#SalmanKaSalaam કહી રિલીઝ કર્યું ટ્યૂબલાઇટનું પોસ્ટર
સલમાન ખાનની આગામી ફિલ્મ ટ્યૂબલાઇટનું પ્રથમ પોસ્ટર આખરે સામે આવી ગયું છે.
સલમાન ખાન છેલ્લા કેટલાયે સમયથી જાણે ટ્યબૂલાઇટ ફિલ્મના નામે ફેન્સ સાથે રમી રહ્યાં હતા. ટ્યૂબલાઇટના પહેલા પોસ્ટર માં સલમાન દેખાયા જ નહોતા. પરંતુ હવે સલમાને આ રમત કરી જાતે આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કર્યું છે અને ફેન્સને #SalmanKaSalaam કીધું છે.

ટ્વીટર પર ટ્રેન્ડ કરે છે, #SalmanKaSalaam
આ પોસ્ટર રિલીઝ થતાં જ ટ્વીટર પર #SalmanKaSalaam ટેગ ટ્રેન્ડ કરવા માંડ્યુ હતું. સલમાન ખાનની આ મચ અવેઇટેડ ફિલ્મ 23 જૂનના રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મ અંગેની ઘણી માહિતી લિક થઇ ચૂકી છે, પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરશે એ વાત નક્કી છે.

સલમાનની ઇદ
દર વર્ષે ઇદ પર સલમાનની ફિલ્મો કબજો હોય છે. ઇદ પર રિલીઝ થયેલ સલમાનની ફિલ્મ ધમાકેદાર કમાણી કરે છે અને તે સલમાનની આગળની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડવામાં સફળ રહે છે. જો કે, વર્ષ 2013માં સલમાને પોતાના મિત્ર શાહરૂખને આ દિવસનો ફાયદો લેવાની છૂટ આપી હતી. વર્ષ 2013માં શાહરૂખની ચેન્નાઇ એક્સપ્રેસ ઇદના દિવસે રિલીઝ થઇ હતી, જે સુપરહિટ રહી હતી.

2016ના સુલતાન બન્યા સલમાન
ગત વર્ષે સલમાન ખાનની સુલતાન ફિલ્મ આવી હતી, જેને ધમાકેદાર ઓપનિંગ મળ્યું હતું. પહેલા દિવસે આ ફિલ્મે બોક્સઓફિસ પર 36.54 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે સુલતાન અત્યાર સુધીની સૌથી મોટી ઇદ રિલીઝ બની ગઇ છે.

2015માં બજરંગી ભાઇજાન
વર્ષ 2015માં આવેલી બજરંગી ભાઇજાનના રંગ પણ નિરાળા હતા. આ ફિલ્મે ધમધોકાર કમાણીની સાથે સલમાનના ફેન ફોલોઇંગમાં પણ વધારો કર્યો હતો. સલમાનની ફિલ્મોને બકવાસ કહેતા વર્ગને પણ આ ફિલ્મ સુંદર અને સંવેદનશીલ લાગી હતી.

વર્ષ 2014માં પડી સલમાનની કિક
સલમાનની ફિલ્મ કિક વર્ષ 2014માં રિલીઝ થઇ હતી, જેણે 377 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સલમાનને સુપર હીરોના અવતારમાં જોઇને ફેન્સ જાણે પાગલ થઇ ગયા હતા.

2013ની ઇદ શાહરૂખને નામ
સલમાને વર્ષ 2013ની ઇદ શાહરૂખ અને તેના ફેન્સને નામ કરી હતી. શાહરૂખ ખાનની ચેન્નાઇ એક્સપ્રેસે એ વર્ષના તમામ રેકોર્ડ તોડ્યાં હતા. આ ફિલ્મનું ટર્નઓવર હતું 422 કરોડ.

2012માં આવી હતી એક થા ટાઇગર
સલમાન અને તેની એક્સ ગર્લફ્રેન્ડને ચમકાવતી ફિલ્મ એક થા ટાઇગર પણ સુપરહિટ રહી હતી. ભલે સલમાન-કેટરિનાનું બ્રેકઅપ થઇ ગયું હતું, પરંતુ ફિલ્મમાં બંન્નેની કેમેસ્ટ્રિ લાજવાબ હતી. આ ફિલ્મે રૂ.320 કરોડનો બિઝનેસ કર્યો હતો.

2011માં બોડીગાર્ડ બન્યા હતા સલમાન
વર્ષ 2011માં જ્યારે સલમાન કરીનાના ક્યૂટ બોડીગાર્ડ બની સામે આવ્યા ત્યારે ફેન્સ અને તેમાં પણ ખાસ કરીને ફીમેલ ફેન સલમાન પર ઓવારી ગઇ હતી. આ ફિલ્મમાં કરીના અને હેઝલ જેવી બે સુંદર હીરોઇન હોવા છતાં સલમાનનો લૂક વધુ ચર્ચામાં રહ્યો હતો.

ચુલબુલ પાંડેના નામે રહ્યું વર્ષ 2010
વર્ષ 2010માં આવેલી સલમાનની ફિલ્મ દબંગ સામે અન્ય કોઇ ફિલ્મ ટકી શકી નહોતી. આ ફિલ્મે 215 કરોડની કમાણી કરી હતી.

2009માં પણ વોન્ટેડ બન્યા સલમાન
આયેશા ટાકિયા અને સલમાન ખાન સ્ટારર વોન્ટેડ વર્ષ 2009માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મથી જાણે સલમાને પોતાની એંગ્રી યંગ મેનની ઇમેજ પાછી મેળવી હતી. વર્ષ 2009ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં બીજા નંબરે હતી વોન્ટેડ. આ ફિલ્મને સલમાનના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ કહી શકાય. બોલિવૂડમાં સલમાનની સફળતાની બીજી ઇનિંગ આ ફિલ્મથી જ તો શરૂ થઇ હતી!

અહીં વાંચો
સલમાન ખાન અને તેમની ફિલ્મો અંગેની અન્ય રસપ્રદ માહિતી મેળવો અહીં.
બોલિવૂડના દબંગ ખાન સલમાન સાથે જોડયાેલી ખાસ વાતો, ગોસિપ, ફિલ્મો વગેરે અંગેના તમામ ખબર તમને વાંચવા મળશે અહીં.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
