For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મફેર કે એવા સ્ટુપિડ અવૉર્ડ લેવા નહિ જઉઃ સલમાન ખાન

સલમાન ખાનનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પુરસ્કારો વિશે ખરુ ખોટુ બોલતા દેખાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ જાહેર થયેલા ફિલ્મફેર અવૉર્ડ વિશે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. એક જ ફિલ્મને વધુ પુરસ્કાર આપવા અને યોગ્ય ઉમેદવારોના અપમાન વિશે તેની ઘણી ટીકા થઈ રહી છે. આ દરમિયાન સલમાન ખાનનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન પુરસ્કારો વિશે ખરુખોટુ બોલતા દેખાઈ રહ્યા છે, તે કહે છે કે હું ફિલ્મફેર પુરસ્કાર લેવા નહિ જઉ.

હું કોઈ સ્ટુપિડ પુરસ્કાર લેવા નહિ જઉ

હું કોઈ સ્ટુપિડ પુરસ્કાર લેવા નહિ જઉ

આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન કહે છે કે, ‘મને લાગે છે કે જે લોકોને ખુદ પર વિશ્વાસ નથી, તે પુરસ્કાર લેવા જાય છે. હું ફિલ્મફેર કે એવા કોઈ સ્ટુપિડ પુરસ્કાર લેવા નહિ જઉ. જો રાષ્ટ્રીય અવૉર્ડ મળે તોતે ગૌરવની વાત છે. ત્યારે હું જઈશ અને અવૉર્ડ લઈશ.' સલમાને કહ્યુ, ‘મેગેઝીન આપણા બળ પર ચાલી રહ્યુ છે. તમારા ઈન્ટરવ્યુ પર અને સ્ટાર્સના ઈન્ટરવ્યુ પર જે મેગેઝીન ચાલી રહ્યુ છે, તે તમને બોલાવે છે અને કહે છે કે તે તમને પુરસ્કાર આપવા જઈ રહ્યા છે.'

ગલી બૉયને વિવિધ શ્રેણીઓમાં 13 પુરસ્કાર મળ્યા

ગલી બૉયને વિવિધ શ્રેણીઓમાં 13 પુરસ્કાર મળ્યા

સલમાન આગળ કહે છે, ‘તમે જાવ છો અને પરફોર્મ કરો છો. ત્યારે તે આને પાન પરાગ અને માણેકચંદને મોકલી દે છે, અને આપણે બેવકૂફ છે... સૂટ-બૂટ પહેરીને બેઠા છે અને પુરસ્કાર લઈ રહ્યા છે. આ એવુ એવુ છે કે કાલે મારો ડ્રાઈવર, સ્પૉટબૉય કે મારો એકઅપ મેન કહેશે, આજે અમે તમને પુરસ્કાર આપીએ છીએ. આ મૂર્ખતા છે.' તમને જણાવી દઈએ કે સલમાનનો આ વીડિયો ત્યારે ઑનલાઈન વાયરલ થવાનો શરૂ થયો, જ્યારે ટ્વિટર પર #BoycottFilmfare હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યુ. આ વર્ષે ઝોયા અખ્તરની ગલી બૉયને વિવિધ શ્રેણીઓમાં 13 પુરસ્કાર મળ્યા. જે આવા શોના ઈતિહાસમાં કોઈ ફિલ્મને મળેલા સૌથી વધુ પુરસ્કાર છે.

અનન્યા પાંડે બેસ્ટ ડેબ્યુ ફીમેલ

વળી, અનન્યા પાંડેને સ્ટુડન્ટ ઑફ ધ યર માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલનો પુરસ્કાર મળ્યો છે જેની પણ ટીકા થઈ રહી છે. સલમાનના વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. એક વ્યક્તિએ કહ્યુ, ‘આ વાત સલમાન ખાન, પર્ફોર્મન્સ ખાન્સના ગીતો પર કરશે અને અવૉર્ડ અક્ષય રણવીરને આપશે.' એક અન્ય યુઝરે કહ્યુ, ‘પછી જઈને કેમ નાચો છો.' એક વ્યક્તિએ સલમાનની ટીકા કરીને કહ્યુ, ‘પરંતુ પુરસ્કાર માટે એક્ટિંગ પણ આવડવી જોઈએને. તમને પુરસ્કાર મળે અને તમે ના લો એ તે સારુ છે અને પુરસ્કાર જ ના આપે તો આવુ બોલવુ પડે છે. ઈજ્જતનો સવાલ છે.'

આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

આલિયાએ ગલી બૉય માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો છે. ફિલ્મે બધા 13 નોમિનેટેડ શ્રેણીમાં જીત મેળવી છે કે જે એક નવો રેકોર્ડ છે. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર રણવીર સિંહને મળ્યો છે. સર્વશ્રેષ્ઠ સપોર્ટીંગ અભિનેતાનો પુરસ્કાર સિદ્ધાંત ચતુર્વેદીને મળ્યો છે. આ ઉપરાંત સર્વશ્રેષ્ઠ સપોર્ટીંગ અભિનેત્રીને પુરસ્કાર અમૃતા સુભાષને આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રેમ્પ વૉકમાં દિવ્યા ખોસલાનુ ખુલ્યુ હુક, ઝટથી પકડીને સંભાળી લીધુ, Videoઆ પણ વાંચોઃ રેમ્પ વૉકમાં દિવ્યા ખોસલાનુ ખુલ્યુ હુક, ઝટથી પકડીને સંભાળી લીધુ, Video

English summary
salman khan video viral in which he sad will not go up and pick up any stupid award or filmfare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X