જુઓ હર્ષાલી અને સલમાનની એક્ટિંગ જોઇને રડી પડ્યા દિગ્ગજો..
સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાને તેમના ફેન્સના આંખોમાં આંસુ લાવી દીધા છે. માત્ર મોટા જ નહીં પરંતુ બાળકો પણ આ ફિલ્મને જોઇને ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક નાનકડી બાળકી સૂઝી બજરંગી ભાઇજાનને જોઇને રોતા જોવા મળી સાથે જ તે સલમાનને આઇ લવ યૂ પણ કહી રહી હતી.
વીડિયોમાં સૂઝી તેની માતાના ખોળામાં એક સિનેમા હોલમાં બેઠી છે અને જોર જોરથી રડી રહી છે. સાથે જ કહી રહી છે કે બજરંગી ભાઇજાન સલમાન ખાન આઇ લવ યૂ. સલમાન ખાન, જેમને બાળકોથી ઘણો પ્રેમ છે તેમણે જ્યારે સૂઝીનો આ વીડિયો જોયો તો તેમણે આઇ લવ યૂ ટૂ કહ્યા વગર રહી શક્યા નહીં.
સલમાન ખાને આ વીડિયોને ખૂબ જ પસંદ કર્યો અને તેને ટ્વિટર પર શેર પણ કર્યો. જોકે બજરંગી ભાઇજાને માત્ર સૂઝીને જ નહીં પરંતુ ઘણા દિગ્ગજ અભિનેતાઓને પણ રોવડાવી દીધા છે. આવો જોઇએ કોણ છે તે...

હર્ષાલી મલ્હોત્રા

આમિર ખાન
સલમાન ખાનના નજીકના મિત્ર અને મિસ્ટર પરફેક્ટ પણ બજરંગી ભાઇજાન જોયા બાદ રોતા રોતા બહાર આવ્યા હતા અને ફિલ્મના વખાણ કર્યા હતા

ફેન્સ
સલમાન ખાનના દરેક ફેન્સે ટ્વિટ કર્યું કે તે સલમાન ખાનને રોતા જોઇને ખુદ પણ રોઇ પડ્યા, તેમને બિલકૂલ પસંદ નથી કે સલમાન ખાન રોવે.
|
સૂઝી સિનેમાઘરમાં રડી પડી
આ છે સૂઝીનો વીડિયો. આ બાળકી જ્યારે બજરંગી ભાઇજાન જોઇ રહી હતી ત્યારે ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી.

સલમાન ખાન
અન્યોને રડાવનાર સલમાન ખાને અમને જણાવ્યું કે તેઓ ખુદ પણ ફિલ્મ દરમિયાન ઘણીવાર રડી પડ્યા હતા. આ તમામ અશ્રુઓ નકલી નથી.












Click it and Unblock the Notifications
