#PHOTOSHOP: સલમાન ખાને શેયર કરી ફેક ફેમલી ફોટો!
જ્યારે જ્યારે સલમાન ખાન કંઇક કરે છે ત્યારે તે વાત તેમના ફેન્સ માટે બની જાય છે પત્થરની લકીર. પણ તેનો તે મતલબ બિલકુલ પણ નથી થતો કે સલમાન તેમના ફેન્સને મૂરખ બનાવે અને તેમના ફેન્સ તે માની લે! આવું જ કંઇક બન્યું જ્યારે સલમાન ખાને બીઇંગ હ્યૂમન અને પ્રેમ રતન ધન પાયોના પ્રમોશન માટે તેમની એક ફેમલી ફોટો અપલોડ કરી દીધી.
હાલમાં સલમાન ખાને ટ્વિટર પર એક ફોટો શેયર કરી જેમાં લખ્યું હતું મારી #PRDPFamily. તથા નીચે લખ્યું હતું કે તમે પણ તમારા પરિવારનો ફોટો અમારી સાથે શેયર કરો. બાકી બધુ તો બરાબર છે પણ આ ફોટોમાં સલમાન ખાને ખૂબ જ સ્માર્ટલી એક ટ્રીક કરી છે. જેમાં તેમણે ફોટોશોપની મદદ પણ લીધી છે. ત્યારે શું છે આ આખો મામલો જાણો નીચેની તસવીરોમાં અને સાથે જ જુઓ સલમાન ખાન અને તેના પરિવારની કેટલીક રેર અને અનસીન તસવીરો...

ટ્વિટર પર કોન્ટેસ્ટ
સલમાન ખાને ટ્વિટર પર આ તસવીર પ્રેમ રતન ધનને પ્રમોટ કરવાના ભાગરૂપે એક કોન્ટેસ્ટના રૂપે રાખી છે. જો કે બધાને ખબર છે કે આ ફોટો બહુ જૂની છે. અને અનેક લોકો પહેલા પણ આ તસવીર જોઇ છે. પણ આ ફોટોમાં કંઇક કલાકારી સલમાન પણ કરી છે.

સલમાનનું ટ્વીટ
સલમાન લખ્યું છે કે તે નસીબદાર હોય છે જેમની સાથે ફેમલી હોય છે. અને સાથે જ લખ્યું છે મારી #PRDPFamily. પણ તમને આ ફોટોમાં કંઇ અજીબ નથી લાગતું. જરા ધ્યાનથી જુઓ!

ફોટોશોપનો કમાલ!
આ ફોટો ખૂબ જ જૂનો છે જે સલમાન ખાને બીઇંગ હ્યૂમનના એક ફોટોશૂટ વખતે પડાવ્યો હતો. પણ નવા ફોટોમાં સલમાન ખાને આ જ ફોટોમાં ચૂપકે થી આયુષ શર્માને પણ એડ કરી દીધો છે. જો કે જૂના ફોટોમાં તે હતાં જ નહીં.

જૂના ફોટા
ત્યારે સલીમ ખાન સાથે, અરબાઝ અને સલમાન ખાનની આ જૂની તસવીર. અને સલીમ ખાન જે બાળકને ગોદમાં ઉપાડ્યું છે તે છે નાનકડી અર્પિતા.

લગ્ન દરમિયાન
એક ફેમિલી ફંક્શનને અટેન્ડ કરતો ખાન પરિવાર. જેમાં અલવિરા, હેલન, સલીમ ખાન, સોહેલ ખાન, અર્પિતા, અરહાન અને સલમા ખાન તથા અલવીરાની દિકરી હાજર છે.

ભાઇ - બહેન
આ તસવીરમાં ખાન ભાઇ બહેનો એક સાથે નજરે પડી રહ્યા છે. આ તસવીર બીઇંગ હ્યૂમન વખતની છે.

The Men!
આ તસવીરમાં ખાન પરિવારની બોય ગેંગ જોવા મળી રહી છે. બસ અતુલ અગ્નિહોત્રી એટલે કે જમાઇબાબુ નથી દેખાતા.

ત્રણ પેઢીઓ
ખાન પરિવારની ત્રણ પેઢીઓ આ તસવીરમાં દેખાય છે. સલીમ ખાન, તેના ત્રણ પુત્ર અને તેમના બાળકો એટલે કે ઘરની ત્રીજી પેઢી.

જૂની તસવીર
આ છે સલમાનની જૂની તસવીર. જેમાં સલમાન, અરબાઝ, સોહેલ અને અલવિરા તેમના માતા-પિતા સાથે જોવા મળે છે.

અર્પિતાના લગ્ન
જો કે સહપરિવાર આખો ખાન પરિવાર છેલ્લે અર્પિતાના લગ્ન વખતે જોવા મળ્યો હતો. જેમાં ત્રણેય ભાઇઓનો અને બહેન અર્પિતાનો વટ પડતો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
