સલમાને માછીમારને ધમકાવ્યો - જાળ હટાવો, દરિયો નથી દેખાતો !

મુંબઈ, 4 માર્ચ : સલમાન ખાન અને વિવાદ એક-બીજાના પૂરક થઈ ગયાં હોય એમ લાગે છે. હંમેશા કોઈને કોઈ મુદ્દે વિવાદમાં રહેનાર સલમાન ખાને નવો વિવાદ છેડ્યો છે. તેમણે એક માછીમારને ધમકાવતાં જણાવ્યું છે - તમારી જાળ હટાવો, દરિયો નથી દેખાતો.

salman

મળતી માહિતી પ્રમાણે સલમાન ખાન વિરુદ્ધ એક સામાન્ય માછીમારે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યં છે કે સલમાન ખાનના બૉડીગાર્ડે તેને પોતાની જાળ અને નૌકા હટાવવા માટે ધમકાવ્યો તથા તે પણ એટલા માટે, કારણ કે સલમાન ખાનના નવા કૉટેજ સામે ઉભેલી નૌકા સી-વ્યૂને ખરાબ કરી રહી હતી.

સલમાન ખાન વિરુદ્ધ જોકે કેસ નોંધાયો નથી, પણ માત્ર એક આપરાધિક રિપોર્ટ નોંધાઈ છે. ફરિયાદ નોંધાવનાર માછીમારનું નામ લૉરેંસ ફાલ્કન છે. લૉરેંસે પ્રથમ વાર 2011માં સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે જ વર્ષે સલમાને બાંદ્રા ખાતે બે સી ફેસિંગ કૉટેજ બેલી વ્યૂ તથા બેનાર ખરીદ્યા હતાં. આ બંને કૉટેજ આસપાસ સલમાન ખાને ઘેરાબંદી કરાવી દીધી હતી. તે જ કૉટેજ સામે દરિયામાં કેટલાંક માછીમારો માછલી પકડવા જાળ પાથરતા હતાં, પરંતુ સલમાન ખાને જ્યારે એક દિવસ માછીમારોને દરિયામાં કાંટો નાખેલી નૌકા સાથે જોયાં, તો તેમણે પોતાના બૉડીગાર્ડને કહી તે માછીમારોને પોતાની જાળ હટાવવા માટે જણાવ્યું. સાથે જ તેમને ધમકાવ્યાં પણ.

સલમાન ખાનનું કહેવું હતું કે માછીમારોએ જાળ પાથરતા તથા નૌકા ઊભી રાખતાં તેમના કૉટેજ સામે દેખાતા દરિયાનો વ્યૂ ખરાબ થઈ રહ્યો હતો. 2011માં આ બધુ થયા બાદ ગયા વર્ષે મે અને ડિસેમ્બરમાં ફરી એક વાર સલમાન અને તેમના બૉડીગાર્ડે માછીમારોને ધમકાવ્યાં. માછીમારોએ ફરી એક વાર મુંબના બાંદ્રા પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ નોંધાવી, પરંતુ આ વખતે પણ તેમણે નિરાશા જ મળી. હાલ આ કેસના પગલે સલમાન પુનઃ વિવાદમાં સપડાયાં છે. જોઇએ હવે આ કેસ ક્યાં સુધી અને કેટલે સુધી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X