ઓક્ટોબર 2017થી 30 સપ્ટેમ્બર 2018 સુધીની તેમની કમાણીને આધાર બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નના વાયરલ ફોટા, આટલા માટે છે ખાસઆ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નના વાયરલ ફોટા, આટલા માટે છે ખાસ

સલમાનની 253.25 કરોડની વાર્ષિક કમાણી

સલમાનની 253.25 કરોડની વાર્ષિક કમાણી

લિસ્ટમાં સલમાન ખાન 253.35 કરોડની વાર્ષિક કમાણી સાથે સૌથી વધુ કમાણી કરતા ભારતીય સેલિબ્રિટી છે. સલમાન ખાન બાદ બીજા નંબરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે. તેમની વાર્ષિક કમાણી 228.09 કરોડ છે. ફોર્બ્ઝની લિસ્ટમાં ત્રીજા નંબર પર અક્ષય કુમાર છે. અક્ષયની વાર્ષિક કમાણી 185 કરોડ રૂપિયા છે. લિસ્ટમાં દીપિકા ચોથા નંબરે છે. ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાંચમાં નંબરે છે. ધોનીની વાર્ષિક કમાણી 101.77 કરોડની છે. આમિર ખાન 97.50 કરોડની વાર્ષિક કમાણી સાથે છઠ્ઠા, અમિતાભ બચ્ચન 96.17 કરોડની કમાણી સાથે સાતમા, રણવીર સિંહ 84.67 કરોડ સાથે આઠમાં આને સચિન તેંડુલકર લિસ્ટમાં નવમાં નંબરે છે. સચિનની વાર્ષિક કમાણી 80.00 કરોડની છે. અજય દેવગણ ફોર્બ્ઝની લિસ્ટમાં દસમાં નંબરે છે. અજયે 74.50 કરોડની વાર્ષિક કમાણી કરી છે.

શાહરુખ ટોપ-10માંથી બહાર

શાહરુખ ટોપ-10માંથી બહાર

શાહરુખ ખાન 2018માં ટોપ-10માં પણ જગ્યા નથી બનાવી શક્યા. વર્ષ 2017માં તેમની રેંકિંગ 2 હતી. આ વર્ષે શાહરુખની કમાણીમાં 33 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. તેમણે એંડોર્સમેન્ટ દ્વારા માત્ર 56 કરોડની કમાણી કરી જેના કારણે તે 17માં સ્થાને છે. દીપિકાએ 112.8 કરોડની કમાણી સાથે ટોપ-5માં સ્થાન મેળવી લીધુ છે. પહેલી વાર કોઈ મહિલા ટોપ-5માં જગ્યા બનાવવામાં સફળ થઈ છે. પ્રિયંકા ચોપડા ગયા વર્ષે 7માં સ્થાન પર હતી પરંતુ આ વખતે 18 કરોડની કમાણી સાથે 49માં નંબરે પહોંચી ગઈ છે.

આલિયા, ઐશ્વર્યા, સચિન પણ શામેલ

આલિયા, ઐશ્વર્યા, સચિન પણ શામેલ

આ લિસ્ટમાં આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, સચિન તેંડુલકર જેવા સ્ટાર્સને પણ જગ્યા મળી છે. ફોર્બ્ઝ ઈન્ડિયા સેલિબ્રિટી 100 લિસ્ટમાં દક્ષિણના કુલ 17 સુપરસ્ટારે જગ્યા બનાવી છે. ગયા વર્ષે 13 અભિનેતાઓએ આ લિસ્ટમાં જગ્યા મેળવી હતી. ફોર્બ્ઝની જાહેર થયેલી લિસ્ટમાં સેલિબ્રિટિઝને બે આધાર પર રેંકિંગ આપવામાં આવી છે. પહેલી જાહેરાત અને ફિલ્મો દ્વારા થતી આવક અને બીજી તેમની ફેમ (પ્રસિદ્ધિ) થી આંકવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Viral Video: પ્રિયંકા-નિક સાથે રિસેપ્શનમાં હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદીઆ પણ વાંચોઃ Viral Video: પ્રિયંકા-નિક સાથે રિસેપ્શનમાં હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદી

English summary
Salman Khan richest Indian celebrity in Forbes list Deepika Padukone in top 5
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X