શાહરુખ ખાન પહેલા મન્નતને ખરીદવાના હતા સલમાન ખાન, જાણો ભાઈજાને કેમ પોતાના નામે ન કરી શક્યા આ બંગલો
શું તમે જાણો છો કે શાહરુખ ખાન પહેલા આ મન્નતને સલમાન ખાન ખરીદવા માંગતા હતા. જો કે, સલમાન ખાને બાદમાં તેને ખરીદવાની ના પાડી દીધી હતી.
Shah Rukh Khan Mannat: શાહરુખ ખાનના ઘર 'મન્નત'ની દિવાલ કૂદીને અંદર ઘૂસવાના આરોપમાં 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યુ કે તેઓ ગુજરાતથી આવ્યા છે અને શાહરુખ ખાનને મળવા માંગતા હતા. આ ઘટના પછી હાલમાં સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનનો બંગલો મન્નત ટ્રેન્ડ કરી રહ્યો છે. શું તમે જાણો છો કે શાહરુખ ખાન પહેલા આ મન્નતને સલમાન ખાન ખરીદવા માંગતા હતા. જો કે, સલમાન ખાને બાદમાં તેને ખરીદવાની ના પાડી દીધી હતી.

'તેને હંમેશા જે જોઈએ છે તે મળ્યુ છે'
એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને શાહરૂખ ખાન વિશે વાત કરતા કહ્યુ કે તેને હંમેશા જે જોઈએ છે તે મળ્યુ છે. સલમાન ખાને કહ્યુ હતુ કે પહેલા તે શાહરૂખ ખાનની મુંબઈની હવેલી મન્નત ખરીદવા જઈ રહ્યો હતો પરંતુ બાદમાં તેણે તેને ખરીદવાનો ઈન્કાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને સલમાન ખાને વર્ષ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ કરણ અર્જુનમાં સાથે કામ કર્યુ હતુ. મીડિયા રિપોર્ટ મુજબ બંને ટૂંક સમયમાં આદિત્ય ચોપરાની થ્રિલર ફિલ્મમાં ફરી સાથે જોવા મળી શકે છે.

શાહરુખ અને સલમાન વચ્ચે થઈ લડાઈ
સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે શરૂઆતથી જ સારી મિત્રતા છે. ઈન્ડસ્ટ્રીના લોકો જાણતા હતા કે બંને વચ્ચે ખૂબ જ સારુ બોન્ડિંગ છે. પરંતુ વર્ષ 2008માં અભિનેત્રી કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ બંનેએ થોડા સમય માટે એકબીજાથી અંતર જાળવી રાખ્યુ હતુ. જો કે હવે બંને ફરી એક બીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

મન્નત ખરીદવાના હતા સલમાન ખાન
એક ઈન્ટરવ્યુમાં જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યુ કે એવી કોઈ વસ્તુ છે જે શાહરુખ ખાન પાસે છે પરંતુ તે ઈચ્છે છે, તો ભાઈજાને જવાબ આપ્યો - શાહરુખ ખાનનો બંગલો મન્નત. હું તે બંગલો પહેલા ખરીદવાનો હતો પરંતુ મારા પિતા સલીમ ખાને કહ્યુ કે તમે આટલા મોટા મકાનમાં શું કરશો. તેણે કહ્યુ - હવે હું શાહરૂખને પૂછવા માંગુ છુ કે તે આટલા મોટા ઘરમાં શું કરે છે.
મન્નત છે 200 કરોડનુ
મુંબઈના બાંદ્રામાં સ્થિત મન્નત શાહરૂખ ખાનનુ આલીશાન ઘર છે જ્યાં તે તેની પત્ની ગૌરી ખાન, બંને પુત્રો આર્યન અને અબરામ અને પુત્રી સુહાના સાથે રહે છે. ગૌરીએ આ 6 માળની હવેલી ડિઝાઇન કરી છે. આ ઘરમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. શાહરૂખ ખાનનુ આ ઘર કોઈ ટૂરિસ્ટ પ્લેસથી કમ નથી. શાહરૂખ ખાનના બંગલા મન્નતની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે.

શાહરુખ ખાને 2001માં ખરીદ્યુ હતુ 'મન્નત'
શાહરૂખ ખાને વર્ષ 2001માં આ લક્ઝુરિયસ સી ફેસિંગ બંગલો ખરીદ્યો હતો. ત્યારે 'મન્નત'ના માલિક ગુજરાતી બિઝનેસમેન હતા, જેનું નામ નરીમાન દુબાશ હતું. જ્યારે શાહરૂખ ખાને આ બંગલો ખરીદ્યો હતો ત્યારે તે 'વિલા વિયેના'ના નામથી જાણીતો હતો. આ પ્રોપર્ટી ખરીદ્યા પછી શાહરૂખ ખાને તેને નવું નામ આપ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંગલો કિંગ ખાને તે સમયે 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની કિંમત હવે લગભગ 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
